કેરીના ભાવ 2024: કેરીના શોખીન માટે ખુશખબર, બજારમા કેસર કેરીની આવક શરૂ; જાણો શુંં છે કિલોનો ભાવ

કેરીના ભાવ 2024: ઉનાળો આવે એટલે કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. એમા પણ કેસર કેરીના સ્વાદ ના શોખીન લોકો ઉનાળાની ખાસ આગમનની રાહ જોતા હોય છે. આમ તો એપ્રીલ મહિનાથી કેરીની આવક બજારમા શરૂ થતી હોય છે. પરંતુ હાલ માર્કેટ મા કેસર કેરીની વિવિધ માર્કેટ યાર્ડ મા થોડી થોડી આવક નોંધાઇ રહિ છે. ત્યારે ચાલો જાણીએ હાલ કેરીના શું ભવ બોલાઇ રહ્યા છે ?

કેરીના ભાવ 2024

ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું હાલ વિવિધ માર્કેટ યાર્ડ મા આગમન થઇ રહ્યુ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક નોંધાઇ હતી. કેરીની હરાજીમાં 10 કિલો કેરીના ભાવ રૂ. 1900 થી 3 હજાર સુધી બોલાયા હતા. હાલ કેરીની ઓછી આવક થવાથી સારા ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જો કે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ જેટલી મોડી શરૂઆત થઇ છે. કેસર કેરીમાં સ્વાદમા ખૂબ જ પ્રખ્યાત ગણાતી તાલાલા ગીરની કેસર કેરીનું બજારમા આગમન થવા પામ્યુ છે.

આ પણ વાંચો: ગેસ એસીડીટી ઉપચાર: કેટલીયે બીમારીઓનુ મુળ છે પેટની ગરમી, ગેસ એસીડીટી થી છૂટકારો મેળવો આ ઘરગથ્થુ ઉપચારથી

હાલ હરાજીમા 10 કિલો કેરીના ભાવ 1900 થી 3 હજાર જેટલા બોલાઇ રહ્યા છે.
ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરી ની આવક નોંધાઇ હતી. ઉના પંથકથી પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી હતી. આ સિઝનની પ્રથમ વખત કેસર કેરીના 200 બોક્સ યાર્ડમાં હરાજી માટે આવતા આ કેરીની હરાજી કરવામાં આવી હતી. જેમાં કેરીનો રૂ. 1900 થી 3 હજાર ભાવ બોલાયો હતો. ગત વર્ષ કરતા આ વખતે ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની કેરીના ભાવની સરખામણી કરીએ તો આ સીઝનમા 10 કિલો કેરીના બોક્ષનો ખેડૂતોને 1800 થી 2100 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા.

ગત વર્ષની સરખામણીમા ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આ વર્ષની સીઝન ના પ્રારંભે ગીર પંંથકની પ્રખ્યાત ગણાતી કેસર કેરી નુ આગમન થયુ છે. આ કેરીના આગમનની સાથે કેરીની સિઝન ની શરૂઆત થઇ છે. પ્રથમ દિવસે કેસર કેરીના 200 બોક્સની આવક નોંધાઇ હતી. હરાજીમાં કેસર કેરીના 10 કિલોના બોકસના ભાવ રૂપિયા 1900 થી લઈને 3 હજાર સુધી આવ્યા હતા. હાલ કેરીના ઉંચા ભાવ મળી રહ્યા હોવાથી કેરી પકવતા ખેડૂતો મા ખુશી છે. આમ તો દર વર્ષે ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીનુ આગમન માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમા જ થઇ જતુ હોય છે. પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે કેરીનુ આગમન એક સપ્તાહ જેટલુ મોડુ થયુ છે. ઉલ્લેખનીય છે કે ગોડલ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટુ માર્કેટીંગ યાર્ડ ગણાય છે. અહી થી સમગ્ર રાજયમા કેરીની સપ્લાય કરવામા આવે છે.

હવે સમય જતા કેરીની આવકમા વધારો નોંધાતો જશે. જેમ જેમ આવક થશે તેમ કેરી ના ભાવ મા ઘટાડો નોંધાશે જેથી સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકે.

હાફૂસ કેરીના ભાવ

ગુજરાત મા કેસર કેરીની સાથે સાથે મહારાષ્ટ્ર રત્નાગીરી થી આવતી હાફૂસ કેરી પણ ખૂબ જ ફેમસ છે. હાલ સુરત મા હાફૂસ કેરીની આવક નોંધાઇ રહી છે. અને હાફૂસ કેરી રૂ. 120 થી 150 ના કીલોના ભાવે વેચાઇ રહી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
કેરીના ભાવ 2024
કેરીના ભાવ 2024

કેસર કેરીનુ ઉત્પાદન કયા થાય છે ?

કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ ના ગીર પંથકમા અને પોરબંદરમા વધુ થાય છે.

હાફૂસ કેરી નુ વધુ ઉત્પાદન કયા થાય છે ?

મહારાષ્ટ્ર ના રત્નાગીરી મા

1 thought on “કેરીના ભાવ 2024: કેરીના શોખીન માટે ખુશખબર, બજારમા કેસર કેરીની આવક શરૂ; જાણો શુંં છે કિલોનો ભાવ”

Leave a Comment

error: Content is protected !!