India Top 15 Place: ભારતના ફરવાલાયક બેસ્ટ સ્થળો: India Tourism Best Places: લોકો વેકેશન કે રજાઓ આવે એટલે ગુજરાત બહાર ફરવા જવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે. આજે આપણે ભારતમા આવેલા ફરવાલાયક બેસ્ટ 15 સ્થળોની માહિતી મેળવીશુ. આ સ્થળો કુદરતી સૌદર્યથી ભરપૂર છે અને ફરવા જવા માટે લોકોની પહેલા પસંદ હોય છે.
India Top 15 Place
જ્યારે ફરવાની જવાની વાત આવે ત્યારે લોકો ના મનમા હિલ સ્ટેશન પહેલી પસંદગી આવતી હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધુ હોય છે એને આ બધા સ્થળોએ ટુરિઝમ ડેવલોપમેન્ટ પણ ઘણું થયું છે. એક એવો વર્ગ હતો જે ફરવા માટે દેશની બહાર ફરવા જવાનું વધારે પસંદ કરતા હતા તે લોકો પણ હવે ભારત દેશમાં જ આવેલા હિલ સ્ટેશનો પ્રત્યે આકર્ષાયા છે. તમે ઓછા ખર્ચમા ભારતના આ હિલ સ્ટેશનોમાં ફરવાની મજા લઇ શકો છો.
લેહ લદાખ Leh Ladakh
લેહ જવા માટે 2 રસ્તા છે. શ્રીનગર થી તમે લેહ જઇ શકો. અને બીજુ મનાલીથી પણ લેહ જઇ શકો. મનાલીથી લેહ જવામા તમારી સફર વધુ રોમાંચીત બનશે. લોકો મનાલીથી બુલેટ લઇને લેહ જવાનુ વધુ પસંદ કરતા હોય છે. લેહમા સુંદર પર્વતો, નદીઓ અને ઝરણાઓ છે. લોકો હવાઇ માર્ગે લે જવાને બદલે બાઇક ટ્રીપથી લેહ જવાનુ વધુ પસંદ કરતા હોય છે.
નૈનીતાલ (ઉત્તરાખંડ)
નૈનીતાલ ઉત્તરાખંડ મા આવેલુ નું પ્રખ્યાત પ્રવાસન સ્થળ .નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ આવો થાય છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર આવેલુ છે. નૈનીતાલ નવા પરણેલા કપલ્સ માટે ફરવા જવા માટે પણ પસંદગીની જગ્યા રહી છે. નૈનીતાલ મા તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય ફેમસ ફરવા લાયક સ્થળો છે. શોપિંગ કરવા માટે અહિં મોલ રોડ પર મોટુ માર્કેટ પણ આવેલુ છે. નેશનલ હાઈવે 87 પરથી તમે નૈનીતાલ જઇ શકો.
શિમલા-મનાલી (હિમાચલ પ્રદેશ)
સામનય રીતે ઉનાળામા ફરવા જવા માટે લોકોની પહેલી પસંદ હોમાચલ પ્રદેશ હોય છે. લોકો સિમલા કે મનાલી ફરવા અજ્વાનુ વધુ પસંદ કરે છે.
શિમલા
શિમલા ને સાત પહાડીઓનું શહેર કહેવામા આવે છે. શિમલા તેના કુદરતી સૌદર્ય માટે ખૂબ જ પ્રસિધ્ધ છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી શિમલા મા માત્ર બરફ જ જોવા મળશે. સીમલા કિન્નોર વિસ્તારમાં લોકો ટ્રેકિંગની મજા ખૂબ માણે છે. લામાં તમે ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જોવા જઈ શકો છો. દિલ્હીથી શિમલા હવાઈ માર્ગે પણ જઈ શકાય છે.
મનાલી
ઉનાળામા ફરવા માટે મનાલી લોકોની પહેલી પસંદ હોય છે. મનાલી શિમલથી અંદાજે 275 કિલોમીટર જેટલુ દુર છે. સુંદર પહાડો વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. મનાલી ની આજુબાજુમા રોહતાંગ પાસ, અટલ ટનલ, સોલાંગ વેલી વગેરે જોવાલાયક સ્થળો છે. મનાલી જવા માટે દિલ્હી થી બાય રોડ બસથી જઇ શકાય છે. અંદાજીત 13-14 કલાકની મુસાફરી મા તમને પહાડીઓ, નદીઓ અને ઝરણાનુ અદભુત સૌદર્ય જોવા મળશે.
શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)
શ્રીનગર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવેલું ધરતી પરનું સ્વર્ગ ગણવામા આવે છે. શ્રીનગરનું નામ લઈએ એટલે આંખો સામે સુંદર મજાના બરફ આચ્છાદિત પહાડો, ખૂબ જ ઊંચા વૃક્ષો અને ડાલ લેક તરત નજર સામે આવી જાય છે. શ્રીનગર ફરવા જવા જવુ તે ધરતી પરના સ્વર્ગની મુલાકાત લેવા સમાન છે. શ્રીનગર શહેર હાઉસ બોટ, હિસ્ટોરિક ગાર્ડન અને ત્યાંની સુંદર મજાની ઘાટીઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ શહેર છે . જેલમ નદીનો કિનારો તમને કયારેય ન ભૂલાય તેવો કુદરતની સુંદરતાનો અનુભવ કરાવે છે.
મસૂરી ( ઉત્તરાખંડ)
મસૂરી ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં આવેલું ફરવા માટે ખૂબ જ ફેમસ હિલ સ્ટેશન છે. મસૂરી તમે જાઓ તો એકતરફ ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો તો બીજી તરફ ઊંડી ખીણો જોવા મળશે. મસૂરીમાં સિઝનની પહેલી બરફવર્ષા મા ફરવાની મજા જ કઈક અલગ હોય છે. મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે. તમે હરિદ્રારમાં થી દહેરાદૂન થઇને સરળતાથી મસૂરી પહોંચી શકાય છે.. મસૂરીમાં મોલ રોડ,કેમ્પ્ટી ધોધ,ગન હિલ, મિસ્ટ લેક ફરવાલાયક સ્થળો આવેલા છે.
ધનૌલ્ટી (ઉત્તરાખંડ)
ધનૌલ્ટી એક હિલ સ્ટેશન છે અને તે ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું રમણીય સ્થળ છે. ધનૌલ્ટી ચંબાથી મસૂરી જવાના રસ્તા પર આવે છે.આ હિલ સ્ટેશન મસૂરીથી માત્ર 24 કિલોમીટરના અંતરે આવેલુ છે.ધનૌલ્ટીમાં તમને દશાવતાર મંદિર,ન્યૂ ટેહરી ટાઉનશીપ,દેઓગઢ ફોર્ટ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. ધનૌલ્ટી જવા માટે હરિદ્રાર રિષીકેશ, દહેરાદૂન, મસૂરી, રૂડકી અને નૈનિતાલથી રોડ માર્ગે જઇ શકાય છે.
શિલોંગ, (મેઘાલય)
મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી રમણીય હિલ સ્ટેશન પૈકી એક છે. શિલોંગ આવીને તમને કુદરતના સાનિધ્યમાં રહેવાનો સુંદર અનુભવ માણી શકો છે. શિલોંગને પૂર્વ ભારતનું સ્કોટલેન્ડ તરીકે ઓળૅખવામા આવે છે. શિલોંગમાં સૌથી ઊંચો ધોધ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. શિલોંગમાં એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યું પોઇન્ટ,લેડી હૈદરી પાર્ક,ગોલ્ફ ફોર્સ,કૈથોલિક કેથેડ્રલ,આર્ચરી જેવા ઘણા જોવા લાયક સ્થળો આવેલા છે. અમરોઈ એરપોર્ટથી શિલોંગ 35 કિલોમીટર જેટલુ દૂર છે. દિલ્હીથી અંદાજે 1500 કિલોમીટરના અંતરે શિલૉંગ આવેલ છે.
દાર્જિલિંગ, (પશ્ચિમ બંગાળ)
દાર્જિલિંગ ને પહાડોની રાણી તરીકે ઓળખવામા આવે છે. નવા મેરીડ કપલ હનીમૂન માટે દાર્જીલીંગ જવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે. અગાઉ દાર્જિલિંગ સિક્કિમનો એક ભાગ હતું. દાર્જીલિંગની સૌથી મોટી ખાસિયત છે કે ત્યાં ચાના બગીચાઓ ખૂબ જ આવેલા છે. ધરતી પર જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેવા સુંદર દ્રશ્યો કહરેબાજુ જોવા મળશે. દાર્જિલિંગ પોતાની ચા ના કારણે ખૂબ જ વિખ્યાત છે. મોસમ જો સાફ હોય તો અહિંથી માઉન્ટ એવરેસ્ટ પણ જોવા મળે છે.
ઊટી (તમિલનાડુ)
તમિલનાડુ મા આવેલુ ઊટી પણ નવા મેરીડ કપલ્સ માટે હનિમૂન માટે પ્રથમ પસંદગી હોય છે. અહીં દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, ચાના બગીચાઓ અને અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહી નીલગીરી પર્વતની હારમાળા આવેલી છે. ડોડાબેટ્ટા પિક, બોટોનિકલ ગાર્ડન, નિલગીરી માઉન્ટેઇન રેલ અને ઊટી ઝીલ ત્યાંના જોવાલાયક સ્થળો પૈકીના એક છે. ઊટી થી નજીક કોઇમ્બતુર એરપોર્ટ છે જે 100 કિલોમીટરના અંતરે આવેલું છે.
માથેરાન (મહારાષ્ટ્ર)
માથેરાન મહારાષ્ટ્ર મા આવેલુ રમણીય હિલ સ્ટેશન છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ‘માથેરાન’ આવેલ છે. માથેરાન ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન ગણવામા આવે છે. માથેરાન દુનિયાના એવા સ્થળોમાનું એક છે જ્યા અન્ય કોઈ પણ પ્રકારના વાહન લઈ જઈ શકાતા નથી. માથેરાન જવા માટે તમારે ટોય ટ્રેનમાં સવાર થઇ જવુ પડે છે. આ ટોયટ્રેન ખત્તરનાક રસ્તાઓમાથી પસાર થાય છે જે તમારા પ્રવાસને વધુ રોમાચિંત બનાવે છે.માથેરાનમાં અન્ય વાહનો અને પ્લાસ્ટિક બેગ લઈ જવા પર પ્રતિબંધ છે જેથી આ સ્થળે પ્રદૂષણ બીલકુલ જોવા મળતું નથી.
મુન્નાર (કેરળ)
મુન્નાર હિલ સ્ટેશન દક્ષિણ ભારતમા કેરળમા આવેલુ છે. આ હિલ સ્ટેશન પ્રવાસીઓને ધરતી પરના સ્વર્ગનો અનુભવ કરાવે છે. લોકો અહિં ટ્રેકિંગ અને માઉન્ટેન બાઈકિંગ ની મજા ખૂબ માણે છે. અહીંથી મદુરાઇ એરપોર્ટ 140 કિલોમીટર દૂર આવેલુ છે તો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ 190 કિલોમીટર જેટલુ દૂર આવેલુ છે.
કુન્નુર (તમિલનાડુ)
જો તમે ઊટી સુધી ફરવા ગયા છો તો કુન્નુર ત્યાથી ખૂબ જ નજીક આવેલુ રમણીય સ્થળ છે. આ સ્થળ નીલગીરી પર્વત પર આવેલુ છે. આ સ્થળ ઊંચા પહાડો અને ચા અને કોફીના બગીચાઓ વચ્ચે ઘેરાયેલ છે હેરિટેજ ટ્રેન, વેલિંગ્ટન ગોલ્ફ કોર્સ, હાઇ ફિલ્ડ ટી ફેકટરી અહીં ફરવાલાયક સ્થળો આવેલા છે .ઊટી સુધી પહોંચવા ટોય ટ્રેનની પણ સુવિધા પ્રવાસીઓને મળે છે.
માઉન્ટ આબુ (રાજસ્થાન)
ગુજરાતીઓને જ્યારે વીક એન્ડમા ફરવા માટેનુ કોઈ આયોજન કરવુ હોય તો તેમની પહેલી પસંદગી માઉન્ટ આબુ હોય છે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલુ સુંદર હિલ સ્ટેશન છે. અહી કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિ પણ મળે છે. માઉન્ટ આબુને ઋષિમુનિઓ નું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે.ગુરુશિખર, નક્કી લેક,દેલવાડાના દેરા, સનસેટ પોઈન્ટ સહિત અહી ઘણા જોવા લાયક સ્થળો છે.
સાપુતારા (ગુજરાત)
ગુજરાતનુ એકમાત્ર હિલ સ્ટેશન એટલે ડાંગ જિલ્લામા આવેલુ સાપુતારા. સાપુતારા મહારાષ્ટ્રની સરહદે આવેલુ છે. ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં ફરવાની મજા ચોમાસાની સિઝનમાં ખૂબ જ આવે છે.ચોમાસામાં સાપુતારાનું સૌદર્ય સોળ કળાએ ખીલી ઉઠી છે.સાપુતારાને ગુજરાતનું ચેરાપુંજી કહિ શકાય. સાપુતારા જવાનો રસ્તો તમારા સફરને રોમાંચિત બનાવી દે છે.સાપુતારાના વળાંક વાળા રસ્તા પર પ્રવાસીઓને ડર તો લાગે છે પરંતું તેમા મુસાફરી કરવાની મજા પણ કઇક આલ્ગ જ હોય છે. સાપુતારાના રસ્તાના સૌદર્યને સારી રીતે માણવું હોય તો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી જોઈએ. આ ટ્રેન ડાંગના વધઈ સુધી જાય છે. વધઈથી સાપુતારા 50 કિલોમીટર દૂર આવેલુ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
2 thoughts on “India Top 15 Place: કુદરતી સૌદર્યથી ભરપૂર આ છે ભારતના ફરવાલાયક બેસ્ટ 15 સ્થળો”