કીવી ખાવાના ફાયદા: કીવી ફળ ખાવાથી થાય છે અદભુત ફાયદા, હ્રદય થી માંડી તાવ મા પણ છે ફાયદાકારક

કીવી ખાવાના ફાયદા: Kiwi Benefits: કોરોના બાદ લોકો ફૃટ ના સેવન તરફ વળ્યા છે. અનેક ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રેગન ફૃટ, કીવી, સફરજન જેવા અનેક ફળો મા ભરપૂર પોષક તત્વો રહેલા હોય છે. ફળો ના સેવન થી આપણે ઘણા પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. આવુ જ એક સ્વાદ મા ખાટુ મીઠુ લાગતુ ફળ એટલે કીવી.

કીવી ખાવાના ફાયદા

ફળોનું સેવન આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે. પો।ષક તત્વોથી ભરપૂર ફળ આપણા સ્વાસ્થ્યને સારૂ બનાવે છે. કેટલાક એવા ફળ હોય છે જેના ખાસ ગુણો હોય છે અને તેમા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ ફળોમાંથી એક છે કીવી. કીવી ફળ તો સૌ કોઇએ જોયુ જ હશે. સ્વાદમા ખાટુ અને મીઠુ લાગનાર આ ફળની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. આ ફળની વિશેષતા એ છે કે તમે તેનું સેવન છાલની સાથે કે છાલ વગર પણ કરી શકો છો. તેનો ખાટો-મીઠ્ઠો સ્વાદ સૌ કોઇને ખુબ પસંદ આવે છે. કીવી ના રેગ્યુલર સેવન થી ઘણી બીમારીઓ દૂર રહે છે. આએજ આપણે કીવી ફળ ખાવાના ફાયદા વિશે જાણીશુ.

  • પોષક તત્વોથી ભરપૂર: કીવીમાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન ઈ અને પોલીફેનોલ્સ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. સાથે કીવીમાં કેલેરી ખુબ ઓછી હોય છે, તેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ ફળ ખાસ ઉપયોગી છે.
  • આંખો નુ તેજ વધારેઃ કીવી નુ સેવન કરવાથી આંખોની રોશની અને તેજ વધે છે. આંખે ધૂંધળુ દેખાતુ હોય તેવા લોકો માટે કીવી ખાસ ઉપયોગી છે.
  • ઇમ્યુનિટી વધારે: જે લોકોની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનીટી નબળી હોય તેમને સીઝનલ બીમારી ઓ વારંવાર થાય છે. ઇમ્યુનીટી વધારવા માટે કીવી નુ સેવન કરવુ જોઇએ. કીવી મા રહેલુ વીટામીન સી ઇમ્યુનીટી વધારવા ઉપયોગી છે. તેથી કીવી નુ નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે.
  • તાવમાં ફાયદાકારક: કીવી મા રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો ને લીધે તાવ મા ખૂબ ઉપયોગી બને છે. ખાસ કરીને ડેન્ગ્યુ મા જયારે પ્લેટલેટસ ઘટતા જતા હોય ત્યારે પ્લેટલેટસ વધારવા માટે ડોકટર કીવી ખાવાની સલાહ આપે છે.
  • હાર્ટ સ્વસ્થ રાખે: કીવીનું સેવન કરવાથી હાર્ટ નુ સ્વાસ્થ્ય સારૂ રહે છે. તેમાં રહેલ ફાઇબર અને પોટેશિયમ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને ધમનીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે.
  • કબજીયાત મા રાહત: દરરોજ કીવી નુ સેવન કરવાથી કબજીયાત મા રાહત રહે છે. કીવી મા પેટ સાફ કરવાના ગુણ ને લીધે કબજીયાત સામે રાહત રહે છે. જે લોકોને કબજીયાત ની તકલીફ રહેતી હોય તેમણે દરરોજ કીવીનુ સેવન કરવુ જોઇએ.

આ પણ વાંચો: Gujarat Hill Station: આબુ મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી, આ છે ગુજરાતનુ બેસ્ટ હિલ સ્ટેશન

કયારે સેવન કરવુ ?

દરેક ફળ નુ સેવન અક્રવાનો એક ચોક્કસ સમય હોય છે. તે સમયે જો ફળનુ સેવન કરવામા આવે તો વધુ ફાયદાકારક રહે છે. કીવી ફળ તમારે સવારે કે સાંજે ખાવાને બદલે સવારે 10 થી 12 ની વચ્ચે ખાવા જોઇએ. કીવીમા ભરપૂર પ્રમાણમા પોષક તત્વો રહેલા હોય છે. જે સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે. જો કે ખાલી પેટે પણ કીવી ખાઇ શકાય. પરંતુ સવારે ખાલી પેટ ખાટા ફળોને સેવન કરવાથી એસીડીટી થઇ શકે છે. તેથી સવારે નાસ્તો કર્યા બાદ કીવી ખાવુ બેસ્ટ સમય રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
કીવી ખાવાના ફાયદા
કીવી ખાવાના ફાયદા

કીવી ફળ કયારે ખાવુ જોઇએ ?

કીવી ફળ સવારે નાસ્તો કર્યા બાદ ખાવુ જોઇએ.

1 thought on “કીવી ખાવાના ફાયદા: કીવી ફળ ખાવાથી થાય છે અદભુત ફાયદા, હ્રદય થી માંડી તાવ મા પણ છે ફાયદાકારક”

Leave a Comment

error: Content is protected !!