અંબાલાલ ની નવી આગાહિ: ઓગષ્ટ મહિના મા આટલા દિવસ પડશે વરસાદ, નદીઓમા પૂર આવશે

અંબાલાલ ની નવી આગાહિ: વરસાદ આગાહિ; રાજયમા ત્રીજા રાઉન્ડ મા મેઘરાજા એ ધૂમ મચાવી હતી. ઘણા જિલ્લાઓમા ભારે વરસાદ પડવાથી ઘણી તારાજી સર્જાઇ હતી. જુનાગઢ મા અનરાધાર વરસાદ પડવાથી ઘણી નુકશાની થઇ હતી. ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહિ સામે આવી છે. તેમણે જણાવ્યું હતુ કે, 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

અંબાલાલ ની નવી આગાહિ

  • અંબાલાલની વધુ એક આગાહી આવી સામે
  • ઓગસ્ટમાં પણ રહેશે વરસાદી માહોલ
  • મુંબઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી
  • નદીઓમાં ઘોડાપૂરની આવવાની શક્યતા
અંબાલાલ ની નવી આગાહિ
અંબાલાલ ની નવી આગાહિ

રાજ્યમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હતી. પાંચ દિવસનાં નાનકડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામા આવી છે.

આ પણ વાંચો: Rajkot New Airport: રાજકોટના નવા હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ નો અંદરનો નજારો, વિદેશને પણ ટક્કર મારે તેવુ એરપોર્ટ ગુજરાતમા

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જીને તારાજી કરી હતી. અતિશય વરસાદ પડવાથી લોકોને રીતસર ત્રાહિમામ પોકારાવી દીધો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. મેઘતાંડવથી સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી સામાન્ય બની નથી. ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવી આગાહિ સામે આવી છે.

ભારે વરસાદની આગાહિ

27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી અંબાલાલ ની આગાહિ સામે આવી છે.
રાજયમા વરસાદ ની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ હતુ કે, 26 જુલાઈએ ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાય તેવી શકયતા છે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થનાર છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી જિલ્લામા વરસાદ વરસવાની શકયતાઓ છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં દરિયામા 100કિમી/ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Traffic Drive: હવે ટ્રાફીક નિયમો નુ ઉલ્લંઘન કરતા પકડાયા તો ખેર નથી, રાજ્યમા 1 મહિનો ચાલસે ટ્રાફીક ડ્રાઇવ

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી કરી છે.
સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાત પર હાલમા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત જોવા મળે છે, જોકે એનો અર્થ એ નથી કે વરસાદે પૂરેપૂરી વિદાય લીધી છે. ત્રીજા રાઉન્ડના વરસાદમાં હજુ પણ કેટલાક બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે તેવી સ્થાનિક હવામાન વિભાગ આગાહિ કરી રહ્યુ છે, તો બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવી છે.

હવામાન વિભાગની આગાહિ જોઇએ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે . દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

જિલ્લાવાઇઝ આગાહિ

હવામાન વિભાગની આગાહી મુજબ નીચે મુજબના જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

  • વલસાડ,
  • દમણ,
  • દાદરા નગર હવેલી

નીચે મુજબના જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

  • સાબરકાંઠા,
  • અરવલ્લી,
  • નવસારી,
  • તાપી,
  • જૂનાગઢ,
  • અમરેલી,
  • ભાવનગર,
  • ગીર સોમનાથ

અગત્યની લીંક

અંબાલાલની વરસાદની આગાહિ વિડીયોઅહિ ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “અંબાલાલ ની નવી આગાહિ: ઓગષ્ટ મહિના મા આટલા દિવસ પડશે વરસાદ, નદીઓમા પૂર આવશે”

Leave a Comment

error: Content is protected !!