ગેસ એસીડીટી ઉપચાર: Gas Acidity Remedies: આજકાલ દરેક લોકોમા એક કોમન બીમારી જોવા મળે છે. ગેસ અને એસીડીટી, લોકોની લાઇફસ્ટાઇલ અને વધુ પડતુ બહારનુ ખાવાની ટેવને લીધે પેટની ખરાબી, ગેસ,એસીડીટી જેવી સામાન્ય બીમારીઓ વધુ જોવા મળે છે. આમ તો ગેસ એસીડીટી જેવી બીમારી સામાન્ય ગણાય છે પરંતુ તેને લીધે અન્ય કેટલીયે બીમારીઓ ઉદભવે છે. આજના આ આર્ટીકલ મા આપણે ઘરગથ્થુ ઉપચારથી ગેસ એસીડીટી થી કેવી રીતે છૂટકારો મેળવવો તેની માહિતી મેળવીશુ.
ગેસ એસીડીટી ઉપચાર
ગેસ એસીડીટી જેવી સામાન્ય તકલીફો મા આપણે સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપચાર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત આવા ઉપચારો કારગત નીવડતા નથી. વધુ પડતી એલોપેથીક દવાઓ પણ નુકશાનકારક સાબીત થઇ શકે છે. ત્યારે આપણે કેટલાક એવા ઉપચારો ની માહિતી મેળવીશુ જેનાથી તમને ગેસ એસીડીટી મા ઘણી રાહત મળશે.
આપણા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પેટને ઠંડુ રાખવાથી સ્વાસ્થ્ય સારુ જળવાઈ રહેશે. પેટની ગરમી 100થી વધુ બીમારીઓ ને નોતરી શકે છે. પેટની ગરમી ત્યારે થાય જ્યારે આપણી પાચન સિસ્ટમ જરૂર કરતા વધુ કામ કરતી હોય અને તેના કારણે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે અને પેટની ગરમી પછી વધે છે. આપણા પાચનને વધુ કામ કરવાની જરૂરિયાત આપણા ડાયેટના કારણે થતી હોય છે. આપણા ખાવામાં જંક ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સનું સેવન કરીએ છીએ જે પચવામાં વધુ સમય લે છે. અને પાચનશક્તિ ને તકલીફ પડે છે.
આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય
Gas Acidity Remedies
ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારોની માહિતી મેળવીશુ.
- ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે સૌ પ્રથમ તો બહારના મસાલેદાર ખોરાક ખાવાનુ ઓછુ કરી નાખવુ જોઇએ.
- ચા કોફી જેવા ગરમ પીણા ઓછા પીવા જોઇએ.
- જીરું, કોથમિર અને વરિયાળીનું સેવન કરવાથી પાચન શક્તિ સારી રીતે કામ કરે છે અને પેટની ગરમી ઓછી થાય છે.
- જીરૂ થી ખોરાકનુ પાચન સારી રીતે થાય છે અને ગેસ થી છૂટકારો મળે છે.
- કોથમીર ની તાસીર ઠંડી છે અને તેનાથી પાચન સારી રીતે થાય છે. અને ગેસ એસીડીટી મા રાહત મળે છે.
- વરિયાળી પેટની ગરમી ને શાંત કરે છે અને પાચન સારુ થાય છે.
- કોથમીર, જીરુ, વરિયાળી, ફુદિના અને મિસરી ની ચા બનાવી પીવાથી ગેસ એસીડીટી મા રાહત રહે છે.
- જેથીમધનુ ચુર્ણ બનાવી પીવાથી એસીડીટી મા રાહત રહે છે.
- લીમડાની છાલનુ ચૂર્ણ કે લીમડાની છાલ પલાળીને તેનુ પાણી પીવાથી એસીડીટીમા રાહત મળે છે.
- ત્રિફળા ચૂર્ણ ને દૂધ સાથે પીવાથી એસીડીટી મા રાહત રહે છે.
- જાયફળ અને સૂંઠનુ ચૂર્ણ પીવાથી એસીડીટી મા રાહત મળે છે.
- લવિંગ ચૂસવાથી એસીડીટીમા રાહત રહે છે.
- ગોળ, કેળા, બદામ અને લીંબુ એસીડીટી મા સારુ કામ આપે છે.
- ફૂદીના ના પાંદડા ને પાણીમા ઉકાળીને પીવાથી એસીડીટી મા ફાયદો થાય છે.
- જમ્યા બાદ થોડુ ચાલવાની ટેવ રાખો. તેનાથી ખોરાકનુ પાચન સારી રીતે થશે અને ગેસ એસીડીટી મા પણ રાહત રહેશે.
- ખૂબ જ ગેસ થયો હોય તો, દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સેવન કરો. જેના કારણે પેટના દુખાવામાં રાહ્ત રહેશે. અજમા સાથે થોડું સિંધાલૂણ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં લેવાથી ગેસ એસીડીટી મા રાહત રહે છે.
- ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે કેટલીક ઘરગથ્થુ દવાઓનો ઉપાય કરી શકો છો. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી તેનુ સેવન કરવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.
ગેસ એસીડીટી ની તકલીફ સામાન્ય રીતે આપણી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવા ની ટેવો ને લીધે થાય છે. તેથી વધુ ભારે ભોજન અને મસાલા વાળા ખોરાક તથા બહારના ખોરાક ખાવાથી પરેજી રાખવી જોઈએ. રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવુ જોઇએ. જેથી ખોરાકનુ સારી રીતે પાચન થઇ શકે.
અહિં આપેલી માહિતી ઘરગથ્થુ નુસખા આધારીત છે. જે ડોકટર નો વિકલ્પ ન હોઇ શકે. આ નુસખા અજમાવ્યા પછી પણ જો ગેસ એસીડીટી મા ફરક ના જણાય તો ડોકટરની સલાહ અચૂક લેવી જોઇએ.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “ગેસ એસીડીટી ઉપચાર: કેટલીયે બીમારીઓનુ મુળ છે પેટની ગરમી, ગેસ એસીડીટી થી છૂટકારો મેળવો આ ઘરગથ્થુ ઉપચારથી”