Petrol Car vs Diesel Car: પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ કાર, જાણો બન્નેમા શું તફાવત હોય

Petrol Car vs Diesel Car: પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ કાર: હાલમા લોકો કાર ની ખરીદી ખુબ જ કરતા હોય છે. એવામા હવે તો CNG કાર, ઈલેકટ્રીક કાર જેવા ઓપ્શન પણ લોકો પાસે ઉપલબ્ધ છે. જો કે લોકો મોટાભાગે પેટ્રોલ અથવા ડીઝલ કાર જ ખરીદતા હોય છે. લોકો કાર ખરીદતી વખતે પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ કાર ખરીદવી તેની મથામણ મા હોય છે. લોકો પેટ્રોલ અને ડીઝલ કાર ના ફાયદા અને ગેરફાયદા તપાસતા હોય છે. આજની આ પોસ્ટમા આપણે પેટ્રોલ કાર ખરીદવી જોઇએ કે ડીઝલ કાર તેની માહિતી જાણીશુ.

Petrol Car vs Diesel Car

હાલમાં ભારતમાં CNG અને ઇલેક્ટ્રિક કારની ડીમાન્ડ ખૂબ જ વધી રહી છે. લોકો CNG અને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે. આમ છતાં, મોટાભાગના લોકો હજુ પણ પેટ્રોલ અથવા ડીઝલ કાર ખરીદતા હોય છે. નવી કાર ખરીદતી વખતે ઘણા લોકો પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદવા અંગે મૂંઝવણમાં હોય છે. કારણ કે બંને ઇંધણ ઓપ્શન સાથે માર્કેટ મા ઘણી બધી કાર ઉપલબ્ધ છે. ઘણા લોકો માને છે કે પેટ્રોલ કાર ખરીદવી વધુ સારી છે, જ્યારે ઘણા લોકો માને છે કે ડીઝલ કાર ખરીદવી વધુ સસ્તી પડે છે.

આ પણ વાંચો: Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની

અગાઉ ડીઝલ વાહનો લેવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેની એવરેજ વહ્દુ હોય છે જેથી ચલાવવી સસ્તી પડે છે. અને એન્જિન પણ મજબૂત હતું. પરંતુ હવે પેટ્રોલ એન્જિન પણ પ ઘણા બધા અપડેટ કરવામા આવ્યા છે જે સારી એવરેજ આપે છે. તેઓ પહેલેથી જ એકદમ શુદ્ધ બની ગયા છે. તેમજ એવરેજ પણ ઘણું વધી ગયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો તફાવત હતો, પરંતુ હવે પેટ્રોલ અને ડીઝલા ના ભાવ મા બહુ તફાવત નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તમારે ડીઝલ કાર ખરીદવી સારી કે પેટ્રોલ કાર ?

કોના માટે ડીઝલ કાર ખરીદવી બેસ્ટ ?

ઘણા નિષ્ણાતો ના મત મુજબ જોઇએ તો જો તમારી દૈનિક કારનો વપરાશ 50 થી 60 કિમી એટલે કે એક મહિનામાં લગભગ 1500 કિમી જેટલો હોય, તો તમારે પેટ્રોલ કાર ખરીદવી જોઈએ. જો તમારો કારનો વપરાશ દરરોજ 70 થી 100 કિલોમીટર એટલે કે એક મહિનામાં 3000 કિલોમીટર જેટલો હોય તો તમારે ડીઝલ કાર ખરીદવી બેસ્ટ રહેશે.

ફાયદાઓ અને ગેરફાયદાઓ

અમુક નિષ્ણાતોના મત મુજબ જોઇએ તો પેટ્રોલ કાર કરતા ડીઝલ કારનું મેન્ટેનન્સ વધુ આવતુ હોય છે. ડીઝલ કારનું આયુષ્ય પણ પેટ્રોલ કારની સરખામણીમાં 5 વર્ષ ઓછું હોય છે. આ જ કારણ છે કે દેશની રાજધાની દિલ્હીમાં 10 વર્ષથી જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે અને પેટ્રોલ કારની મર્યાદા 15 વર્ષ સુધીની હોય છે. હવે તો અપડેટેડ એંજીન આવવાથી પેટ્રોલ કાર પણ ડીઝલ જેટલી જ માઈલેજ આપવા લાગી છે. જોકે, અત્યારે પણ પેટ્રોલ અને ડીઝલ કારની એવરેજ ની સરખામણી કરીએ તો પ્રતિ લિટર 4 થી 5 કિલોમીટરનો જેટલો જ તફાવત છે.

આ પણ વાંચો: વરસાદ ચોથો રાઉન્ડ: દરિયામા ફૂંકાશે 100 કીમી ની ઝડપે પવન, આ વિસ્તારો મા થશે અસર; ધોધમાર પડશે વરસાદ

ભાવ તફાવત

આ સિવાયનુ એક કારન એ છે કે પેટ્રોલ કારની સરખામણીમાં ડીઝલ કારની કિંમત પણ ઘણી વધારે હોય છે. જો આપણે Hundai Venue કારનુ જ ઉદાહરણ લઈએ તો તેના પેટ્રોલ એસ મોડલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.90 લાખ જેટલી છે. જ્યારે વેન્યુના એસ પ્લસ ડીઝલ મોડલની એક્સ-શોરૂમ કિંમત 10.40 લાખ રૂપિયા જેટલી છે. વેન્યુના કિસ્સામાં આ તફાકત આશરે રૂ. 1.5 લાખ છે. અન્ય વાહનોમાં તે વધુ કે ઓછો તફાવત હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમારે આ 1.5 લાખ રૂપિયાની વસૂલાત કરવી હોય તો 10 વર્ષમાં તમારે વધુ કાર ચલાવો તો જ આ ભાવ તફાવત વસૂલ થઇ શકે.

પેટ્રોલ અને ડીઝલ કારના તફાવત

સરેરાશ મુસાફરી અને આયુષ્ય

જો તમે નિયમિત મુસાફરી કરો છો અને દરરોજ લાંબુ અંતર કાપવાનુ હોય તો ડીઝલ કાર ખરીદવી બેસ્ટ રહેશે. અને જો તમે ઓછી મુસાફરી કરો છો અને ઓછુ અંતર કાપવાનુ હોય તો પેટ્રોલ કાર ખરીદવી બેસ્ટ રહેશે. તો પેટ્રોલ વેરિઅન્ટ મ અપણ ઘણા સારા મોડેલ્સ ઉપલબ્ધ છે.

મેન્ટેનન્સ

ડીઝલ કારનું મેન્ટેનન્સ તમને પેટ્રોલ કાર કરતા વધુ આવી શકે છે. જો કે, બંને કારની સર્વિસિંગ કિંમત એકદમ સમાન છે, પરંતુ ડીઝલ કારના સ્પેર પાર્ટસ ની કિંમત પેટ્રોલ કારના સ્પેર પાર્ટસ કરતાં વધુ છે. તેથી, ડીઝલ કાર તમને તેના લાઇફટાઇમ પેટ્રોલ કાર કરતાં વધુ ખર્ચ કરશે.

કારની કિંંમત

જ્યારે કાર ખરીદતી વખતે તેની કિંમતની વાત આવે છે, ત્યારે ડીઝલ વેરિઅન્ટ એ જ ફીચર ધરાવતા પેટ્રોલ વેરિઅન્ટ કરતાં પ્રમાણમાં વધુ કિંમત હોય છે. આ તફાવત કિંમતનો તફાવત 50,000 થી 1 લાખ સુધીનો હોઈ શકે છે. પણ, જ્યારે આયુષ્ય ની વાત આવે છે, ત્યારે ડીઝલ કાર લાંબા સમય સુધી ચાલે છે અને તેમની કિંમત પેટ્રોલ વેરિઅન્ટ્સ કરતાં પ્રમાણમાં ઓછી છે, જે જેને વધુ વપરાશ હોય છે તેવા પ્રવાસીઓ માટે પસંદગીની પસંદગી બનાવે છે.

આ પણ વાંચો: અંબાલાલ ની નવી આગાહિ: ગુજરાતીઓ તૈયાર રહેજો, 100 કીમી ની ઝડપે પવન ફૂંકાશે, નદીઓમા પૂર આવશે

માઇલેજ

એવરેજ ની વાત કરીએ તો પેટ્રોલ કારની સરખામણીમાં ડીઝલ કાર વધુ સારી માઈલેજ આપે છે. આ એટલા માટે છે કારણ કે ડીઝલ એન્જિનને સ્પાર્ક પ્લગની જરૂર રહેતી નથી.

રીસેલ વેલ્યુ

કારની રીસેલ વેલ્યુ પણ એટલી જ મહત્વની છે. ડીઝલ કારની રિસેલ વેલ્યુ પેટ્રોલ કાર કરતા ઘણી વધારે છે. ઉપરાંત, ડીઝલ કાર ઓછી અને ધીમી અવમૂલ્યન કરે છે.

કાર ઇન્સ્યુરન્સ

કારની વીમા કિંમત કારના મૂલ્યના સીધા પ્રમાણસર હોય છે. જો કે, આ રેન્જ 10 થી 15% સુધી અલગ હોઈ શકે છે અને પેટ્રોલ વેરિઅન્ટની સરખામણીમાં ડીઝલ વેરિઅન્ટ માટે સામાન્ય રીતે ઇંસ્યુરંસ થોડુ વધુ હોય છે. મોંઘા કારના સ્પેર પાર્ટસ અને કાર ચોરાઈ જવાના કિસ્સામાં વધારાનું રિપ્લેસમેન્ટ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Petrol Car vs Diesel Car
Petrol Car vs Diesel Car
error: Content is protected !!