AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલીકા કલાર્કની 612 જગ્યાઓ પર મોટી ભરતી, લાયકાત ગ્રેજયુએટ; ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રીલ

AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: AMC Clerk Recruitment: અમદાવાદ મહાનગરપાલીકા મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી ભરતી આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત 612 જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. સહાયક જુનીયર કલાર્ક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રીલ 2024 છે.

AMC Recruitment 2024

જોબ સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ જગ્યા612
પોસ્ટસહાયક જુનીયર કલાર્ક
ભરતી પ્રકારકાયમી ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખતા.15-3-2024 થી
તા. 15-4-2024
પગારધોરણફીકસ પગાર રૂ.26000
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://ahmedabadcity.gov.in

આ પણ વાંચો: LRD Recruitment 2024: ગુજરાત પોલીસ મા 12472 જગ્યાઓ પર મોટી ભરતી, ડીટેઇલ ભરતી નોટીફીકેશન જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

અમદાવાદ મહાનગરપાલીકા ની આ ભરતી માટે જરૂરી વિગતો નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

સહાયક જુનીયર કલાર્ક ની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.

  • કોઇ પણ માન્ય વિદ્યાશાખામા સેકન્ડ કલાસ સાથે ગ્રેજયુએટ પાસ હોવા જોઇએ.
  • સરકાર માન્ય સંસ્થામાથી સી.સી.સી. પાસનુ સર્ટી ધરાવતા હોવા જોઇએ.

પગારધોરણ

જુનીયર કલાર્ક ની આ પોસ્ટ માટે પસંદ થયેલ ઉમેદવાર ને ત્રણ વર્ષ ફીકસ પગાર રૂ.26000 મળવાપાત્ર છે. ત્રણ વર્ષ ની સંતોષકારક સેવાઓ બાદ નિયમિત પગારધોરણ મા સમાવેશ કરવામા આવશે.

વય મર્યાદા

સહાયક જુનીયર કલાર્ક ની આ જગ્યા માટે મહતમ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવેલ છે.

અરજી ફી

જુનીયર કલાર્ક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબ એપ્લીકેશન ફી ચૂકવવાની રહેશે.

  • બીનઅનામત કેટેગરીના ઉમેદવારો એ રૂ.500 અરજી ફી ચૂકવવાની રહેશે.
  • અનામત કેટેગરી ના ઉમેદવારોએ રૂ.250 અરજી ફી ચૂકવવાની રહેશે.
  • દિવ્યાંગજન કેટેગરી ના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહિ.

આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના

AMC Clerk Recruitment

અમદાવાદ મહાનગરપાલીકા મા આવેલી કલાર્ક ની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવેલી છે.

કેટેગરીજગ્યાઓ
બીન અનામત268
અનુ.જાતિ17
અનુ. જન જાતિ129
આ.ન.વ.61
સા.ક્ષૈ.પ.વ.137

ઓનલાઇન અરજી

સહાયક જુનીયર કલાર્ક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફીસીયલ વેબસાઇટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.15-4-2024 છે.
  • ઓનલાઇન અરજી કરતી વખતે સબમીટ કરેલી વિગતો જ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમા લેવામા આવશે. તેથી કાળજીપૂર્વક અરજીફોર્મ ઓનલાઇન ભરવુ.
  • અનામત કેટેગરીના ઉમેદવારો ને ઉપલી વયમર્યાદા મા નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  • આ ભરતીની આગળની સૂચનાઓ માટે ઓફીસીયલ વેબસાઇટ http://www.ahmedabadcity.gov.in જોતા રહેવુ.

important Link

AMC official websiteclick here
ડીટેઇલ ભરતી નોટીફીકેશનclick here
Home pageclick here
jon whatsapp Groupclick here
AMC Recruitment 2024
AMC Recruitment 2024

અમદાવાદ મહાનગરપાલીકા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?

સહાયક જુનીયર કલાર્ક ની 612 જગ્યાઓ પર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ahmedabadcity.gov.in

સહાયક જુનીયર કલાર્ક ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

તા.15-4-2024

1 thought on “AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલીકા કલાર્કની 612 જગ્યાઓ પર મોટી ભરતી, લાયકાત ગ્રેજયુએટ; ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રીલ”

Leave a Comment

error: Content is protected !!