Dekho Apna Desh: ભારતમા ફરવા લાયક બેસ્ટ સ્થળો માટે વોટ કરો, ટુરીઝમ વિભાગનુ સર્ટી. મેળવો

Dekho Apna Desh: દેખો અપના દેશ: ભારતમા અનેક પર્યટન સ્થળો આવેલા છે. ભારત એક મુખુ પર્યટન સ્થળ બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આપણને ભારતમા કયા કયા જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે તેનો ખ્યાલ પણ હોવો જોઇએ. ભારતમા આવેલા પર્યટન સ્થળો નો વિકાસ થાય અને ટુરીઝમ સ્થળોને લોકો જાણે તે માટે ટુરીઝમ વિભાગ દ્વારા Dekho Apna Desh અન્વયે વોટીંગ ચાલુ કરવામા આવ્યુ છે. જેમા તમારે તમારા ફેવરીટ પર્યટન સ્થળ ને વોટ આપવાનો છે. આ વોટીંગ કઇ રીતે આપશો અને તેનુ સર્ટીફીકેટ કઇ રીતે ડાઉનલોડ કરવુ તેની પ્રોસેસ જાણવા માટે આ આર્ટીકલ પુરો વાંચો.

Dekho Apna Desh

પર્યટન વિભાગની વેબસાઈટ પર જઈને લોકો પોતાના ફેવરીટ ટુરીઝમ સ્થળ ને પોતાનો મત આપી શકશે. આ વોટિંગ 7 માર્ચ થી શરૂ કરવામા આવ્યુ છે જે આગામી મહિનાની 30 તારીખ સુધી ચાલું રહેનાર છે. તો તમે પણ આ સર્વેમાં ભાગ લઈને તમારા ફેવરીટ પ્રવાસન સ્થળો ને વોટ આપી શકો છો. ભારતમાં આવેલા તમારી પસંદગીના પર્યટન સ્થળ માટે વોટ કરો. દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ 2024 તમારા માટે અવાજ ઉઠાવવા અને ભારતમાં પર્યટનના ભવિષ્યને અસરકર્તા બનાવવાનો અવસર છે. તમારો વોટ આપવા માટે અહિં કલીક કરો.

આ સર્વે અંતર્ગત ભારતમાં અને ભારતની બહાર રહેતા વ્યક્તિઓ પોતાના ફેવરીટ પ્રવાસન સ્થળોને વોટ આપી શકશે. ભારતમાં રહેતા લોકો એ વોટ આપવા માટે ભારતીય મોબાઈલ નંબર આપવાનો રહેશે અને ભારત બહાર રહેતા લોકો એ એક ઈમેલ આઈડી આપી વોટ આપી શકસે. પ્રતિભાગી દરેક મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક વાર જ વોટ આપી શકશે. ભારતમાં રહેતા દરેક પ્રતિભાગીઓને તેમના મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામા આવશે અને ભારત બહાર રહેતા લોકોને તેમના ઈમેલ આઈડી પર ઓટીપી આવશે.

આ પણ વાંચો: ગુજરાત હિલ સ્ટેશન: આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન

દેખો અપના દેશ

દેખો અપના દેશ અંતર્ગત તમારો વોટ આપવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ તમારૂ નામ, મોબાઇલ નંબર, રાજય વગેરે જેવી વિગતો નાખી લોગીન કરો.
  • ત્યારબાદ તમને 5 કેટેગરી જોવા મળશે.
  • Spiritual (આધ્યાત્મિક )
  • Cultural & Heritage (સાંસ્કૃતિક પરંપરા)
  • Nature & Wildlife(પ્રકૃતિ-વન્ય જીવન)
  • Adventure(પ્રાકૃતિક)
  • Other(અન્ય)

આ 5 કેટેગરીમાથી કોઇ એક કેટેગરી સીલેકટ કરો. તમને જે પ્રવાસન સ્થળ પસંદ હોય તે જે કેટેગરી મા આવતુ હોય તે મુજબ સીલેકટ કરો.

  • ત્યારબાદ તમને પસંદ હોય તેવા 3 પ્રવાસન સ્થળ ના નામ લખવાના રહેશે અને ત્યા તમને શું પસંદ આવ્યુ તે સીલેકટ કરવાનુ રહેશે.
  • ત્યારબાદ તમે ભવિષ્યમા મુલાકાત લેવા માંંગતા હોય તેવા 3 સ્થળો ની માહિતી આપવાની રહેશે.
  • છેલ્લે સબમીટ કરતા તમારા નામનુ સર્ટીફીકેટ ડાઉનલોડ થઇ જશે.

આ સર્વે મા ભાગ લેનાર લોકોને એક સર્ટીફીકેટ પણ આપવામા આવશે. તમે આ સર્ટી. ને સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકશો. સૌથી વધારે વોટ મળવાના આધાર પર પર્યટન સ્થળનો નિર્ણય લેવામાં આવશે. ભાગ લેનારા વિજેતાની પસંદગી અને પુરસ્કાર પણ આપવામા આવશે. ભાગ લેનારા પ્રતિભાગીઓ પૈકી લકી ડ્રો દ્વારા વિજેતાની પસંદગી કરવામા આવશે.

ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા હોવા જોઈએ. પ્રતિભાગીઓએ આ સર્વેના નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન ભાગ લેનારાએ ખોટી માહિતી સબમીટ કરવી નહિ. ભાગ લેનારા લોક આ મતદાન પ્રક્રિયાનો ઉપયોગ કોઈ પણ ગેરકાયદેસર, ભ્રામક, દુર્ભાવનાપૂર્ણ અથવા ભેદભાવપૂર્ણ કરવા માટે કરશે નહીં.

અગત્યની લીંક

Dekho Apna Desh સર્વે ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Dekho Apna Desh People Choise survey માટે વોટ કરવાની છેલ્લી તારીખ શું છે ?

30 એપ્રીલ 2024

1 thought on “Dekho Apna Desh: ભારતમા ફરવા લાયક બેસ્ટ સ્થળો માટે વોટ કરો, ટુરીઝમ વિભાગનુ સર્ટી. મેળવો”

Leave a Comment

error: Content is protected !!