દ્રાક્ષ ખાવાના ફાયદા: હાલ રાજયમાથી શિયાળો વિદાઇ લેવાના મુડમા છે. અને ધીમે ધીમે ગરમીઓની શરૂઆત થતી જાય છે. શિયાળાની વિદાઇ થતા જ બજારમા પુષ્કળ પ્રમાણમા દ્રાક્ષ નુ આગમન થઇ જાય છે. હાલ 2 પ્રકારની દ્રાક્ષ મુખ્યત્વે મળે છે. લીલી અને કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને શું ફાયદો થાય અને કઇ દ્રાક્ષ ખાવી જોઇએ લીલી કે કાળી તે આજે માહિતી મેળવીએ.
દ્રાક્ષ ખાવાના ફાયદા
દ્રાક્ષ ખાટી હોય કે મીઠી દરેક પ્રકારની દ્રાક્ષ ખાવી શરીર માટે ફાયદાકારક હોય છે. વિટામીન્સ, એન્ટીઓકસીડન્ટ અને શરીર માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર દ્રાક્ષ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આજે આપણે વાત કરીશુ કે કયા પ્રકારની દ્રાક્ષ ખાવાથી શરીરને શું ફાયદો થશે ?
બજારમા મળતી લાલ દ્રાક્ષ એન્ટીઓક્સિડેંટ તત્વોથી ભરપૂર હોય છે, જે કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમને વ્યવસ્થીત કામ કરતી રાખવામાં અને તેનાથી સંબંધિત બીમારીઓને દૂર કરવામા ઉપયોગી છે. તેનાથી બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ દૂર થાય છે. આવી જ રીતે તમે ડાયટમાં રેડ ગ્રેપ્સને સામેલ કરી લો, તો આપ હાર્ટ ને લગતી બીમારીઓથી બચી શકશો.
લાલ દ્રાક્ષ ડાયાબિટીઝ ના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે. તે શુગર ને કન્ટ્રોલ કરવામા મદદ કરે છે. દ્રાક્ષ નો ગ્લાય્સેમીક લોડ અને ઇન્ડેક્ષ ઓછા હોય છે. જેના કારણે તે બ્લડમાં શુગર વધવાના ખતરાને ઓછો કરે છે. લાલ દ્રાક્ષમાં ફાઈબર ખૂબ હોય છે. જેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે.
લાલ દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમા વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયરન તત્વો રહેલા હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારવાથી લઈને હેલ્દી રાખવા અને બોન્સને મજબૂત બનાવવાનું કામ કરે છે.
લીલી દ્રાક્ષમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમા હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવામા અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન B6, પોટેશિયમ, વિટામિન કે અને મેગનીઝ જેવા તત્વો પુરતા પ્રમાણમા જોવા મળે છે. તે ટાઈપ ટૂ ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે.
લીલી દ્રાક્ષ ખાવાના ફાયદા
અત્યારે દ્રાક્ષની સીઝન હોવાથી લીલી દ્રાક્ષ બજારમા પુષ્કળ પ્રમાણમા આવે છે. લીલી દ્રાક્ષ ખાવાથી નીચે મુજબના ફાયદા થાય છે.
- લીલી દ્રાક્ષ માઇગ્રેનમાં ફાયદાકારક છે.
- લીલી દ્રાક્ષ બ્લડપ્રેશર ના દર્દી ઓ માટે ખાસ ઉપયોગી છે. તે બ્લડપ્રેશર ને કંટ્રોલ મા રાખે છે.
- હાર્ટ સબંધિત બીમારીથી બચાવ
- લીલી દ્રાક્ષ થી કબજિયાતમાં રાહત રહે છે.
- લોહીની કમી દૂર કરે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
