વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ: કેટલે પહોંચ્યુ વાવાઝોડુ, જુઓ લાઇવ સ્ટેટસ

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ: Cyclone Tej status: બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાત પર વધુ એક વાવાઝોડા નુ સંકટ તોળાઇ રહ્યુ છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યુ છે. વાવાઝોડાની દહેશત ને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ વાવાઝોડા નો ટ્રેક શું હશે ? પવનની ઝડપ કેટલી હશે ? કયા લેન્ડફોલ થશે ? તેની માહિતી મેળવીએ.

Cyclone Tej status [Latest Update]

  • અરબ દેશોમા ચક્રવાતી તોફાન ની વધુ અસર થશે.
  • 24 ઓકટોબર સુધી રહેશે વાવાઝોડાની અસર
  • ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડુ
  • વાવાઝોડાની અસર ને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટૃ મા તેજ પવન ફૂંકાશે
  • ગુજરાતમા રહેશે વાદળછાયુ વાતાવરણ
  • 24 ઓકટોબર આસપાસ બંગાળના ઉપસાગરમા પણ હળવુ દબાણ સર્જાશે
  • ઉતર ભારતનુ હવામાન પલટાતા ઠંડી વધશે.

ગુજરાત પર સંભવિત વાવાઝોડા ‘તેજ’નો ખતરો જોતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામા આવી છે. સૌરાષ્ટૃ ના બંદરો પર લગાવાયા 2 નંબરના સિગ્નલ

  • ગુજરાત પર તોળાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો
  • આ વાવાઝોડા ને તેજ નામ આપવામા આવ્યુ છે.
  • દરિયા કાંઠે 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • પોરબંદર,વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ
  • ઓખા,નવલખી બંદર પર 1 નંબરનું સિગ્નલ

આ પણ વાંચો: Cyber Fraud: અચાનક ખાતામા 1000 જમા થશે અને છોકરી ફોન કરશે તે પરત કરવા, ચેતજો ખાતુ થઇ જશે ખાલી; સાયબર ફ્રોડ થી કેવી રીતે બચશો

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ

બિપરજોય વાવાઝોડાની જેમ ગમે ત્યારે બદલી શકે છે ટ્રેક.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમા સર્જાયેલ ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જોકે, હવામાન વિભાગે સાથે ચેતવણી આપતા એ પણ આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ તેનો રુટ ગમે ત્યારે બદલી શકે છે.

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ
વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ

હાલની પરિસ્થિતિ જોતા આ વાવાઝોડુ યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાશે તેવી આગાહિ કરવામા આવી છે.
બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું તેવે સૌ પ્રથમ આગાહિ કરવામા આવી હતી પરંતુ ત્યારબાદ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. હાલની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગ તરફથી એવી આગાહિ કરવામા આવી છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.

આ પણ વાંચો: SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 1000 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર

અરબી સમુદ્ર મા સર્જાયેલુ તેજ વાવાઝોડુ વધુ ખુંખાર બનતુ જાય છે. હાલ દરિયામા 105 કીમી ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. અને આ વાવાઝોડુ 20 કીમી ની ઝડપે આગલ વધી રહ્યુ છે. વાવાઝોડું રાત્રે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરશે. હાલ વાવાઝોડાની દિશા યમન અને ઓમાન તરફ ફંટાઇ તેવી છે. જ્યારે ગુજરાતના તમામ બંદર પર 2 નંબરવા સિગ્નલ લગાવવામાં આવ્યા છે. IMD ની આગાહિ અનુસાર 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતાઓ હાલ દેખાઇ રહી છે.

અગત્યની લીંક

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ લાઇવ સ્ટેટસ જુઓ મેપ પરઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

વાવાઝોડાનુ સ્ટેટસ મેપ પર લાઇવ જોવા માટે વેબસાઇટ કઇ છે ?

www.windy.com

Leave a Comment

error: Content is protected !!