ઠંડીની આગાહિ: હવામાન વિભાગ: શિયાળાની ઋતુ પુરી થવાને આરે છે પરંતુ ચાલુ વર્ષે જોઇએ તેવી ઠંડી જોવા મળી નથી. આ વર્ષે ઉતર પર્વતીય પ્રદેશોમા હિમવર્ષા ઓછી થવાને લીધે કડકડતી ઠંડીનો અનુભવ થયો નથી. એવામા ફેબ્રુઆરી મા કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે તેવી આગાહિ સામે આવી છે. સાથે સાથે હવામાન નિષ્ણાંતો કમોસમી વરસાદ ની પણ આગાહિ કરી રહ્યા છે.
ઠંડીની આગાહિ
2024 ના વર્ષ ની શરૂઆત વાતાવરણના પલટા સાથે થઈ છે. શિયાળો હોવા છતા ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ જેવી ત્રેવડી ઋતુ નો અનુભવ લોકોને થઇ રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાતમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડી આખી ઋતુ મા પડી જ નથી. ત્યાં કમોસમી વરસાદ એટલે કે માવઠુ થવાની આગાહી આવી જાય છે. આવામાં ફરીથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે. તેના બાદ કડકડતી ઠંડી નો રાઉન્ડ આવશે તેવી હવામાન નિષ્ણાંતો આગાહિ કરી રહ્યા છે. આગામી બે દિવસ બાદ ઠંડી વધે તેવી આગાહિ આપવામા આવી છે.
આ પણ વાંચો: પીએમ સુર્યોદય યોજના: 300 યુનીટ ફ્રી વિજળી, વર્ષે થશે 12 થી 15 હજારની આવક; 60% સબસીડી
ફેબ્રુઆરી મહિનામાં જેમ કમોસમી વરસાદ ની આગાહિ કરવામા આવી છે તે જ રીતે ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 5 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ બને તેવી શકયતા છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે ઠંડી મા ઘટાડો થયો છે અને તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બને તેવી શકયતા છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકે તેવી શકયતા છે. કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે અને ખેતીના પાકને નુકશાન જવાની ભિતી સેવાઇ રહી છે. જોકે, આ માવઠુ સમગ્ર ગુજરાત પર અસર કરશે તેવી આગાહિ આપવામા આવી છે.
આ પણ વાંચો: Gujarat Hill Station: આબુ મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી, આ છે ગુજરાતનુ બેસ્ટ હિલ સ્ટેશન
હવામાન આગાહિ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થાય તેવી આગાહિ આપવામા આવી છે.
ભર શિયાળે હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે. પરંતું હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ ફરીથી આવે તેવી શકયતા રહેલી છે. તેમણે કહ્યું કે, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી નીચો જશે.
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |