Rules Change 1st May: 1 લી મે થી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર શું અસર પડશે

Rules Change 1st May: દર મહિનાની 1 લી તારીખ થી ઘણા નિયમોમા ફેરફાર થતા હોય છે. આવતીકાલ થી મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ચાલો જાણીએ 1 લી મે થી કયા કયા નિયમોમા શું ફેરફાર થશે. એપ્રિલ મહિનાનો આજે 30 તારીખે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી મે મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો મા ફેરફા થતા હોય છે જેને લીધે તમારા બજેટ પર ઘણી અસરો પડતી હોય છે. આ અંગે તમને જણાવી દઈએ કે 1 મે થી પણ અમુક નિયમો મા ચેંજીસ થવાના છે. આ ફેરફારો તમારા ખર્ચ પર અને તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. Rules Change 1st May ની માહિતી આપણે મેળવીશુ. જેમાં GSTના નિયમો સાથે ઘણા ફેરફારો સહિત એલપીજી સિલિન્ડરની કિંમતો બદલવાની શકયતા છે.

Rules Change 1st May

1 લી મે થી ફેરફાર થનારા નિયમો નીચે મુજબ છે.

મ્યુચ્યુઅલ ફંડ માટે kyc

Rules Change 1st May ની વાત કરીએ તો પ્રથમ નિયમ આ બદલનાર છે. માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું કે દરેક રોકાણકારો એ જ ઈ-વોલેટનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કરે જેની KYC થયેલ છે. આ અંગે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી એટલે કે 1 મે ના રોજથી આ નિયમ લાગુ થવા જઇર અહ્યો છે. આ નિયમ લાગુ થયા પછી રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમા રોકાણ કરવા માટે KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરી શકે છે.

यह भी पढे:  સૂર્યગ્રહણ 2023: 20 એપ્રીલે વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશી પર શું અસર પડશે ?

આ પણ વાંચો: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ 2023 ઓનલાઇન ફોર્મ

GST ને લગતા નિયમોમાં બદલાવ

GST મા ઘણી વખત અમુક નિયમોમા ફેરફારો થતા હોય છે. 1 મે ૨૦૨૩ થી વેપારીઓ માટે GST માં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે અને કોઈપણ ટ્રાંઝેકશન ની રીસીપ્ટ ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર 7 દિવસની અંદર અપલોડ કરવી ફરજિયાત બનાવવામા આવશે આ સાથે જ નવા નિયમ મુજબ જે કંપનીઓનુ ટર્નઓવર 100 કરોડ થી વધુનું છે તેવી કંપનીઓ માટે ટ્રાન્ઝેક્શનની રીસીપ્ટ 50 દિવસની અંદર ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરવા બાબતનો નિયમ લાગુ પાડવામા આવશે.

LPG, CNG, PNG ભાવમા ફેરફાર

નવા નિયમ મુજબ દર મહિનાની પ્રથમ તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ભાવની સમીક્ષા કરી ગેસના ભાવમાં ફેરફાર કરતી હોય છે અને LPGસિલિન્ડરની નવી કિંમત નક્કી કરે છે. મે મહિનાની શરૂઆતમાં CNG અને PNGના ભાવમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે. 1 એપ્રિલે ગવર્નમેંટે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરેલ હતો અને એપ્રિલમાં મુંબઈ પછી દિલ્હી એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘણો ઘટાડો નોંધાયો હતો આ અંગે નોંધનીય છે કે એક વર્ષમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 225 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લીસ્ટ

PNB ના ગ્રાહકો માટે નિયમો મા ફેરફાર

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક પણ 1 લી મે થી તેના અમુક નિયમો મા ફેરફાર કરવા જઇ રહિ છે. આ અંગે PNB એ તેના ગ્રાહકો માટે ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કાવાની જાહેરાત કરી છે. PNB બેંકના આ નવા નિયમો 1 મેથી લાગુ થશે. જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોના એકાઉન્ટ મા બેલેન્સ નહિ હોય અને ટ્રાન્ઝેક્શન કરશે તો ટ્રાન્ઝેક્શન ફૈલ થયા બાદ બેંક તરફથી 10 રૂપિયાની સાથે GST વસુલવામા આવશે.

यह भी पढे:  Gujarat Post GDS Result 2023: ગુજરાત પોસ્ટ GDS ભરતી પરિણામ થયુ ડીકલેર, ચેક કરો તમારુ નામ છે કે કેમ

બેંકો મા રજાઓ

બેંકોમા રાજયવાઇઝ અલગ અલગ રજાઓ આવતી હોય છે. મે મહિનામાં બેંકોમાં 12 દિવસ જેટલી રજાઓ આવી રહિ છે. દેશના વિવિધ ભાગોમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. જો કે હવે ડીઝીટલ યુગમા બેંક મ અરજાઓ હોવા છતા તમે મોબાઈલ અથવા નેટ બેંકિંગ દ્વારા તમારા કમઓને સરળતાથી પુરા કરી શકો છો. ગુજરાતમા બેંકો કેટલા દિવસ બંધ રહેશે તે લીસ્ટ જોવા માટે તમારે ગુજરાત સરકાર દ્વારા ડીકલેર કરેલ બેંકોના જાહેર રજાનુ લીસ્ટ તપાસવુ જોઇએ.

Rules Change 1st May
Rules Change 1st May

ઉપયોગી લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here
Follow us on Google NewsClick here

પેટ્રોલિયમ કંપનીઓ ગેસ ના ભાવની સમીક્ષા ક્યારે કરે છે ?

દર મહિનાની પહેલી તારીખે

Leave a Comment

error: Content is protected !!