કિડની હેલ્થ ટીપ્સ: કિડની આપણા શરીરમા સૌથી મહત્વપૂર્ણ અંગોમાં સ્થાન ધરાવે છે. જો બંને કિડની કામ કરવાનું બંધ કરી દે તો માણસ 24 કલાક પણ ન જીવી શકે. એટલે કિડનીને સૌથી સુરક્ષિત રાખવી આપણા માટે જરુરી છે.
કિડની હેલ્થ ટીપ્સ
જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, ત્યારે આ ખોરાકની સાથે ઘણા ઝેરી રસાયણો પણ આપણા શરીરની અંદર જાય છે. બીજી તરફ પોષક તત્ત્વોના શોષણ દરમિયાન ઘણા પ્રકારના વેસ્ટ મટિરિયલ પણ બને છે.
આ ટોક્સિન લોહીમાં જમા થાય છે. કિડની લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. આ ફિલ્ટરેશનના માધ્યમથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે.
આ પણ વાંચો: બદામ ખાવાના ફાયદાઓ
- કિડની ખરાબ થવાનો પ્રથમ સંકેત પેશાબમાં થતી તકલીફો જોવા મળે છે
- કિડની ખરાબ થવા પર હિમોગ્લોબિનનું સંતુલન બગડી શકે છે.
- કિડની કામ કરવાનું બંધ કરી દે તો માણસ 24 કલાક પણ જીવી ન શકે
કિડનીનું શરીરમા શું કામ છે?
કિડની સ્પેશીયાલીસ્ટ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જે રીતે વાહન ચાલ્યા બાદ પ્રદૂષણ છોડે છે એ જ રીતે શરીરમાં પણ નકમૌ મટિરિયલ બને છે. કિડની આ નકામા મટિરિયલને બહાર કરે છે.
કિડની હેલ્થ ટીપ્સ આ સિવાય કિડની શરીરમાં રહેલા પ્રવાહીને પણ સંતુલન મા રાખે. કિડની શરીરમાં બનેલા વધારાના સોડિયમ, ફોસ્ફરસ, પાણી, મીઠું, પોટેશિયમ જેવા તત્વોને પેશાબ દ્વારા દૂર કરે છે. આપણા શરીરમાં જેટલું લોહી છે તે દિવસમાં ઓછામાં ઓછુ 40 વખત કિડનીમાંથી પસાર થાય છે. આપણા શરીરમાં હૃદયમાંથી જેટલુ લોહી નિકળે છે તેનું 20 ટકા લોહી કિડનીમાં પહોંચે છે અને તેને 24 કલાક ફિલ્ટર થાય છે.
આ પ્રક્રિયા દરમિયાન શરીરમાથી વેસ્ટ મટીરીયલ નિકળે છે. કિડની સોડિયમ, કેલ્શિયમ, મિનરલ્સ, પાણી, ફોસ્ટોફોરસ, પોટેશિયમ, હિમોગ્લોબિન વગેરેને બેલેન્સ કરવાનુ કામ કરે છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જો કિડનીના ફંક્શનમાં કોઈ અવરોધ આવે તો વ્યક્તિના જીવને જોખમ રહે છે.
આ પણ વાંચો: ઉનાળામા માટલાનુ પાણી પીવાના ફાયદાઓ
કિડની ખરાબ થવાના સંકેતો
પેશાબમાં તકલીફ
કિડની પેશાબ દ્વારા શરીરના તમામ પ્રકારના વેસ્ટ મટિરયલને દૂર કરે છે. તેથી જ કિડની ખરાબ થવાનો પ્રથમ સંકેત પેશાબમાં તકલીફ જોવા મળે છે. જો કિડની ખરાબ હોય તો પેશાબની સામાન્ય માત્રામાં પરિવર્તન થવા લાગે છે. એટલે પેશાબ ઓછો આવવો અથવા તો પહેલા કરતા વધારે આવવો આવા લક્ષણો છે. પેશાબનો કલર પણ બદલાઈ જાય છે. પેશાબમાં દુર્ગંધ આવવી, કિડની પર વધુ ભાર હોય ત્યારે પેશાબમાં વધુ પ્રોટીન આવવુ આવા લક્ષણો દર્શાવે છે, જેના કારણે પેશાબમાં ફીણ પણ આવે છે.
પગમાં સોજા
કિડની ખરાબ થવા પર હિમોગ્લોબિનનું સંતુલન બગડી જાય છે. જેના કારણે પગમાં સોજા થવા લાગે છે. આ સોજા ચહેરા પર આંખોની નીચે પણ જોવા મળે છે. આ સ્થિતિમાં જો લાંબા સમય સુધી ક્યાંક બેસી રહે તો પગમાં સોજા આવી શકે છે. તેમાં થાક પણ લાગી શકે છે.
ભૂખ ન લાગવી
જો કીડની વેસ્ટ મટિરિયલ શરીરમાથી કાઢવાનું બંધ કરી દેશે તો તો આ વેસ્ટ મટિરિયલ શરીરની અંદરના ભાગમાં જમા થવા લાગે છે. જો આ વેસ્ટ મટિરિયલ પેટમાં જમા થવા લાગે તો ઉબકા આવવા લાગે છે, ઉલટી થાય છે, ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટી જાય છે. પેટમાં દુ:ખાવો પણ થાય છે.
એકાગ્રતામાં અભાવ
આ રીતે જો મગજમાં વેસ્ટ મટિરિયલ જમા થવા લાગે તો આપણી એકાગ્રતામાં કમી થવા લાગે છે. ક્યારેક-ક્યારેક અચાનક બેભાન પણ થઈ જઇએ છીએ.
શ્વાસ ફુલાવા લાગશે
જો વેસ્ટ મટિરિયલ ફેફસામાં જમા થવા લાગે તો ફેફસામાં સોજો આવવા લાગે છે અને શ્વાસ ફુલાવા લાગશે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
સ્કિનમાં બળતરા
જો વેસ્ટ મટિરિયલ સ્કિનની નીચે જમા થવા લાગે તો સ્કિનમાં ફોડલીઓ, બળતરા, ખંજવાળ આવવા લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે- કિડનીની પરેશાનીના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. જેનાથી ઈન્ફેક્શન લાગવાનું જોખમ ઘણું વધી જાય છે.
કિડનીની સમસ્યા થવા પર શું કરવું
ડૉ. સચિન પાટિલના જણાવ્યા અનુસાર જો આ લક્ષણો એક અઠવાડિયાથી વધુ સમય સુધી જોવા મળે તો સૌ પ્રથમ નેફ્રોલોજીના ડૉક્ટરને મળવુ જોઇએ. ડોકટરની સહાલ અનુસાર હિમોગ્લોબિન, કિરેટેનિન, યુરિયા, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, પેશાબની તપાસ કરાવવી જોઇએ. સોનોગ્રાફીથી કિડનીની સાઈઝ, કિડની ઈન્ફેક્શન, પથરી વિશે જાણવામાં આવે છે.
કિડની હેલ્થ ટીપ્સ: કિડનીને લગતી કોઈ બીમારી હોય તો ડૉક્ટર તે મુજબ સારવાર આપે છે. કિડનીની બિમારી ન થાય તે માટે તેનો બચાવ વધુ જરુરી છે. આ માટે આધુનિક જીવનશૈલી બદલવી પડશે. દરરોજ વ્યાયામ કરો. પેઈન કિલર ન લો, જો તમને શુગર, બીપીની સમસ્યા હોય તો તેની સારવાર કરાવવી જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

કિડની હેલ્થ ટીપ્સ સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ કિડની હેલ્થ ટીપ્સ વાળો લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો હેલ્ધી ચાર્ટ સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો
કિડની નુ કાર્ય શું છે ?
કિડની લોહી ફીલ્ટર કરે છે.
1 thought on “કિડની હેલ્થ ટીપ્સ: કિડની નબળી પડવાના સંકેતો, જાણો તેને કન્ટ્રોલ કરવા શું કરશો આ છે”