મિશન મૂન: ચંદ્રયાને ઝડપી ચંદ્રની પહેલી તસ્વીર, ચંદ્રની ભ્રમણકક્ષામા આવતા ખેંચેલી પ્રથમ ઈમેજ

મિશન મૂન: ભારતના ઇસરો દ્વારા 14 જૂલાઇએ ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. આ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિ પ્રમાણે અવકાશમા આગળ વધી રહ્યુ છે. ત્યારે ચંદ્ર ની ભ્રમણકક્ષા મા પહોંચતા જ ચંદ્રયાને ચંદ્રની ખેંચેલી પહેલી તસવીર સામે આવી છે.

મિશન મૂન

  • ચંદ્રયાન-3 મિશન ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યુ છે.
  • અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ચમકતા ચંદ્રની લીધેલી તસ્વીર સામે આવી છે.
  • ISRO દ્વારા ટ્વિટર પર આ જબદરસ્ત વીડિયો, તસ્વીર પોસ્ટ કરવામા આવ્યા છે.

ઇસરોની સૌથી મોટી સફળતા એટલે ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયુ છે. આ મિશન અંતર્ગત ચંદ્રની અવકાશમાથી લીધેલી પહેલી તસવીર સામે આવી છે. જે અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ઝડપવામા આવી છે. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરામાંથી ચમકતા ચંદ્રનો વીડિયો પણ શૂટ કરવામા આવ્યો છે. જેમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દેખાઇ થઈ રહી છે. નોંધનીય છે કે ISROએ ટ્વિટર પર આ જબદરસ્ત વીડિયો, તસ્વીર પોસ્ટ કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: Board Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર

ચંદ્રયાન સોફટ લેન્ડીંગ

23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે.
ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) નું હવે મિશન મૂન બાબતે આગળનું પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા (ઓર્બિટ)ને ઘટાડવાનું છે. આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ કરવામા આવશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર જતા સમય લાગ્યો હતો. આ ચંદ્રયાનને લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું હતું.

ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર છે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ હાલ તંદુરસ્ત છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX)થી મિશન મૂનની તમામ ગતિવિધીનુ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

અગત્યની લીંક

અવકાશના કેમેરાથી લીધેલો ચંદ્ર નો વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
મિશન મૂન
મિશન મૂન

2 thoughts on “મિશન મૂન: ચંદ્રયાને ઝડપી ચંદ્રની પહેલી તસ્વીર, ચંદ્રની ભ્રમણકક્ષામા આવતા ખેંચેલી પ્રથમ ઈમેજ”

Leave a Comment

error: Content is protected !!