પંચગની હિલ સ્ટેશન: ગુજરાતને અડીને આવેલુ બેસ્ટ હિલ સ્ટેશન, ફિલ્મોનુ થાય છે શુટીંગ

પંચગની હિલ સ્ટેશન: Panchgini Hill Station: લોકો ઉનાળાની રજાઓમા અને ગરમીઓ મા ઊંચાઇ પર આવેલા સ્થળોએ ખાસ ફરવા જતા હોય છે. આપણા ગુજરાત મા પણ ઘણા હિલ સ્ટેશન આવેલા છે. આવુ જ એક ગુજરાતને અડીને મહારાષ્ટ્ર મા આવેલુ હિલ સ્ટેશન એટલે પંચગની હિલ સ્ટેશન. આ હિલ સ્ટેશન તેની વિશેષતાઓ માટે ખાસ જાણીતુ છે. ખાસ કરીને અહિંં ફિલ્મોનુ શુટીંગ થાય છે. તેથી આ સ્થળ પ્રાકૃતિક રીતે કેટલુ સુંદર હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

પંચગની હિલ સ્ટેશન

ગુજરાતીઓ રજાઓમા ફરવાના ભારે શોખ ધરાવતા હોય છે. ભારતમાં પણ એકથી એક ચડિયાતા પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના હિલ સ્ટેશનો ફરવા માટે પ્રવાસીઓની પહેલી પસંદગી હોય છે. આવા જ એક ખૂબ ફેમસ હિલ સ્ટેશન વિશે આજે આપણે વાત કરીશું. આ હિલ સ્ટેશન ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશનોની યાદીમાં આવે છે. આ એક એવું હિલ સ્ટેશન છે જ્યાં કેટલીયે ફિલ્મોનું શુટિંગ કરવામા આવ્યુ છે આ ઉપરાંત અભિનેતા આમીર ખાનનું ઘર પણ અહીં આવેલુ છે.

આ પણ વાંચો: PM સ્વનિધિ યોજના: આ યોજના મા મળે છે કોઇ ગેરંટી વગર 50 હજારની લોન, આધાર કાર્ડ ને આધારે મળતી લોન

આપણે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છે તે છે મહારાષ્ટ્ર મા સહયાદ્રી પર્વતમાળા વચ્ચે વસેલું એક ખુબ સુંદર હિલ સ્ટેશન. જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. પંચગની નામનું આ હિલ સ્ટેશન મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલુ છે. અહીંના ઘરોમાં તમને આજે પણ અંગ્રેજોના જમાનાનું આર્કિટેક્ચર કલ્ચર જોવા મળશે. હકીકતમાં અંગ્રેજો ના સમયમા તેઓ અહીં રજાઓ ગાળવા આવતા હતા. સારા હિલ સ્ટેશન ઉપરાંત અહીંનું આર્કિટેક્ચર કલ્ચર પણ જોવા લાયક છે. પંચગની આ ઉપરાંત એજ્યુકેશન હબ તરીકે પણ ઘણુ ફેમસ છે.

પંચગની હિલ સ્ટેશન ફરવા માટે સ્થાનિક લોકોનું ફેવરિટ સ્થળ છે. આ ઉપરાંત ગુજરાતથી પણ અનેક પ્રકૃતિપ્રેમી લોકો આ હિલસ્ટેશને પ્રાકૃતિક સૌદર્ય ને માણવા માટે જતા હોય છે. અહીંનો સિડની પોઈન્ટ પર્યટકો માટે ખુબ રમણીય જગ્યા છે. અહીં બેસીને તમે સીધો ધોમ ડેમનો અદભુત નજારો જોઈ શકો છો. જેના કારણે આ પોઈન્ટ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બની જાય છે. પંચગની ક્યારે ફરવા માટે જવું તેની માહિતી મેળવીએ.

પંચગની ફરવા જવા માટે બેસ્ટ ટાઈમ ઠંડીની ઋતુ કે ગરમીની શરૂઆત એ બેસ્ટ સમય હોય છે. જો તમે સપ્ટેમ્બરથી લઈને મે મહિનાની શરૂઆત સુધીમા પંચગની હિલ સ્ટેશન ફરવા જશો તો તમને ખુબ મજા આવશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન અહીં ખુબ ઠંડી પડતી હોય છે. અહિંં તમારે ઠંડી ની મજા માણવી હોય તો તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં જઈ શકો છો.

આ પણ વાંચો: CSK New Jersey: IPL મા ધોની સેના જોવા મળશે નવા રૂપમા, ચેન્નઇ સુપર કિંગ્સની નવી જર્સી ડીઝાઇન ડીકલેર

આ સ્થળ મુંબઈથી નજીક હોવાના લીધે પંચગની હિલ સ્ટેશન બોલીવુડ ના સિતારાઓ માટે પ્રિય સ્થળ છે. આમીર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘તારે ઝમીન પ’રનું શુટિંગ આ હિલ સ્ટેશન પર જ કરવામા આવ્યુ હતુ. અહીંની ‘ન્યૂ એરા હાઈસ્કૂલ’માં ફિલ્મનું શુટિંગ થયું હતું. આ ઉપરાંત ‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મનું શુટિંગ પણ અહિંંકરવામા આવ્યુ હતુ. પંચગનીની બિલકુલ નજીક બીજુ હિલ સ્ટેશન છે મહાબળેશ્વર. ત્યાં પણ ફિલ્મોનું શુટિંગ કરવામા આવે છે.

જો તમે ફ્લાઈટ દવારા પંચગની જવા માંગતા હોવ તો પુનાનું લોહેગામ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ થાય છે. પુનાથી રોડ માર્ગે પંચગની જઈ શકાય છે. આ ઉપરાંત પંચગની જવા માટે પુના, મુંબઈ, મહાબળેશ્વર, અને સતારાથી બસ સુવિધા પન ઉપલબ્ધ છે. અહીંના રસ્તા સારા છે અને તમે કાર દ્વારા પણ જઈ શકો છો. આ ઉપરાંત ટ્રેનથી જવું હોય તો નજીકનું સ્ટેશન સતારા છે. પરંતુ અહીં પહોંચવા માટે લોકો પુના રેલવે સ્ટેશનને વધુ પસંદ કરે છે. કારણ કે દેશના અન્ય સ્થળો સાથે કનેક્ટિવિટી સારી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

પંચગની હિલ સ્ટેશન કયા આવેલુ છે ?

મહારાષ્ટ્ર ના સતારા જિલ્લામા

1 thought on “પંચગની હિલ સ્ટેશન: ગુજરાતને અડીને આવેલુ બેસ્ટ હિલ સ્ટેશન, ફિલ્મોનુ થાય છે શુટીંગ”

Leave a Comment

error: Content is protected !!