Heatwave: ગરમી અને લૂ બની શકે છે જીવલેણ, રાખો આટલુ ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?

Heatwave: લૂ લાગે તો શું કરવુ ? : હાલ રાજયના અનેક જિલ્લાઓમા ખૂબ જ ગરમી અને લૂ પડી રહી છે. ઘણી વખત લૂ અને ગરમી લાગવાથી ના કારણે ઘણા લોકો ગંભીર રૂપે બિમાર પડી જાય છે. એમા પણ આવનારા સમયમાં ગરમી વધવાની શક્યતાઓ રહેલી છે. મે અને જૂન મહિનામાં અંગ દઝાડતી ગરમી પડતી હોય છે, જેનાથી લોકો બપોરના સમયે બહાર નીકળી નથી શકતા. અનેક લોકો લૂ’ના કારણે મોતને ભેટતા હોય છે. લૂ’ લાગવી તે હીટ સ્ટ્રોક જેવી જ પરિસ્થિતિ છે, તાત્કાલિક ઈલાજ કરાવવામાં ના આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થવાની શ્કયતાઓ રહેલી છે. ભીષણ ગરમીમાં બહાર નીકળતા સમયે કેટલીક ખાસ સાવધાનીઓ રાખીને આપણે લૂ’થી બચી શકીએ છીએ. લૂ’થી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા કેટલાક જરૂરી ઉપાય ની આપણે માહિતી મેળવીશુ.

Heatwave

પહેરવેશ

Heatwave લૂ’ અને ગરમીથી બચવા માટે બપોરના સમયે ગરમીમાં બહાર ના નીકળવું જોઈએ. જો બહાર નીકળવાની જરૂર જ પડે તો કોટનના કપડા પહેરીને બહાર નીકળવું જોઇએ. બહાર નીકળતા સમયે ખાસ કરીને ચહેરો અને શરીરના અન્ય ભાગોને ઢંકાય જાય તેવા કપડા પહેરવા જોઈએ.

આ પણ વાંચો: ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા ફાયદાઓ

પુરતુ પાણી પીવો

Heatwave ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળતો હોય છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી નુ પ્રમાણ ઘટી જાય છે. જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની શકયતાઓ વધી જાય છે. જેથી ગરમીમાં પ્રવાહિનુ વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરતુ રહેવુ જોઇએ. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકે છે.

જ્યુસ અને નારિયેળ પાણી

Heatwave મા જ્યૂસ અને નારિયેળ પાણીનું સેવન કરવુ જોઇએ.ગરમીમાં ફીટ રહેવુ જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું વગેરેનુ સેવન કરવુ જોઇએ.

વિટામીન C

Heatwave મા વિટામીન C યુક્ત ફળનું સેવન વધુ કરો. ભીષણ ગરમીથી બચવા માટે ઇમ્યુનીટી મજબૂત હોવી જરૂરી છે. આ માટે વિટામીન C યુક્ત ફળનું સેવન વધુ કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણી નુ પ્રમાણ વધુ માત્રા મા હોય છે.

આ પણ વાંચો: અંજીર ખાવાથી થતા ફાયદાઓ

મસાલેદાર ભોજન ટાળો

Heatwave મા ગરમીમા મસાલેદાર ભોજનનું વધુ પડતુ સેવન ના કરવું જોઇએ. ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન કરવુ હિતાવહ નથી. લૂ’ અને હીટસ્ટ્રોકથી બચવા માટે હંમેશા ઘરના ભોજનનું જ લેવાનુ રાખવુ જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને વધુ શામેલ કરવા જોઈએ.

લૂ ની અસર થાય તો સારવાર માટેના ઉપાયો

જો કોઇ વ્યકતિને લૂ લાગે તો નીચેના જેવા ઉપાયો કરી શકાય.

  • સૌ પ્રથમ તો તે વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયડા નીચે સુવડાવવો જોઇએ. તેને/તેણીને ભીના કપડાથી લુછો/શરીરને વારેવારે ધુઓ. માથા પર સામાન્ય હૂંફાળું પાણી રેડો. મુખ્ય બાબત શરીરનુ તાપમાનને નીચે લાવવાની છે.
  • આ વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી(ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ આપી શકાય.
  • વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લઇ જાવ. લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાની પણ જરૂર પડતી હોય છે.

ઉનાળાના આકરા તાપ અને લૂ મા નાના બાળકો અને મોટી ઉમરના લોકોએ બને ત્યા સુધી બહાર ઓછુ નીકળવુ જોઇએ. અને લૂ લાગે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરી યોગ્ય સારવાર શરૂ કરાવવી જોઇએ. કાળઝાળ ગરમીમા વિદેશી સોફટડ્રીંક્સ પીવાને બદલે ઘરગથ્થુ વસ્તુઓથી બનેલા દેશી પીણા પીવાનો આગ્રહ વધુ રાખવો જોઇએ.

Heatwave અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો
Heatwave
Heatwave

કોઇ વ્યક્તિને લૂ લાગે તો શું કરવુ જોઇએ ?

સૌ પ્રથમ પ્રાથમિક ઉપચાર કરી તેને તાત્કાલીક નજીકના આરોગ્ય કેંદ્ર પર લઇ જવો.

1 thought on “Heatwave: ગરમી અને લૂ બની શકે છે જીવલેણ, રાખો આટલુ ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?”

Leave a Comment

error: Content is protected !!