લો બ્લડ પ્રેશર: લો બ્લડ પ્રેશર થવા માટે ના કારણો, કરો આટલા ઉપાય; તરત મળશે રાહત

લો બ્લડ પ્રેશર: Low Blood pressure: આજ કાલ આપણા દેશમા 2 બીમારી સૌથી વધુ ઘર કરી ગઇ છે. ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર. ઘણા લોકો હાઇ બ્લડની બીમારી થી પીડાતા હોય છે તો ઘણા લોકો લો બ્લડ પ્રેશર ની તકલીફ ધરાવતા હોય છે. બ્લડ પ્રેશર એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનુ છે. બ્લડ પ્રેશર એટલે કે શરીર મા લોહી નુ પરિભ્રમણ તેના વિશે આજની આ પોસ્ટમા આપણે જરૂરી માહિતી મેળવીશુ.

બ્લડ પ્રેશર એટલે શુ ?

બ્લડ પ્રેશર એટલે કે શરીરમા લોહીનુ યોગ્ય પરિભ્રમણ થવુ ખૂબ જ જરૂરી છે. જો કોઇ કારણથી બ્લડ સરકયુલેશન આદર્શ લેવલ કરતા વધુ કે ઓછુ થઇ જાય તો સ્વાસ્થય ને લગતી ઘણી બીમારીઓ થાય છે. આપણા શરીરમા દરેક અવયવ અને કોષો સુધી લોહીનુ પરીભ્રમણ થતુ હોય છે આના માટે આપણુ હ્રદય એક પંપ જેવુ કામ કરે છે. જે હ્રદયમાં આવતા અશુદ્ધ લોહીને ફેફસામાં શુધ્ધ થવા માટે મોકલે છે. જયારે હ્રદયમાં આવતા શુદ્ધ લોહીને મુખ્ય ધમની દ્વારા સમગ્ર શરીરમાં મોકલવામા આવે છે.

મુખ્ય ધમનીથી આગળ વધી નાની-મોટી શાખાઓમાં લોહીનું પરિભ્રમણ ત્યારે જ અવિરત ચાલુ રહે છે જયારે નિયત માત્રામાં પ્રેશર હોય. પરંતુ આ બ્લડ પ્રેશર નુ પ્રમાણ જરૂરથી વધુ કે ઓછું થઇ જાય છે તો શરીર પર તેની ઘણી આડઅસરો જોવા મળતી હોય છે.

આ પણ વાંચો: Best Home Remedies For Acidity 2023 | એસિડિટી ના કારણો, લક્ષણો અને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

લો બ્લડ પ્રેશર

આજ કાલ મોટા ભાગે લોકો હાઇ બ્લડ પ્રેશર ની બીમારી વાળા જ જોવા મળશે. હાઈ બ્લડ પ્રેશર થવાનો ડર દરેકને લાગે છે. બ્લડપ્રેશર વધતાં જ લોકો સતર્ક થઈ જતા હોય છે. જેમ હાઇ બ્લડ પ્રેશર હોવું જેટલું નુકશાનકારક છે તેટલુ જ લો બ્લડ પ્રેશર હોવું પણ એટલું જ ખતરનાક છે. 120/80 mm Hg સુધીનું બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવતુ હોય છે. જો બ્લડ પ્રેશરનું સ્તર 90/60mm Hg સુધી જાય, તો તેને લો બ્લડ પ્રેશર કહેવામા આવે છે. આને હાયપોટેન્શન પણ કહેવામાં આવે છે. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમા ઘણા નુકશાન થાય છે. તેથી લો બ્લડ પ્રેશરને હળવાશથી ન લેવુ જોઇએ.

લો બ્લડ પ્રેશરના લક્ષણો

જો નીચે મુજબના લક્ષણો દેખાય તો લો બ્લડ પ્રેશર છે તેવુ સમજજો.

  • ચક્કર આવે.
  • માથુ ફરે
  • કળતર થાય
  • શરીર દુખે
  • બેભાન થઇ જવાય
  • શરીરમા નબળાઇ વર્તાય
  • શ્વાસ ઝડપી બને
  • એકાગ્ર્તા ઘટે
  • આંખે ધૂંધળુ દેખાય
  • એકાગ્રતા ઘટે
  • ખૂબ તરસ લાગવી
  • ચામડીનો રંગ ફીક્કો પડી જાય
  • ડીપ્રેશન આવે

આ પણ વાંચો: Weight Loss tips: વજન ઘટાડવા કરો આ ૫ ઉપાય, ૧૦ દિવસમા દેખાશે રીઝલ્ટ

લો બ્લડ પ્રેશરના કારણો

  • ડિહાઇડ્રેશન: ઘણી વખત ભૂખ્યા રહેવાની લીધે અથવા શરીરમા પાણી ઘટવાથી બ્લડ પ્રેશર લો થઇ જાય છે.
  • એનિમીયા: શરીરમા લોહીનુ પ્રમાણ ઓછુ હોય ત્યારે બ્લડ પ્રેશર લો થવાની શક્યતા વધુ રહે છે.
  • વધુ પ્રમાણમા આલ્કોહોલ નુ સેવન કરવાથી અચાનક બ્લડ પ્રેશર લો થઇ જાય છે.
  • ડાયાબીટીસ ની બીમારી મા પન બ્લડ પ્રેશર લો થઇ જાય છે.
  • હ્રદયરોગ સાથે સંકળાયેલી બીમારીઓની દવાને કારણે
  • થાઇરોઇડ ને કારણે

લો બ્લડ પ્રેશર ના ઉપાય

લો બ્લડ પ્રેશર થવાનુ મુખ્ય કારણ ડીહાઇડ્રેશન છે. તેનાથી બચવા માટે પુષ્કળ પ્રમાણમા પાણી પીવુ જોઇએ. બ્લડ પ્રેશર ઓછુ કરે તેવી દવાઓ બીલકુલ ન લેવી જોઇએ. બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટે ઓછા કાર્બોહાઇડ્રેડ વાળા ખોરાક વધુ લેવા જોઇએ. રોટલી,પાસ્તા, બટાટા, ભાત જેવી વધુ કાર્બોહાઇડ્રેડ વાલી વસ્તુઓ ખોરાક્મા ઓછી લેવી જોઇએ.

બ્લડ પ્રેશરની શરીર માટે ખૂબ જ અગત્યનુ માનવામા આવે છે. બ્લડ પ્રેશરને હંમેશા નોર્મલ જાળવવાના પ્રયાસ કરવા જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
લો બ્લડ પ્રેશર
લો બ્લડ પ્રેશર

Leave a Comment

error: Content is protected !!