યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબી, એકીસાથે 40 થી 50 હજાર લોકોને ગરબે રમતા જોવાનો અદભુત લ્હાવો

યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબી: United Way Baroda Live Garba 2023: નવરાત્રીની શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાતીઓને નવરાત્રી આવે એટલે પછી પુછવુ જ શુ ? ગુજરાતીઓ મનભરીને ગરબે રમવાનો આનંદ લૂંટે છે. પવિત્ર નવરાત્રી એટલે માતાજીની આરાધના નુ પર્વ. ગુજરાતમા મોટા શહેરોમા પાર્ટી પ્લોટ મા મોટી અને આધુનીક ગરબીઓ થતી હોય છે. જયારે ગામડાઓ મા પરંપરાગત ગરબા યોજાતા હોય છે. આજે આપણે ગુજરાતની સૌથી મોટી ગરબી એટલે કે યુનાઇટેડ વે બરોડા ગરબાની વાત કરીશુ અને આ ગરબા ઘરેબેઠા લાઇવ જોવાની માહિતી મેળવીશુ.

યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા

વડોદરા શહેર સૌથી મોટી નવરાત્રી માટે પ્રખ્યાત છે, જેને ‘યુનાઇટેડ વે ઓફ બરોડા’ ના ગરબા કહેવામાં આવે છે. કોઈપણ ગરબા પ્રેમી યુનાઈટેડ વે ના ગરવા જોવાનુ અને રમવાનુ ચૂકી શકશે નહીં કારણ કે તે ‘અતુલ પુરોહિત’ દાદાના સુમધુર સંગીત અને મધુર અવાજ સાથે ગરબા રમવા માટેનું સૌથી ફેમસ સ્થળ છે. દાદા અતુલભાઇ પુરોહિત ગરબા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેઓ ટાઈમલેસ ક્લાસિક ધ ગરબા લિજેન્ડ અને ગુજરાત ગૌરવના વ્યકિત છે. આ ગરબામા તમે એકીસાથે 40 થી 50 હજાર લોકોને ગરબે રમતા જોઇ શકો છો.

યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા એક ભવ્ય સ્તરે આયોજિત થતો ગરબા મોહોત્સવ છે અને તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે. એટલુ જ નહી યુનાઈટેડ વે નો વિશ્વના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિશ્વભરના લાખો લોકો દર વર્ષે ચૂક્યા વિના આ સ્થળે ઉમટી પડે છે. આ ગરબા ખૂબ જ જૂના છે અને વર્ષોથી તેનુ આયોજન કરવામા આવે છે. યુનાઇટેડ વે ગરબાનું આ 36 મુ વર્ષ છે.

ગુજરાતની સૌથી મોટી ગરબી

ઘણા નાના પાયાથી આ ગરબીની શરૂઆત કરવામા આવી હતી ત્યારે ઘરે ઘરે જઈને લોકોને આમંત્રિત કરતા અને પ્રસાદી આપતા. સૌપ્રથમ ગરબામાં લગભગ 500 જેટલા લોકો જ જોડાયા હતા અને આ વર્ષે 35000 ગરબા ખેલૈયાઓ તથા 1500 જેટલા દર્શકો જોડાનાર છે. સામાજિક કાર્ય માટે આ ગરબા શરૂ કર્યા હોવાને લીધે શરૂઆતમાં નિઃશુલ્ક ગરબા ખેલૈયાઓ ગરબે ઘૂમતા. પરંતુ સમય જતાં સામાજિક કાર્યો વધતા ગયા અને ડોનેશનની વધુ જરૂર પડી. ત્યારથી આ ગરબા મા ટીકીટ રાખવામાં આવી છે. એમાં પણ છોકરીઓ માટે તો એ સુવિધા પણ ઉપલબ્ધ છે કે ગરબા પછી ટિકિટના પૈસા પાછા લઈ શકે અથવા ડોનેટ કરી શકે છે. શરૂઆતમાં 500 રૂપિયા ટિકિટનો ભાવ હતો, જ્યારે આ વર્ષે છોકરાઓ માટે 4923 રૂપિયા અને છોકરીઓના 1383 રૂપિયા ટીકીટ રાખવામાં આવી છે.

જ્યારે ગરબા શરૂ કર્યા ત્યારે ખબર પણ નહોતી કે આ ગરબાનુ ક્ષેત્ર આટલું બધું મોટું થઈ જશે અને હવે તો દેશ વિદેશમાં જેમકે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા તમામ લોકો યુનાઈટેડ વે ના ગરબાના ચાહકો છે અને નવરાત્રી દરમિયાન વડોદરા ખાતે ગરબા રમવા પણ આવે છે. તથા જે લોકો રૂબરૂ નથી પહોંચી શકતા તે યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા જોવાનો આનંદ અચૂક માણે છે.

અગત્યની લીંક

United Way Baroda Live Garba 2023અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા
યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા

1 thought on “યુનાઇટેડ વે બરોડા લાઇવ ગરબા: ગુજરાતની સૌથી મોટી ગરબી, એકીસાથે 40 થી 50 હજાર લોકોને ગરબે રમતા જોવાનો અદભુત લ્હાવો”

Leave a Comment

error: Content is protected !!