પહાડો કી રાની: આ હિલ સ્ટેશન નથી જોયુ તો કઇ નથી જોયુ, ફરવા જાવ તો આ 5 જગ્યા ખાસ મુલાકાત લેજો

પહાડો કી રાની: મસૂરી હિલ સ્ટેશન: ઉનાળા નુ વેકેશન એટલે ગરમીઓ થી રાહત મેળવવા માટે હિલ સ્ટેશનો મા ઠંડી હવામા ફરવા નુ વેકેશન. ઉનાળાની ગરમીઓ આવતા જ લોકો ઠંડા પ્રદેશો મા ફરવા નીકળી પડતા હોય છે. ઉનાળામા ફરવા માટે શીમલા, મનાલી, મસૂરી, આબુ, હરિદ્વાર, સાપુતારા જેવા હિલ સ્ટેશનો લોકોની પહેલી પસંદગી હોય છે. એમ અપણ લોકો ઉનાળામા ફરવા માટે મનાલી, હિમાચલ પ્રદેશ અથવા ઉતરાખંડ મા હરિદ્વાર ખાસ પસંદગી હોય છે.

પહાડો કી રાની

ઉનાળાની ગરમીઓ મા લોકો ફરવા જવા માટે 2 જગ્યા ની વધુ પસંદગી કરે છે. હિમાચલ પ્રદેશ અથવા ઉતરાખંડ. હિમાચલ પ્રદેશ મા લોકો મનાલી, કુલૂ કે શીમલા જવાનુ વધુ પસંદ કરે છે. તો ઉતરાખંડ મા હરિદ્વાર અને તેની આજુ બાજુ મા આવેલા સ્થળો જેવા કે મસૂરી વગેરે લોકોની પહેલી પસંદગી હોય છે.

ઉનાળાની ગરમીઓ મા ફરવા માટે મસૂરી બેસ્ટ હિલ સ્ટેશન છે. મસૂરી ને પહાડો કી રાની તરીકે પન ઓળખવામા આવે છે. મસૂરી તેનુ કુદરતી સૌદર્ય, શાંત વાતાવરણ અને મનમોહક નઝારા માટે જાણીતુ છે. મસૂરી ફરવા જતા લોકોએ તેના પ્રાકૃતિક સૌદર્ય ને માણવા માટે આ 5 જગ્યાઓ ખાસ જોવી જોઇએ. તેનાથી તમારી મસૂરી ની સફર વધુ આનંદદાયક બની જશે. મસૂરી ફરવા જવા માટે એપ્રીલ-મે મહિનો બેસ્ટ ગણવામા આવે છે. આ સમયમા તમને કુદરતી સૌદર્ય પણ જોવા મળશે અને ભરપૂર માનવ મહેરામણ પન જોવા મળશે.

આ પણ વાંચો: Hill Station: ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ પર આવેલુ આ છે અદભુત હિલ સ્ટેશન

મોલ રોડ મસૂરી

કોઇ પણ જગ્યાએ પર્યટન સ્થળોએ જાવ ત્યાની ખરીદી માટેની બજાર ત્યાનુ મુખ્ય આકર્ષણ હોય છે. મસૂરી મા ખરીદી માટે ખાણી પીણીની બજાર માટે મોલ રોડ આવેલ છે. લોકો ત્યાના માર્કેટ માથી ગરમ કપડાઓની અને ત્યાની સ્થાનીક પ્રસિધ્ધ વસ્તુઓની ખરીદી કરવાનુ ચૂકતા નથી.

કેમ્પ્ટી ફોલ્સ

મસૂરી મા આ સ્થળ ખૂ જ ફેમસ છે. કેમ્પ્ટી ફોલ્સ ની મુલાકાત વગર મસૂરી ની સફર અધૂરી ગણાય છે. મસૂરીની શાનદાર ખીણોથી ઘેરાયેલુ આ સ્થળ 45000 ફૂટ ની ઊંચાઇએ આવેલુ છે. તીને લીલીછમ ટેકરીઓ અને વાદળછાયા વાતાવરણ ની વચ્ચે અહિંનો ધોધ પ્રવાસીઓ ને કુદરતી સૌદર્ય નો અહેસાસ કરાવે છે. કેમ્પ્ટી ફોલ મસૂરીથી 15 કીમી ના અંતરે આવેલુ છે.

ભટ્ટા ફોલ્સ

મસૂરીથી 10 કીમી દૂર આવેલો આ ભટ્ટા ફોલ્સ પણ ફરવા માટે બેસ્ટ સ્થળ છે. તે 1880 મીટર ઉંચાઇ પર આવેલ છે. મસૂરી જતા પ્રવાસીઓ માટે ભટ્ટા ફોલ્સ એ મુખ્ય પીક્નીક સ્પોટ છે. અહિં પર્યટકો તળાવ મા મોજ મસ્તી સાથે સ્નાન કરવાનુ પસંદ કરે છે. અહિં પ્રવાસે જતા લોકો પોતાનુ બપોરનુ જમવાનુ સાથે લઇ જાય છે કારણ કે અહિં જમવા માટે ખાસ કોઇ મોટી રેસ્ટોરન્ટ ઉપલબ્ધ નથી.

કંંપની ગાર્ડન

મસૂરીનો સૌથી જુનો પાર્ક કંપની ગાર્ડન તેની લીલીછમ હરિયાળી, વનસ્પતિ અને ફૂલો માટે જાણીતો છે. મસૂરી ફરવ અજતા પ્રવાસીઓ પ્રાકૃતિક સૌદર્ય માણવા માટે આ સ્થળે અચૂક જાય છે.

મસૂરી ઝીલ

મસૂરી ફરવા જતા લોકો ત્યાના આ તળાવમા નૌકાવિહાર એટલે કે બોટીંગ કરવાનુ ચૂકતા નથી. આ તળાવમા બોટીંગ ની બાળકોને ખૂબ મજા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
પહાડો કી રાની
પહાડો કી રાની

2 thoughts on “પહાડો કી રાની: આ હિલ સ્ટેશન નથી જોયુ તો કઇ નથી જોયુ, ફરવા જાવ તો આ 5 જગ્યા ખાસ મુલાકાત લેજો”

Leave a Comment

error: Content is protected !!