Railway Job: રેલવે મા નોકરી મેળવવા શું કરવુ, કઇ કઇ પોસ્ટ હોય; કઇ રીતે ભરતી થાય ?

Railway Job: રેલવે ભરતી: ભારતીય રેલવે વિશવમા સૌથી મોટુ રેલ નેટવર્ક ધરાવે છે. અને રેલવે ન આ તંત્રને ચલાવવા માટે મોટા પ્રમાણમા કર્મચારીઓની જરૂર રહે તે સ્વાભાવિક છે. ઘણા યુવાનો રેલવેમા જોડાઇને કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય છે. રેલવેમા કઇ કઇ પોસ્ટ પર ભરતી આવે છે ? કઇ રીતે ભરતી થાય ? પગારધોરણ શું હોય તેની આ આર્ટીકલમા માહિતી મેળવીશુ.

Railway Job

રેલવેમા પણ અન્ય વિભાગોની જેમ અલગ અલગ કેટેગરી મા જગ્યાઓને વહેંચવામા આવે છે. જેમા મુખ્યત્વે ગ્રુપ A,B,C અને D નો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આ દરેક કેટેગરીમ અકેવી નોકરી હોય ? કઇ રીતે ભરતી કરવામા આવે અને પગારધોરણ શું હોય ?

આ પણ વાંચો: JNV Admission 2024: નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ ફોર્મ શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા

રેલવે ગ્રુપ A પોસ્ટ્સ

રેલ્વેની સૌથી ઊંચી પોસ્ટ ગ્રુપ A કેટેગરીમાં આવે છે. જેમાં ઓફિસર કેટેગરી ને લગતી પોસ્ટનો સમાવેશ થાય છે. ગ્રુપ A ની પોસ્ટ માટે મોટાભાગની જગ્યાઓ પર ભરતી UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે. બીજી બાજુ, એન્જિનિયરિંગ સેવા પરીક્ષાઓ અને સંયુક્ત તબીબી પરીક્ષાઓ દ્વારા અન્ય રેલવેની ઓફીસર કક્ષાની પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવે છે. ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા, ભારતીય રેલ્વે એકાઉન્ટ સેવા જેવી પોસ્ટ સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા ભરવામાં આવતી હોય છે. બીજી તરફ, ઈન્ડિયન રેલવે સર્વિસ એન્જિનિયર્સ, ઈન્ડિયન રેલવે સ્ટોર સર્વિસ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઈન્ડિયન રેલવે સર્વિસ જેવી પોસ્ટ માટે એન્જિનિયરિંગ સર્વિસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે.

રેલવે ગ્રુપ B પોસ્ટ્સ

રેલવેમા ગ્રુપ બી ની પોસ્ટ પણ અધિકારી કક્ષાની છે. પરંતુ આ જગ્યાઓ પર થોડી ભરતીઓ કરવામા આવે છે. સામાન્ય રીતે માત્ર ગ્રુપ C ના કર્મચારીઓને જ ગ્રુપ B ની પોસ્ટ પર બઢતી આપવામાં આવતી હોય છે. જ્યારે અન્ય પોસ્ટ માટે સીલેકશન UPSC પરીક્ષા દ્વારા જ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેમાં ગ્રુપ A અને ગ્રુપ Bની જગ્યાઓ ગેઝેટેડ અધિકારીઓની હોય છે.

આ પણ વાંચો: શું છે ડાયાબીટીસ ? કેમ ઝડપથી વધતા જાય છે ડાયાબીટીસ ના કેસ ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

રેલવે ગ્રુપ C પોસ્ટ્સ

રેલ્વેની ટેકનિકલ અને ઘણી નોન-ટેક્નિકલ પોસ્ટ્સ C કેટેગરીમાં આવે છે. ટેકનિકલમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન ને લગતી પોસ્ટ્સનો સમાવેશ થાય છે. બીજી તરફ, નોન ટેકનીકલ સેવાઓમાં કારકુન, મદદનીશ, સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.

ગ્રુપ સી ની આ જગ્યાઓ પર ભરતી રેલ્વે ભરતી બોર્ડ, RRB દ્વારા કરવામાં આવતી હોય છે. આ માટે RRB દ્વારા સમયાંતરે ગ્રુપ સીની ભરતીઓ કરવામા આવે છે. નોન ટેક્નિકલ પોસ્ટ માટે ભરતી RRB NTPC પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ, RRB ટેકનિશિયન, આસિસ્ટન્ટ લોકો પાયલોટ, જુનિયર એન્જિનિયર અને સિનિયર સેક્શન એન્જિનિયર જેવી ટેકનિકલ પોસ્ટ માટે અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામા આવે છે.

રેલવે ગ્રુપ D પોસ્ટ્સ

રેલવે ભરતીની આ કેટેગરીમાં ગેટમેન, હેલ્પર, ટ્રેકમેન, પોઈન્ટમેન, ટ્રોલીમેન જેવી પોસ્ટ નો સમાવેશ થાય છે. ગ્રુપ D ની જગ્યાઓ પર ભરતી આરઆરબી ગ્રુપ D પરીક્ષા દ્વારા કરે છે. આ માટે RRB દ્વારા સમયાંતરે ભરતીઓ કરવામા આવે છે. તાજેતરમાં, RRB દ્વારા ગ્રુપ D ની 1 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામા આવી હતી. આગામી ભરતી પણ આગામી વર્ષ સુધીમાં આવવાની સંભાવના છે. રેલ્વેમાં ગ્રુપ C અને ગ્રુપ D ની જગ્યાઓ નોન-ગેઝેટેડ કક્ષાની હોય છે.

અગત્યની લીંક

રેલવે ભરતી બોર્ડ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Railway Job
Railway Job

રેલવે ભરતી બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://indianrailways.gov.in/railwayboard

રેલવે મા કઇ પોસ્ટ પર ભરતી કરવામા આવે છે ?

ગ્રુપ A,B,C અને D

error: Content is protected !!