High Blood pressure: હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ 5 વસ્તુઓ છે નુકશાનકારક, રહો હંમેશા દૂર

High Blood pressure Tips: હાઈ બ્લડપ્રેશર એક એવી બિમારી છે જે આપણી લાઇફસ્ટાઇલ સાથે સીધી જોડાયેલી છે. હાઇ બ્લડ પ્રેશરને ખાવા-પીવાની રીત અને કસરતથી દૂર તો ન કરી શકાય પરંતું તેને કંટ્રોલમા જરૂર રાખી શકાય છે. જો તમે ખોરાકમાં ગળ્યું, વધારે ફેટવાળું ચીઝ અને ચટપટી વાનગીઓ વધારે ખાતા હોય તો બ્લડ પ્રેશર હાઇ રહેવાની શક્યતાઓ વધી જાય છે. આ બધી વાનગીઓને આપણા રૂટીન ડાયટમાંથી દૂર કરવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકીએ છીએ. આપણા રૂટીન ડાયટમા ફળ, શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત ખોરાકમાં ફેટ ઓછું હોય તેનું સેવન કરવું જોઈએ.

હાઇ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેકનો ખતરો

ભારતમાં વસ્તીના 34 ટકા શહેરી વિસ્તારમાં રહેતા લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય છે જેને હાઈપરટેન્શન અથવા લોહીનું ઊંચુ દબાણ થવું પણ કહે છે. જો તમે બ્લડ પ્રેશરને સમય રહેતા કાબૂમાં નહીં રાખો તો તમને હ્રદય સંબંધી બિમારીઓ જેવી કે હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાની શક્યતા ઘણી વધી જાય છે.

આ પણ વાંચો: ગુજરાત રોજગાર સમાચાર 2023 PDF

High Blood pressure Tips

High Blood pressure Tips / હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ 5 વસ્તુઓ ખાવાનુ હંમેશા ટાળવુ જોઇએ.

ખાંડ

ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી વસ્તુ છે. માત્ર મીઠું જ નહીં પરંતું ખાંડ પણ શરીરમાં બ્લડપ્રેશર વધારી શકે છે.એક સંશોધન અનુસાર વધુ પ્રમાણમાં ખાંડના કારણે વજન તો વધે છે પરંતું તેની સાથે હાઈ બ્લડપ્રેશરનું જોખમ વધી જાય છે. અમેરિકન હેલ્થ એસોસિયેશનના સૂચન મુજબ મહિલાઓએ દરરોજનું 25 ગ્રામ તો પુરૂષોએ 36 ગ્રામથી વધારે માત્રામાં ખાંડનું સેવન ન કરવું જોઈએ.

મીઠું અને વધારે સોડિયમ વાળા ખાદ્યપ્રદાર્થો

મીઠું અને વધારે સોડિયમ વાળા ખાદ્યપ્રદાર્થો હાનિકારક પણ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નુકશાનકારક છે.
હાઈ બ્લડપ્રેશર વધવા માટે અને હ્રદયરોગના ખતરા માટે સોડિયમ જવાબદાર હોય છે. સફેદ મીઠું જેનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તેમાં 40 ટકા સોડિયમ ની માત્રા હોય છે. જો ભોજનમાં મીઠું અને સોડિયમની માત્રા વધારે હોય તો દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ. વેફર્સ, પીઝા, સેન્ડવીચ, બ્રેડ અને રોલ્સ, પ્રોસેસ અને ફ્રોજન ફૂડથી દૂરી રાખવી પડશે.

ચીઝ

ચીઝ દૂધમાંથી બનતી વાનગી હોવા છતા તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય પરંતું સાથે સાથે સોડિયમની માત્રા પણ વધુ હોય છે. ચીઝની બે સ્લાઈસમાં 512 મિલિગ્રામ જેટલુ સોડિયમ હોય છે. જેથી ચીઝ ખાવાથી બ્લડપ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે.

આ પણ વાંચો: IPL નુ તમામ ખેલાડીઓનુ લીસ્ટટ,કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે ?

અથાણુ

હાઈ બીપીના દર્દીઓએ અથાણા ના સેવનથી પણ દૂર રહેવુ જોઇએ. કોઈ પણ ખાદ્ય પ્રદાર્થને લાંબા સમય સુધી સંગ્રહ કરવાનું હોય તો તેના માટે વધુ પ્રમાણમા મીઠાનો ઉપયોગ કરાતો હોય છે. અથાણું બનાવવા ઉપયોગમા લેવાયેલી શાકભાજીમાં વધુ સમય સુધી મસાલો રહે છે જેના કારણે સોડિયમની માત્રા વધુ હોય છે.

દારુ

દારૂના વ્યસનીઓને જીવનું જોખમ
દારૂનું સેવન કરવું આમ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે અને જો વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરાય તો બ્લડપ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ જો દારૂનું સેવન કરતા હોય તેમના પર બ્લડપ્રેશરની દવા પણ કઈ અસર કરતી નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

હાઇ બ્લડ પ્રેશર ના દર્દીઓએ કેવી વસ્તુ ખાવાનુ ટાળવુ જોઇએ ?

ખાંડ,અથાણુ,ચીઝ જેવી વસ્તુઓથી ખાવાનુ ટાળવુ જોઇએ.

માણસનુ સામાન્ય બ્લડ પ્રેશર કેટલુ હોય છે ?

સામાન્ય બ્લડ પ્રેશર 80 થી 120 ની વચ્ચે હોય છે.

Disclaimer

અમે તમારા સુધી High Blood pressure Tips માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ High Blood pressure Tips આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Leave a Comment

error: Content is protected !!