એસ.ટી.નવુ ભાડુ: ગુજરાત એસ.ટી. ના ભાડામા વધારો, જાણો કિલોમીટર દિઠ નવા ભાડા ના દર

એસ.ટી.નવુ ભાડુ: Gujarat ST New Fair: GSRTC New Fair Rate: GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એ ગુજરાત પબ્લીક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે મોટુ એકમ છે. ગુજરાત મા પરિવહન ક્ષેત્રે લોકો સૌથી વધુ એસ.તી. મા મુસાફરી કરે છે. 10 વર્ષથી ગુજરાત એસ.ટી, એ તેના ભાડાના દરમા કોઇ વધારો કર્યો નહોતો. એવામા હવે ગુજરાત એસ.ટી. તરફથી એસ.ટી.નવુ ભાડુ દર મા વધારો કરવામા આવ્યો છે. આજે આ પોસ્ટમા આપણે Gujarat ST New Fair ની માહિતી મેળવીશુ.

એસ.ટી.નવુ ભાડુ

ગુજરાત ST નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કરવામા આવ્યો છે. અગાઉ જો તમે લોકલ સવારીમાં પ્રતિ કિલોમીટરે 64 પૈસા ભાડુ હતુ જેની જગ્યાએ હએવ આ ભાડુ વધારીને 80 પૈસા કરવામાં આવ્યુ છે. અગાઉ એક્સપ્રેસ સવારીમાં પ્રતિ કિલોમાટરે 68 પૈસા ભાડુ લાગતુ હતુ જે વધારીને 85 પૈસા કરવામાં આવ્યુ છે. જ્યારે નોન એસી સ્લીપરમાં પ્રતિ કિલોમીટરે 62 પૈસા ભાડુ હતુ જે વધારીને 77 પૈસા કરવામાં આવ્યુ છે. અન્ય રાજયોની સરખામણીમા જોઇએ તો ગુજરાત રાજ્યમાં એસટી નિગમના ભાડા વધારો કરવા છતા અન્ય રાજ્યો કરતા હાલ ઓછુ ભાડુ છે. સરકારના 2003 ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસના ભાવમાં વધારો થતા આ એસ.ટી.નુ ભાડુ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GSRTC New Fair Rate અંતર્ગત ભાડામાં આ વધારો આજ રાતથી જ અમલી થઈ જશે. ગુજરાત એસ.ટી. ના ભાડામા કરવામા આવેલો આ વધારો મુસાફરોને ઓછો બોજો પડે અને તેમના પર નહિવત અસર પડે તે રીતનો ભાડા વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી 500 દિવસમાં ગુજરાત એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવા કામગીરી કરવાની શરતે આ ભાડા વધારો કરવાની પરવાનગી આપેલ છે.

  • એસ.તી. દ્વારા નવી બસોનું મુકવાનું આયોજન
  • ગુજરાત એસ.ટી નિગમ દ્વારા આગામી ટૂંક સમયમાં હાલમા રહેલ તમામ ઓવરએજ બસોને રીપ્લેસ કરવાનુ આયોજન છે.
  • 250 એ.સી. વાળી બસ ઇલેક્ટ્રિક વાહનો મુકવાનું આયોજન છે
  • 200 હાઈ એન્ડ મલ્ટી એક્સલ એ.સી.પ્રીમીયમ બસ મુકવાનું આયોજન ધરાવે છે
  • 200 આધુનીક સ્લીપર કોચ બસ મુકવાનું આયોજન છે
  • 200 ગુર્જરનગરી બસ મુકવાનું આયોજન છે
  • 300પ જેટલા સુપર એક્સપ્રેસ પ્રકારની બસ સંચાલનમાં મુકવાનું આયોજન છે
  • આમ, સમયગાળા દરમ્યાન નવીન કુલ 3750 નવી ટેકનોલોજી વાળી બસ મુસાફર જનતાની સેવામાં મુકવાનું ગુજરાત એસ.ટી. આયોજન ધરાવે છે.

GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે આ અંગે જણાવ્યું છે કે, તેઓ મુસાફરોને આધુનીક સવલત આપવા માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરવાનુ આયોજન ધરાવે છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલી નવીન બસ સવલતમાં મુકવામાં આવી છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા આધુનીક બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી નિગમ દ્વારા 2014 બાદ ભાડામાં વધારો કર્યો છે. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા લગભગ દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવે છે. તેમછતાં ગુજરાત એસ ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો કર્યો નથી.

ગુજરાત એસ.ટી મ દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે. એમા પણ અંતરિયાળ ગામડામા જ્યા કોઇ પ્રાઇવેટ વાહનો નથી જતા ત્યા લોકો ને અવર જવર માટે એસ.તી. મુખ્ય પરિવહન સાધન હોય છે. ગુજરાત એસ.ટી. મા હવે તો વોલ્વો, સ્લીપર જેવી ઉચ્ચ ગુણવતાવાળી બસો પણ ઉપલબ્ધ છે. એસ.ટી. ભાડુ ખાનગી ટ્રાવેલ્સ ની સરખામણી મા ઘણુ ઓછુ હોવાથી લોકો એસ.ટી. મા મુસાફરી કરવાનુ વધુ પસંદ કરતા હોય છે.

ગુજરાત એસ.ટી. ની મોબાઇલ એપ. થી હવે તમે ઘરેબેઠા બુકીંગ કરાવી શકો છો. ઉપરાંત તમારી બસને ટ્રેક પણ કરી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
એસ.ટી.નવુ ભાડુ
એસ.ટી.નવુ ભાડુ

GSRTC બુકીંગ માટે મોબાઇલ એપ. કઇ છે.

GSRTC
GSRTC Official Mobile Booking App

1 thought on “એસ.ટી.નવુ ભાડુ: ગુજરાત એસ.ટી. ના ભાડામા વધારો, જાણો કિલોમીટર દિઠ નવા ભાડા ના દર”

Leave a Comment

error: Content is protected !!