Ambaji Prasad Online: હવે ઘરેબેઠાં મંગાવો અંબાજીનો પ્રસાદ, જાણો ઓનલાઇન પ્રોસેસ

Ambaji Prasad Online: અંબાજી પ્રસાદ ઓનલાઇન: ગુજરાતમા આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે લાખો શ્રધ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અંબાજી મંદિરના મોહનથાળ અને ચીક્કી ના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. હવેથી ભક્તો ઘરેબેઠા અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઇન મંગાવી શકે છે. આ માટે ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામા આવી છે. ચાળો જાણીએ અંબાજી મંદિરના પ્રસાદનો ઓનલાઇન ઓર્ડર કઇ રીતે કરશો ? તેનુ પેમેન્ટ કઇ રીતે કરશો ? અને આ પ્રસાદ તમને કઇ રીતે મોકલવામા આવશે અને કેટલા દિવસમા તમને પ્રસાદ ઘરે મળશે ?

Ambaji Prasad Online

તમે જો અંબાજી રૂબરૂ દર્શન કરવા ન પહોંચી શકો તો પણ હવેથી ઘરેબેઠા અંબાજી મંંદિરનો પ્રસાદ ઓનલાઇન મેળવી શકસો. ઘરેબેઠા ઓનલાઇન અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદનો ઓર્ડર કરી શકસો. આ પ્રસાદ તમને કુરીયર દ્વારા મોકલવામા આવશે. તેવી વ્યવસ્થા મંદિર ના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામા આવી છે.

યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકસે. આ ઓનલાઇન પ્રસાદની સેવા પુરી પાડનાર એજન્સી પ્રસાદનું પેકિંગ ઈકો ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે.

આ પણ વાંચો: Gujarat Hill Station: આબુ મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી, આ છે ગુજરાતનુ બેસ્ટ હિલ સ્ટેશન

કઇ રીતે કરશો ઓર્ડર ?

અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઈટ www.ambajitemple.in મારફત તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકો છો. તેના માટે યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાઇન પેમન્ટ કરવાનુ રહેશે. અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઈટ મારફત ઓનલાઇન ઓર્ડર અને પેમેન્ટ થયા બાદ પ્રસાદ કુરીયર દ્વારા મોકલવામા આવશે. હાલ પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચીકી પ્રસાદનું ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ રાખવામા આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવે છે.

કેટલા દિવસમા મળશે પ્રસાદ ?

અગાઉ કલેક્ટર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરવામા આવશે. ઓનલાઇનથી શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા કુરિયર મારફતે મળે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઇટ પરથી પ્રસાદનો ઓનલાઇન ઓર્ડર અને પેમેન્ટ કર્યા બાદ 3 થી 4 દિવસમા કુરીયર મારફત પ્રસાદ આપના સરનામે મળી જશે.

અગત્યની લીંક

અંબાજી મંદિર ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Ambaji Prasad Online
Ambaji Prasad Online

અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.ambajitemple.in

1 thought on “Ambaji Prasad Online: હવે ઘરેબેઠાં મંગાવો અંબાજીનો પ્રસાદ, જાણો ઓનલાઇન પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!