Ojas GSRTC Driver Recruitment: એસ.ટી. ડ્રાઇવર ભરતી: ગુજરાત એસ.ટી. GSRTC મા હાલ કંડકટર અને ડ્રાઇવરની મોટી ભરતી બહાર પડેલી છે. એસ.ટી. મા કંડકટર અને ડ્રાઇવરની ભરતી માટે રાહ જોતા અને આ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ સારી તક છે. ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવર/કંડકટર તરીકે જોડાઇને કારકિર્દી બનાવી શકો છો. આ પોસ્ટમા આપણે એસ.ટી. ડ્રાઇવર ભરતી ની જરૂરી તમામ માહિતી મેળવીશુ.
Ojas GSRTC Driver Recruitment
ભરતી સંસ્થા | GSRTC |
કાર્યક્ષેત્ર | ગુજરાત |
સેકટર | ગવર્નમેન્ટ |
જગ્યાનુ નામ | એસ.ટી. ડ્રાઇવર ભરતી |
વર્ષ | 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 4062 |
ફોર્મ ભરવાની | 07-08-2023 થી 06-09-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gsrtc.in/ |
આ પણ વાંચો: કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500
GSRTC ડ્રાયવર ભરતી 2023
GSRTC ડ્રાયવર ભરતી 2023: ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની 4062 જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ડ્રાઇવરની આ ભરતી માટે અરજી કરવાની વિગતવાર સૂચના નિગમની ઓફીસીયલ વેબસાઇટ તેમજ OJAS ની વેબસાઇટ પર આપવામા આવી છે. અરજી કરતાં પહેલા ઉમેદવારે તમામ વિગતો બરાબર વાંચી લેવી જોઈએ. ઓનલાઈન ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા તેમજ લાયકાત અને વિવિધ ફોર્મના નમુનાઓ પણ અહી નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા છે.
GSRTC Driver Bharti Salary
OJAS GSRTC Driver Salary ડ્રાઇવરની આ ભરતી માટે પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાયવર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮,૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક આપવામા આવનાર છે, તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી ડ્રાયવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે,
GSRTC ડ્રાયવર માટે મહત્વપૂર્ણ તારીખ
OJAS GSRTC Driver Bharti Important Date: આ માટે, ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની મુદત 07/08/2023 થી 06/09/2023 (23:59 કલાક સુધી) છે. તેમજ અરજી ફી સ્વીકારવાનો સમયગાળો 07/08/2023 થી 08/09/2023 (23:59 કલાક સુધી) રાખવામા આવેલ છે.
ફોર્મ ભરવા ના શરૂ થવાની તારીખ | 07/08/2023 |
ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ | 06/09/2023 |
ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ | 08/09/2023 |
પરિક્ષા તારીખ | ટુંક સમયમાં આવશે |
Ojas GSRTC Driver Recruitment Qualification
GSRTC ડ્રાયવર ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક અને અન્ય લાયકાત નિયત કરવામા આવેલ છે.
- ધો.૧૨ પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઈવીંગ લાઈસન્સ, બેઝ, અનુભવ સર્ટીફીકેટ વગેરેના પ્રમાણપત્રો / માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ની સ્થિતી ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે માન્ય રાખવામા નહિ આવે. અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
- સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો તે અરજીપત્રક રદ કરવામાં આવશે.
- ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુ.મા, અને ઉચ્ચ.મા શિ,બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય ગણવામા આવશે, 4.ડીપ્લોમાના કિસ્સામાં (ધોરણ-૧૦ પછી ડીપ્લોમા કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ૧૭+૩ કે તેથી વધુ વર્ષનો કોર્ષ) અલગથી કરેલ જ કોર્ષ માન્ય ગણવામાં આવશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે ધો.૧૨ / ધો.૧૨ સમકક્ષ પાસની માર્કશીટનાં કુલ ગુણ ઉપરથી મેળૅવેલ ટકાવારી કાઢીને જ અરજીપત્રક ભરવાનું રહેશે.
GSRTC ડ્રાયવર માટે ઓનલાઇન ફોર્મ
GSRTC ડ્રાયવર માટે ઑનલાઇન ફોર્મ ભરવા નીચે આપેલ સ્ટેપ મુજબ પ્રોસેસ કરીને ફોર્મ ભરી શકો છો.
- સૌ પ્રથમ ojas ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરો અથવા અહી ક્લીક કરો
- ત્યારબાદ આ વેબસાઇટમા “Apply Online Click” કરવું.
- GSRTC Driver Recruitment Apply Now પર click કરવાથી Application ના ફોર્મ ખુલશે
- જેમાં સૌ પ્રથમ Personal Details અને Educational Details સબમીટ કરવાની રહેશે.
- હવે Save પર Click કરવાથી તમારી અરજી નો Online કંફર્મ થઇ જશે.
- અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને
- Application number તથા birth date સબમીટ કર્યા બાદ ok પર કિલક કરો
- ત્યાં, confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. અરજી Confirm કરવી ફરજીયાત છે.)
- આ મુજબની પ્રોસેસ કરીને ઉમેદવારોએ “Online Payment of Fees” પર click કરવું. અને ફી ભરીને PDF ડાઉનલોડ કરવાની રહેશે.
અગત્યની લીંક
ડ્રાઇવર ભરતી ડીટેઇલ નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
4062 જગ્યાઓ પર
ડ્રાઇવર ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ojas.gujarat.gov.in
5 thoughts on “Ojas GSRTC Driver Recruitment: ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની 4062 જગ્યાઓ પર મોટી ભરતી, પગારધોરણ 18500”