Train Coach: ટ્રેનમા 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા શું સુવિધાઓ મળે ?

Train Coach: આજકાલ લોકો લાંબી મુસાફરી માટે રેલવે ને પ્રથમ પસંદગી આપતા હોય છે. ટ્રેન મા આપણે 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC આવા શબ્દો અવારનવાર સાંભળતા હોઇએ છીએ. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ બધામા શું તફાવત હોય ? દરેક કલાસના ભાડામા અને આપવામા આવતી સુવિધાઓ મા શું તફાવત હોય ? ચાલો જાણીએ કે 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા કેવી કેવી સુવિધાઓ આપવામા આવે અને તેના દરેકના ભાડામા શું તફાવત હોય ?

Train Coach

Table of Contents

ભારતીય રેલવે ટ્રેન ભારતમાં આરામ દાયક મુસાફરી માટેનું સૌથી સસ્તું માધ્યમ છે. દેશભરમાં કરોડો લોકો મુસાફરી માટે ટ્રેનો નો ઉપયોગ કરે છે. ભારતીય રેલવે નુ નેટવર્ક સમગ્ર દેશમા પથરાયેલુ છે. ભારતીય રેલવેનું વિશાળ નેટવર્ક સમગ્ર દેશમાં પથરાયેલુ છે. આ કારણથી જ ભારતીય રેલવેને મુસાફરી માટે દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, જો કે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે એડવાન્સ ટીકીટ બુક કરાવવી જરૂરી છે. એમા પણ વેકેશન મા તમે કયાય જવાનો પ્લાન કરતા હોય તો અગાઉથી ટીકીટ બુક કરાવવી પડશે અન્યથા બુકીંગ મળતુ નથી.

મુસાફરી માટે જ્યારે ટીકીટ બુક કરાવીએ છીએ ત્યારે ટીકીટ બૂક કરતી વખતે જુદા-જુદા પ્રકારના ક્લાસના ઓપ્શન જોવા મળે છે, જેવા કે જનરલ, સ્લીપર, થર્ડ એસી , સેકંડ એસી, ફર્સ્ટ એસી વગેરે. ટૂંકમાં મુસાફરો તેમની સુવિધા અનુસાર કોઈ પણ પ્ર્કારના ક્લાસની ટિકિટ બૂક કરી શકે છે. પણ તમને એ ખબર નહિ હોય કે આ થર્ડ એસી, સેકંડ એસી, ફર્સ્ટ એસી મા શું તફાવત છે. એસીના ત્રણેય ક્લાસમાં શું ફરક હોય અને તેના ભાડામા શું તફાવત હોય તે બાબતે આજે માહિતી મેળવીએ.

આ પણ વાંચો: કેરીના ભાવ: કેરીની આવક મા થયો વધારો, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

3rd ક્લાસ AC

થર્ડ કલાસ એસી કોચ સંપૂર્ણ રીતે સ્લીપર ક્લાસ જેવી જ હોય છે. આ બંનેમાં એસી નો તફાવત જ મુખ્ય છે. આ બંને કોચની સીટ ની બનાવટ પણ સરખી જ હોય છે. થર્ડ એસી બર્થની સીટો 3-3-2 ના આધારે હોય છે.

2nd કલાસ AC

સેકંડ એસીની બનાવટ થર્ડ એસીની સરખામણીમાં જોઇએ તો થોડી અલગ હોય છે. સેકન્ડ એસીમાં બેઠક ક્ષમતા પણ ઓછી હોય છે, આ કારણે જ તેમાં ભીડ ઓછી હોય છે. સેકંડ એસીમાં સીટ 2-2-2 ના આધારે હોય છે. તેનુ ભાડુ થર્ડ એસી કરતા વધુ હોય છે. અને થોડી સુવિધાઓ પણ તેના કરતા વધુ હોય છે. ભીડ ઓછી હોવાને લીધે ટોઇલેટ મા પણ વધુ સ્વસ્ચ્છતા હોય છે.

1st કલાસ AC

ફર્સ્ટ કલા એસી ખૂબ ઓછા લોકો બુકીંગ કરાવતા હોય છે. પરંતુ જો તમારે ખૂબ લાંબી મુસાફરી કરવાની છે, તો આ ટ્રેન નો આ કલાસ ખૂબ ઉપયોગી છે. કારણ કે માત્ર અત્યંત લાંબા અંતરની ટ્રેનમાં જ ફર્સ્ટ એસીનો કોચ ઉપલબ્ધ હોય છે. ફર્સ્ટ એસી કોચનું ભાડું પણ ખૂબ વધારે હોય છે. ફર્સ્ટ એસી કોચમાં 2 અને 4 સીટર બર્થ હોય છે. આમાં 4 બર્થવાળાને કેબિન અને 2 બર્થ વાળાને કૂપ કહેવામાં આવે છે. જેમા તમારા પર્સનલ રૂમ જેવું લાગે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Train Coach
Train Coach

2 thoughts on “Train Coach: ટ્રેનમા 1st કલાસ AC, 2nd કલાસ AC અને 3rd ક્લાસ AC મા શું સુવિધાઓ મળે ?”

Leave a Comment

error: Content is protected !!