સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી સરકારી યોજના: સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ખેડૂતો આર્થીક રીતે સધ્ધર બને તે માટે સરકારશ્રી દ્વારા ઘણી સહાયકારી અને સબસીડી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આજની આ પોસ્ટમા ખેડૂતો માટે ઉપયોગી સહાયકારી સરકારી યોજનાઓની માહિતી મેળવીશુ.
સરકારી યોજના
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વ્યવસાયકારો ને ઘણી સરકારી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતો આર્થીક રીતે સધ્ધર બને અને ખેતીમા આધુનીક ઓજારોનો ઉપયોગ કરી શકે તે માટે ઘણી યોજનાઓ દ્વારા આ ઓજારોની ખરીદી માટે સબસીડી આપવામા આવે છે. તો ખેડૂતોને ગોડાઉન, પાણીના ટાંકા બનાવવા વગેરે માટે સહાય પણ આપવામા આવે છે.
આ પણ વાંચો: Parle-G Meaning: બિસ્કીટ પારલે- G મા G નો અર્થ શું થાય, G જ શા માટે લગાવવામા આવ્યો; જાણવા જેવી માહિતી
ખેડૂતો માટે ઉપયોગી સરકારી યોજના
ખેડૂતો માટે આમ તો સરકારશ્રી દ્વારા ઘણી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. પરંતુ તે પૈકીની મુખ્ય યોજનાઓ નીચે મુજબ છે.
પીએમ કિસાન સમ્માન નિધી યોજના
આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂ.2000 નો એક એવા 3 હપ્તામા વાર્ષિક રૂ.6000 ની સહાય આપવામા આવે છે. પીએમ કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત અત્યાર સુધીમા કુલ 14 હપ્તાની સહાય જમા કરવામા આવી છે. આ યોજનાની વધુ માહિતી માટે PM KISAN ની ઓફીસીયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર મળી રહેશે.
i-khedut પોર્ટલ યોજનાઓ
ખેડૂતો માટેની સૌથી વધુ સબસીડી યોજનાઓની ઓનલાઇન અરજીઓનુ પોર્ટલ એટલે i-khedut પોર્ટલ. i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓ વગેરે માટે વર્ષમા 2 વખત આ પોર્ટ્લ ખુલ્લુ મૂકવામા આવે છે. આ પોર્ટલ પર ટ્રેકટર સહાય યોજના, ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય, ટપક સીંચાઇ માટેની યોજનાઓ, પાણીના ટાંકા બનાવવા સબસીડી યોજનાઓ, ગોડાઉન બનાવવા સબસીડી યોજ્નાઓ વગેરે જેવી અનેક સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામા આવે છે. આ યોજનાઓ અંતર્ગત થયેલી અરજીઓ માટે લક્કી ડ્રો દ્વારા અથવા વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામા આવે છે.
આ પણ વાંચો: એસ.ટી.નવુ ભાડુ: ગુજરાત એસ.ટી. ના ભાડામા વધારો, જાણો કિલોમીટર દિઠ નવા ભાડા ના દર
ફસલ વીમા યોજના
કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પૂર, અતિવૃષ્ટી, દુષ્કાળ, વાવાઝોડુ વગેરે જેવા કારણોસર ખેડૂતો ને ઘણી વખત ખેતીમા પાકમા નુકશાની થતી હોય છે. ખેડૂતોને પાક નુકસાન થાય તો સરકાર તરફથી આ યોજના હેઠળ સર્વે કરાવી આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. કુદરતી આપત્તિથી પાકને નુકસાન થયું હોય, કીટ લાગી ગયા હોય, દુષ્કાળ પડ્યો હોય તો વીમા યોજના હેઠળ અસરગ્ર્સ્ત વિસ્તારોમા સવે કરાવી ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં આવે છે.
પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)
સરકાર દ્વાર પરંપરાગત ખેતી ને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50 હજાર રૂપિયા જેટલી સહાય આપે છે. આ યોજના અંતર્ગત જૈવિક ઉત્પાદનમાં જૈવિક પ્રક્રિયા, પ્રમાણીકરણ, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે સહાય આપવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
ખેડૂતોને ખેતીમા નવીનીકરણ માટે લોનની જરૂરીયાત હોય ત્યારે ભારત સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના માધ્યમથી ખેડૂતોને સરકારી સબસિડી તરીકે વાર્ષિક 4 ટકાના વ્યાજદરે એગ્રીકલ્ચર લોન આપે છે. મોટાભાગના ખેડૂતો આ યોજનાની મદદથી બેંકો અને સહકારી મંડળીઓમાથી લોન મેળવતા હોય છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઘણી વખત વ્યાજ મા રાહત પણ આપવામા આવે છે.
આ સિવાય પણ ખેડૂતો માટે ઘણી ઉપયોગી સહાયકારી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. જેનો લાભ દરેક ખેડૂતોએ લેવો જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in
પીએમ કિસાન યોજનાની માહિતી માટે વેબસાઇટ કઇ છે ?
https://pmkisan.gov.in
મારું નામહર્ષદ ભાઈનનીયા ભાઈ રાઠવા ખેડૂત માટે તમે યોજના કરવાના છો
Ha