વર્લ્ડ કપ 2023: વર્લ્ડ કપ સેમી ફાઇનલ ટીમ: ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ ગજ્જબ જામ્યો છે. આ વર્લ્ડ કપ મા અવનવા ઉલટફેર થયા છે. દર વખત વર્લ્ડ કપ મા એકાદ મેચ મા અપસેટ સર્જાતો હોય છે. પરંતુ આ વખતે તો આખો વર્લ્ડ કપ જ ઉલટફેર થી ભરેલો છે. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમો એ રીટર્ન ટીકીટ બુક કરાવી લીધી છે તો અફઘાનીસ્તાન જેવી સામનય ગણાતી ટીમ સેમી ફાઇનલ મા પહોંચવા માટે ઓસ્ટ્રેલીયા,ન્યુઝીલેન્ડ જેવી દિગ્ગજ ટીમો ની હરોળ મા ઉભી છે. ચાલો જાણી સેમી ફાઇનલ મા કઇ ટીમ ને કેટલા ચાન્સ છે.
વર્લ્ડ કપ 2023
ચાલુ વર્લ્ડ કપ મા ભારતીય ટીમે જબરજસ્ત પરફોરર્મન્સ બતાવતા તેના 7 માથી 7 મેચ સાવ આસાન થી એકતરફી જીત મેળવી જીતી લીધા છે અને 14 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા સ્થાન પાક્કુ કરી લીધુ છે. બોલીંગ, બેટીંગ દરેક ક્ષેત્ર મા ભારતીય ટીમે સારુ પ્રદર્શન કર્યુ છે. તો સાઉથ આફ્રીકા એ પણ 7 મેચમા 12 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા જગ્યા સુનિશ્વિત કરી લીધી છે. પરંતુ સેમી ફાઇનલ મા પહોંચવા માટે બીજી 2 ટીમો વચ્ચે સ્પર્ધા જામી છે. 2 સ્થાન માટે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, અફઘાનીસ્તાન અને પાકિસ્તાન આ 4 ટીમો વચ્ચે હરીફાઇ જામી છે.
ચાલો જાણીએ આ 4 માથી કઇ ટીમ ને કેટલા ચાન્સ છે.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
- ઓસ્ટ્રેલીયા ને હાલ 7 મેચમા 10 પોઇન્ટ છે. અને તેની નેટ રનરેટ પણ સારી છે. ઓસ્ટ્રેલીયા ને હજુ તેના 2 મેચ અફઘાનીસ્તાન અને બાંંગ્લાદેશ સામે રમવાના બાકી છે. ઓસ્ટ્રેલીયા એ શરૂઆતમા ભારત અને આફીકા સામે હાર્યા બાદ જબરજસ્ત કમબેક કર્યો છે. હાલ ઓસ્ટ્રેલીયા ની ટીમ નુ ફોર્મ જોતા તે આ બન્ને મેચ જીતવા માટે ફેવરીટ માનવામા આવે છે. ઓસ્ટ્રેલીયા આ બન્ને મેચ જીતે છે તો 14 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા જગ્યા બનાવી લેશે. ઓસ્ટ્રેલીયા જો આ 2 માથી 1 મેચ જીતે છે તો પણ 12 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ મા પ્રવેશવા માટે સ્યોર માનવામા આવે છે. આમ સેમી ફાઇનલ મા ભારત, સાઉથ આફ્રીકા ની સાથે ઓસ્ટ્રેલીયા પણ નિશ્વિત માનવામા આવે છે.
- સેમી ફાઇનલ મા 4 થા સ્થાન માટે જ ખરેખરી કટોકટી જામી છે. જયા સુધી બધા મેચ પુરા ન થાય ત્યા સુધી ચોથી ટીમ નક્કી થાય તેમ નથી. 4 થા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, અફઘાનીસ્તાન અને પાકિસ્તાન આ 3 ટીમો વચ્ચે સ્પર્ધા છે.
- ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ હાલ તેના 8 મેચમા 8 પોઇન્ટ ધરાવે છે. પાક્સિતાન સામે હાર્યા બાદ ન્યુઝીલેન્ડ પણ સેમી ફાઇનલ મા પ્રવેશવા માટે ફાફા મારી રહ્યુ છે. ન્યુઝીલેન્ડ ને તેની 1 મેચ હજુ રમવાની બાકી છે. આ મેચ શ્રીલંકા સામે છે. જો ન્યુઝીલેન્ડ આ મેચ હારે છે તો તે સેમીફાઇનલ મા પ્રવેશી નહી શકે. અને જીતે છે તો તેણે સારી રનરેટ થી આ મેચ જીતવી પડશે.
- અફઘાનીસ્તાન: અફઘાનીસ્તાન ટીમ છેલ્લ 3 મેચમા શાનદાર ફોર્મ બતાવી જીત્યા છે. જેમા તેણે પાકિસ્તાન, શ્રીલંકા જેવી ટીમો ને હરાવી છે. અત્યારે તેના 7 મેચમા 8 પોઇન્ટ છે અને હજુ 2 મેચ રમવાના બાકી છે. આ બન્ને મેચ તેણે ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા જેવી દિગ્ગજ ટીમો સામે રમવાના છે. અફઘાનીસ્તાન જો આ 2 માથી 2 મેચ જીતે છે તો સેમી ફાઇનલમા સ્થાન પાક્કુ કરશે. અને જો 2 માથી 1 મેચ જીતે છે તો તેને નેટ રનરેટ ના સહારે રહેવુ પડશે.
- પાકિસ્તાન: પાક્સિતાન ને પોતાને જીતવા સાથે સાથે અન્ય ટીમો ના પ્રદર્શન પર પણ આધાર રાખવો પડશે. તેના હાલ 8 મેચમા 8 પોઇન્ટ છે અને તેને 1 મેચ ઇંગ્લેન્ડ સામે રમવાની બાકી છે. ઇંગ્લેન્ડ ની ટીમ નુ કંગાળ પ્રદર્શન જોતા પાકિસ્તાન ને આ મેચ જીતવા માટે ફેવરીટ માનવામા આવે છે. જો કે પાકિસ્તાન ને આ મેચ ખૂબ મોટા માર્જીનથી જીતી તેની નેટ રન રેટ સુધારવી પડશે. સાથે સાથે ન્યુઝીલેન્ડ અફઘાનીસ્તાન સામે હારે તો જ પાકિસ્તાન માટે સેમી ફાઇનલનો રસ્તો સાફ બનશે.
આમ સેમી ફાઇનલ મા 4 થા સ્થાન માટે જો અને તો ની વચ્ચે રમત ચાલી રહી છે. તેમા કઇ ટીમ મેદાન મારી ટીમ ઇન્ડીયા સામે 15 નવેમ્બરે મુંબઇ ના વાનખેડે સ્ટેડીયમ મા સેમી ફાઇનલ રમવા માટેની ટીકીટ મેળવે છે તે જોવાનુ રહેશે.
અગત્યની લીંક
ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
વર્લ્ડ કપ સેમી ફાઇનલ ની તારીખ શું છે ?
૧૫ નવેમ્બર- પ્રથમ સેમી ફાઇનલ
૧૬ નવેમ્બર- બીજી સેમી ફાઇનલ
વર્લ્ડ કપ ફાઇનલની તારીખ શું છે ?
૧૯ નવેમ્બર