સાપ્તાહિક રાશિભવિષ્ય: કેવા રહેશે આવનારા 7 દિવસ તમારા માટે, 18 થી 24 માર્ચ નુ રાશિભવિષ્ય

સાપ્તાહિક રાશિભવિષ્ય: Weekly Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનારું સપ્તાહ અમુક રાશિના જાતકો માટે ખાસ બની રહેશે. 18 માર્ચથી 24 માર્ચ 2024 સુધીનો સમય કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી બની રહેશે તો કેટલીક રાશિ ના જાતકો માટે સમસ્યા બની રહેશે. ખાસ કરીને આ સપ્તાહ હોળાષ્ટક નો સમય હોવાથી આવો જાણીએ આવનાર સપ્તાહમાં કઈ રાશિના જાતકોને લાભ થશે જયારે કઇ રાશિના જાતકો માટે સમસ્યાઓ ઉભી થશે.

સાપ્તાહિક રાશિભવિષ્ય

આવનારા 7 દિવસ હોળાષ્ટક રહેશે. જેની અમુક રાશિઓ ઉપર સારી અસરો થતી હોય છે તો અમુક રાશિ પર ખરાબ અસર થતી હોય છે. ચાલો જાણીએ આવનારુ સપ્તાહ તમામ રાશિના જાતકો માટે કેવુ રહેશે ?

મેષ સાપ્તાહિક રાશિફળ

મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. આ સપ્તાહ મા દોડધામ રહેશે. આ સપ્તાહે સંઘર્ષ ઘણો રહેશે. આ સપ્તાહે મન ઘણુ પરેશાન રહેશે. આ સપ્તાહે તમારે સ્વાસ્થ્ય બાબત પણ વિશેષ કાળજી લેવી પડશે.

ઉપાયઃ- આ સપ્તાહ દરમિયાન દરરોજ સંકટ નિવારક શ્રી હનુમાનજીની પૂજા વિધિ કરવી જોઇએ અને શ્રી સુંદરકાંડનો પાઠ કરો.

આ પણ વાંચો: ગેસ એસીડીટી ઉપચાર: કેટલીયે બીમારીઓનુ મુળ છે પેટની ગરમી, ગેસ એસીડીટી થી છૂટકારો મેળવો આ ઘરગથ્થુ ઉપચારથી

વૃષભ સાપ્તાહિક રાશિફળ

આ સપ્તાહ વૃષભ રાશિના જાતકો માટે સફળતા વાળો રહેશે. આ સપ્તાહે લાંબી મુસાફરી કરવાના યોગ રહેલા છે. આ સપ્તાહે ખર્ચ નુ પ્રમાણ પણ વધુ રહેશે. આ સપ્તાહે તમારો માનસિક ડર ઓછો થશે. આ સમયગાળામા બીઝનેશ સાથે જોડાયેલી કોઇ મોટી ડીલ થઇ શકે છે. આ સપ્તાહે તમારૂ માન સન્માન વધશે.

ઉપાયઃ આ સપ્તાહે ભગવાન મહાદેવની વિધિ પ્રમાણે સાધના કરો અને શિવ ચાલીસાનો પાઠ કરવા જોઇએ.

મિથુન સાપ્તાહિક રાશિફળ

મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું શુભ ફળદાયી બની રહેશે. આ અઠવાડિયે તમે કરેલા પ્રયત્નો નુ ઇચ્છિત ફળ મળશે. કારકિર્દી માટે આ સમય સારો રહેશે. આ સપ્તાહે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવ્રુતિઓમા વ્યસ્ત રહેવાનુ થશે. પ્રેમ સંબંધોની દ્રષ્ટીએ આ સપ્તાહ અનુકૂળ રહેશે. આ સપ્તાહે સ્વાસ્થ્ય પણ સારુ જળવાઇ રહેશે.

ઉપાયઃ આ સપ્તાહે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં દરરોજ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરવા જોઇએ.

કર્ક સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. આ સપ્તાહે કયારેક સારા પરિણામો મળશે તો અમુક નાની નાની સમસ્યાઓ પણ ઉદભવશે. આ સપ્તાહે સ્વાસ્થ્ય ખાસ સાચવવાનુ થશે. વ્યવસાય વધારા ની યોજનાઓ સફળ થશે. કોઇ મોતો નિર્ણય લેવામા ખાસ કાળજી લેવી. પ્રેમ સંબંધોમા ખાસ સમજી વિચારીને આગળ વધવુ.

ઉપાયઃ આ સપ્તાહે પારદ શિવલિંગની પૂજા કરો અને દરરોજ રૂદ્રાષ્ટકમ ના પાઠ કરવા જોઇએ.

આ પણ વાંચો: ગુજરાત હિલ સ્ટેશન: આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન

સિંહ સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયે, સિંહ રાશિના જાતકો વિરોધી લોકોથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. નોકરીયાત લોકોએ બેદરકાર રહેવુ નહિ. નોકરી બદલવાનુ વિચારી રહ્યા હોય તો યોગ્ય સમજી વિચારીને નિર્ણય લેવો. આ સપ્તાહ નો ઉતરાર્ધ થોડો પડકારજનક રહેશે. આ સપ્તાહે સટ્ટાબાજી, લોટરી વગેરેથી દૂર રહેવુ. આ સપ્તાહે ખર્ચ મા વધારો થશે.

ઉપાયઃ આ સપ્તાહે દરરોજ સવારે ભગવાન સૂર્યની પૂજા કરો અને આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ કરવા જોઇએ.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર ફળદાયી રહેશે. આ સપ્તાહનીએ શરૂઆત મા થોડી તકલીફો પડી શકે છે પરંતુ સપ્તાહના ઉતરાર્ધમા નસીબનો સાથ મળશે. આ સમયગાળા મા માનસિક શાંતિમા ખલેલ પહોંચશે. આ સપ્તાહે આર્થીક સ્થિતિ સારી જળવાઇ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારો રહેશે.

ઉપાયઃ આ સપ્તાહે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે દરરોજ તુલસીજીની પણ સેવા કરો અને તેમની તુલસી ચાલીસા ના પાઠ કરો.

તુલા સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયે, તુલા રાશિના જાતકોએ એવા લોકોથી સાવધ રહેવુ જે તમારી સામે તમારી પ્રશંસા કરે છે અને તમારી પીઠ પાછળ તમારુ નુકશાન કરે છે. આ સપ્તાહે બીજા પર છોડવાને બદલે જાતે કામ કરો. આ સપ્તાહે લાંબી મુસાફરી ના યોગ રહેલા છે. આ સપ્તાહે વ્યવસાયમાં સાનુકૂળ પરિણામ આપશે. કારકિર્દી માટે આ સમય સારો રહેશે. પ્રેમ સંબંધોમા પરસ્પર વિશ્વાસ વધશે.

ઉપાયઃ આ સપ્તાહે શ્રીયંત્રની પૂજા કરવી અને દરરોજ શ્રી સૂક્ત ના પાઠ કરવા જોઇએ.

વૃશ્વિક સાપ્તાહિક રાશિફળ

વૃશ્વિક રાશિના જાતકો માટે આ સપ્તાહે અમુક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સપ્તાહે ખર્ચ મા વધારો થઇ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો ને સારી તૈયારી કરવાથી સારુ પરિણામ મળશે. પ્રિય વ્યક્તિના આગમન થી ઘરમા ખુશીનુ વાતાવરણ રહેશે. દામ્પત્ય જીવ્ન સુખી રહેશે.

ઉપાયઃ આ સપ્તાહે શ્રી હનુમાનજીની પૂજા કરતી વખતે દરરોજ બજરંગ બાણનો પાઠ કરો.

ધન સાપ્તાહિક રાશિફળ

ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ જીવનમાં નવી તકોના દ્વાર ખોલવાનું સાબિત થશે. નોકરીવાંચ્છુ ઓ માટે સારા સમાચાર મળશે. આ સપ્તાહે મન પ્રસન્ન રહેશે. આ સપ્તાહે ધાર્મીક અને આધ્યાત્મિક પ્રવ્રુતિઓમા વ્યસ્ત રહેશો. પરિવાર ના સભ્યો સાથે સમય વિતાવી શકસો. સમાજમા માન મોભો વધશે.

ઉપાયઃ દરરોજ તુલસીજીની સેવા કરવી અને શ્રી હરિની પૂજા કરતી વખતે વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરો.

મકર સાપ્તાહિક રાશિફળ

મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ સારુ રહેશે. આ સપ્તાહે ઇચ્છિત પરિણામ મળશે. આ સપ્તાહે આયોજીત કાર્યો પુરા થશે. વેપારી વર્ગ માટે આ સમય સારો રહેશે. આ સપ્તાહે ધાર્મીક અને આધ્યાત્મિક બાબતો મા વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય બાબતે કાળજી લેશો. અન્યથા તબીયત બગડી શકે છે. વાણી અને વર્તનમા નમ્રતા જાળવવી.

ઉપાયઃ- ભગવાન હનુમાનને દરરોજ ગોળ અને ચણા ચઢાવીને પૂજા કરવી.

કુંભ સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિના જાતકોને આ અઠવાડિયે ઘણી મહેનત અને સંઘર્ષ કર્યા પછી જ તેમના કાર્યોમા સફળતા મળશે. અન્ય સાથીદારો નો સહકાર મળી રહેશે. આ સપ્તાહે મુસાફરી કરવાના યોગ રહેલા છે. આ સપ્તાહનો ઉતરાર્ધ શુભ ફળ આપનારો હશે. કોઇ અટવાયેલી સમસ્યામાથી છૂટકારો મળશે.

ઉપાયઃ દરરોજ તાંબાના વાસણમાંથી શિવલિંગ પર જળ ચઢાવવુ અને શિવ ચાલીસા ના પાઠ કરવા.

મીન સાપ્તાહિક રાશિફળ

આ સપ્તાહ મીન રાશિના જાતકો માટે કેટલીક સમસ્યાઓ લઇને આવશે. આ સપ્તાહે બીનજરૂરી ખર્ચ કરવાનુ ટાળો. આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી લેવી.

ઉપાયઃ આ સપ્તાહે ભગવાન શ્રી વિષ્ણુને પીળા ચંદનનું તિલક લગાવી અને દરરોજ પૂજા કરો અને નારાયણ કવચ ના પાઠ કરો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સાપ્તાહિક રાશિભવિષ્ય
સાપ્તાહિક રાશિભવિષ્ય

Leave a Comment

error: Content is protected !!