નમો લક્ષ્મી યોજના: નમો સરસ્વતી યોજના: Namo Laxmi Yojana Form: ગુજરાત સરકાર દ્વારા કન્યાકેળવણી ને પ્રોત્સાહન મળે અને કન્યા ઓનો સાક્ષરતા દર વધે તે માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમા મૂકવામા આવી છે. કન્યાઓ પણ વિજ્ઞાન પ્રવાહમા શિક્ષણ મેળવે અને કન્યાઓ નો ડ્રોપ આઉટ દર ઘટે તે માટે સરકાર તરફથી ચલૌ વર્ષે બજેટમા નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના ની જોગવાઇ કરવામા આવી હતી. ચાલો જાણીએ આ બન્ને યોજનાઓમા કઇ રીતે સહાય મળશે અને કેટલી સહાય મળશે ?
Namo Laxmi Yojana Form
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણીવિષયક પહેલના ખૂબ સારાં પરિણામો મળ્યા છે. ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ હોંશભેર પૂરું કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી’ યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની એકપણ દીકરી આર્થિક અંતરાયોને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો શુભ આશય છે.
બેટી બચાવો – બેટી પઢાઓ, કન્યા કેળવણી વગેરે જેવાં અભિયાનોની સફળતા થકી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે સાથે એક અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશેલી કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કિશોરવયની કન્યાઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેઓ સશક્ત બને તે હેતુસર ધોરણ ૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓનો અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
- દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
- તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
- ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
- એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
- નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
- આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
- માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
- સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના
આજની પેઢી રાષ્ટ્રનું ભવિષ્ય છે. ‘ભણેલી દીકરી બે કુળને તારે’ આ ઉક્તિને સાર્થક રાખવા ચાલો, આપણે સહુ સાથે મળીને દીકરીઓના શિક્ષણ માટે સહિયારા પ્રયત્ન કરીએ અને રાષ્ટ્ર નિર્માણના આ યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપીએ.
નમો લક્ષ્મી યોજના
યોજનાનુ નામ | નમો લક્ષ્મી યોજના |
યોજનાના લાભ | ધોરણ 9 થી 12 મા કન્યાઓને સહાય |
યોજનાની શરૂઆત | તા.09-03-2024 થી |
લાભાર્થી જુથ | ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતી કન્યાઓ |
સહાય | ધોરણ 9 થી 10 વાર્ષિક રૂ.10000 ધોરણ 11 થી 12 વાર્ષિક રૂ.15000 |
ગુજરાત સરકારના વર્ષ 2024-25ના જાહેર કરાયેલા બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે કન્યાઓ ધોરણ 12 સુધી વિજ્ઞાન પ્રવાહનુ શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ની જોગવાઇ કરવામા આવી હતી. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ હાજરીના આધારે માસિક રૂપિયા 500 બાકીના 50% ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ તેના ખાતામાં જમા કરવામા આવશે. ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15000 રૂપિયા ની સહાય કન્યાને મળવાપાત્ર છે.
નમો સરસ્વતી યોજના
ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ કન્યાઓ માટે બીજી પણ એક સારી યોજના નમો સરસ્વતી યોજના શરૂ કરવા જઇ રહ્યો છે.
આ બન્ને યોજનાનો લાભ રાજ્ય સરકારની અનુદાનિત અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ કન્યાઓને આપવામા આવનાર છે. નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ ના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના સાધના મેરીટ સ્કોલરશીપ નામની નવી યોજના શરૂ કરવામા આવી છે.
આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ 2024 જાહેર, ડાઉનલોડ કરો તમારા વિસ્તારની નવી મતદાર યાદિ, ચેક કરો તમારૂ નામ
આ યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર કન્યાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્ય શાળાઓમાં ધોરણ 11અને 12 વિજ્ઞાન પ્રવાહ નુ શિક્ષણ મેળવવા માટે રૂપિયા 25,000ની સ્કોલરશીપ આપવામા આવશે. જેમાં ધોરણ 11 માટે વાર્ષિક 10,000 તેમજ ધોરણ 12 માટે વાર્ષિક 15000 ની સ્કોલરશીપ મળવાપાત્ર છે. જેમાં 50% રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર આપવામા આવશે અને બાકીની 50% રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની તે કન્યાની હાજરીના આધારે આપવામા આવશે.
અગત્યની લીંક
નમો લક્ષ્મી યોજના ડીટેઇલ ઠરાવ | અહિં ક્લીક કરો |
ફોર્મ ભરવાની પ્રોસેસ | અહિ કલીક કરો |
નમો સરસ્વતી યોજના ડીટેઇલ ઠરાવ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
નમો લક્ષ્મી યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
ધોરણ 9 થી 12 મા વાર્ષિક રૂ.50000
નમો સરસ્વતી યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
ધોરણ 11 થી 12 મા કુલ રૂ.25000
Sadarpur ta deesa di b k post lunapur pi 385540
haii
તમારી યોજના અમને સારી લાગી
Hi
Hi
આયોજના બહુ જ સારી છે
આ યોજના ખૂબ સારી છે કન્યાઓને આપે છે આ પૈસાથી કન્યાઓનું ભવિષ્ય બદલી જશે ખૂબ ખૂબ ધન્યવાદ સરકાર તમને અમને આપવા માટે થેન્ક્યુ સો મચ
Aa yojna khubaj saari che
નમસ્તે
જે દીકરીઓ એક જ સ્કૂલમાં ધોરણ નવ થી 12 અભ્યાસ કર્યો છે આવી દીકરીઓ હવે બારમા ધોરણમાં આવી છે તો આ દીકરીઓને માત્ર 12 મા ધોરણ ની જ સ્કોલરશીપ મળશે કે 9 10 11 12 ની ભેગી સ્કોલરશી મળશે
nice article keep it up dear