Gujarat Hill Station: ગુજરાત હિલ સ્ટેશન: લોકો ઉનાળાની ગરમી મા હિલ સ્ટેશન પર ઉંચાઇ પર આવેલા સ્થળોએ ફરવા નીકળી પડતા હોય છે. હિલ સ્ટેશન જવા માટે મનાલી, આબુ કે સાપુતારા લોકોની પસંદ હોય છે. પરંતુ જો તમે આટલે દૂર સુધી જવા ન માંગતા હોય તો આપણા ગુજરાતમા જ ઘણા એવા હિલ સ્ટેશન આવેલા છે જે આબુ અને મનાલી ને ટક્કર મારે તેવા છે. ચલઓ જાણીએ આપણા ગુજરાત મા આવેલા હિલ સ્ટેશનો વિશે.
Gujarat Hill Station
આપણા ગુજરાત રાજ્ય મા એવા અનેક પ્રવાસન સ્થળોથી આવેલા છે જ્યાં જવા માત્રથી તમને પ્રકૃતિની રમણીયતા નો અનુભવ થશે અને કુદરતના સાનિધ્યમાં તમારા ટેંશનો ને ભુલીને પ્રફુલ્લીત થઈ જશો. સામાન્ય રીતે લોકોને ફરવાનું મન થતું તો કાં તમે બીચ પસંદ કરે છે અથવા પહાડોમાં જવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતીઓ ફરવા માટે મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ગુજરાત મા જ આવેલુ આ હિલ સ્ટેશન જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે એવું છે.
આપણે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે ડોન હિલ સ્ટેશન. ડોન હિલ સ્ટેશન ગુજરાતમા ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગના મુખ્ય શહેર આહવાથી આ સ્થળ માત્ર 38 કિલોમીટર જ દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ છે અને સાપુતારાથી 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. આ હિલ સ્ટેશન સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવું બધુ જ ધરાવે છે જેને જોઈને લોકોને ખૂબ આનંદ આવે છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ આવેલુ છે. આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી 3 જ કિલોમીટર દૂર આવેલુ છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ ફરવા જવુ હોય તો પણ જઇ શકો છો.
ડાંગ જિલ્લામા આવેલુ ડોન હિલ સ્ટેશન માત્ર હવા ખાવાનુ સ્થળ જ નહિ પરંતુ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આ સ્થળ ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલુ છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ બેસ્ટ ગણવામા આવે છે. તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓ નો ધસારો વધતો જાય છે.
હિલ સ્ટેશન નો ઇતિહાસ
આપણે એ જાણીને નવાઇ લાગે છે કે આખરે આ હિલ સ્ટેશનનું નામ ડોન કઈ રીતે પડ્યું હશે? ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે શબ્દ વાપરવામા આવતો હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભૂત હિલ સ્ટેશનના નામકરણ પાછળની કહાની પણ રસપ્રદ છે. સ્થાનિક લોકવાયકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવેલા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી લોકો ઓળખવા લાગ્યા હતા. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલવામા આવ્યુ હતુ. અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન નામ થઈ ગયું.
ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી, તેમની સંસ્કૃતિ અને તેમના ઘર, ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ જાણવા મળે છે. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી જેટલુ દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી જેટલુ છે.
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

5 thoughts on “Gujarat Hill Station: આબુ મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી, આ છે ગુજરાતનુ બેસ્ટ હિલ સ્ટેશન”