Cyber Fraud: અચાનક ખાતામા 1000 જમા થશે અને છોકરી ફોન કરશે તે પરત કરવા, ચેતજો ખાતુ થઇ જશે ખાલી; સાયબર ફ્રોડ થી કેવી રીતે બચશો

Cyber Fraud: આજકાલ ગઠીયાઓ સાયબર ફ્રોડ ના અવનવા તુક્કા ગોતી લે છે. જેમ જેમ ટેકનોલોજી અને ઇન્ટરનેટ નો વ્યાપ વધતો જાય છે તેમ તેમ સાયબર ફ્રોડ ના કિસ્સા પણ વધતા જાય છે. આજકાલ સાયબર ફ્રોડ નો એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમા તમારા ખાતામા 1000 રૂપીય જમા થાય છે અને તે પરત કરવા માટે કોઇ ફોન કરે છે. આવા સાયબર ફ્રોડ થી કેવી રીતે બચવુ, શું ધ્યાન રાખવુ તે બાબતે અમદાવાદ પોલીસે લોકોને સાવચેત રહેવા જણાવ્યુ છે.

Cyber Fraud

આપણે google Pay, Phone pay, Paytm વગેરે જેવી પેમેન્ટ એપ. વાપરતા જ હોય છે. તેમા અચાનક કોઇ દ્વારા 1000 રૂપીયા જમા કરવામા આવે છે. તેની થોડી જ વારમા કોઇ છોકરીનો ફોન આવે છે જે માસૂમ અવાજમા વાત કરતી હોય છે કે તમારા નંબરમા ભૂલથી 1000 ટ્રાન્સફર થઇ ગયા છે. તે પરત કરી દો. જેવા તમે તેને આપેલે ડીટેઇલ પર આ રકમ પરત કરતા જ તમારી ડીટેઇલ તેની પાસે જતી રહેશે અને તમે સાયબર ફ્રોડ નો ભોગ બની શકો છો. અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગ તરફથી લોકોને આવા ફ્રોડ નો ભોગ ન બનવા સાવચેત રહેવા જણાવવામા આવ્યુ છે.

આ પણ વાંચો: Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવુ, સૌથી વધુ ફ્રોડ થતી 9 બાબતો મા શું ધ્યાન રાખશો

સાયબર ક્રાઇમ થી બચવા શું કરશો ?

આજકાલ સાયબર ફ્રોડ ખૂબ જ વધતા જાય છે.

  • જોબ ઓફર માટે આવતી લોભામણી જાહેરાતો મા છેતરાવું નહીં, જોબ માટે આવતા ઓફર લેટર સાચો છે કે ફેક તેની ખરાઇ અચૂક કરવી.
  • મોટા ડિસ્કાઉન્ટની લોભામણી લાલચમાં ક્યારેય ન આવવુ.
  • શોપિંગ પોર્ટલ રીયલ છે કે ફેક તેની માહિતી મેળવો બાદમાં જ ખરીદી કરવી
  • લોટરી ના ઇનામવાળા મેસેજ, કોલ થી હંમેશા દૂર રહો ક્યારેય તેનો રીપ્લાય ન આપો.
  • કોઇપણ ખોટી લૉન ઓફરની લાલચમાં ક્યારેય ન આવો.
  • લૉન માટે લોભામણી સ્કીમના આપેલા નંબર પર સંપર્ક ન કરવો અને આ બાબતની કોઇ લિંક ઓપન ન કરવી
  • યાદ રાખો બેંકો ક્યારેય કોઇ ગ્રાહકને ફોન કરી કોઇ ડીટેઇલ માંગતા નથી. બેંક ના નામ પર કોઇ વ્યક્તિ ફોન કરે તો જવાબ ન આપો. બેંક ના નામ પર ફોન કરે તો રૂબરૂ આવી આપી જશુ એવુ કહો.
  • ખાસ વેપારીઓ ઓનલાઇન પેમેન્ટ મેળવવા માટે QR કોડ સ્કેન ન કરવા હિતાવહ છે.
  • અજાણ્યા વ્યક્તિ સાથે વેપાર કરતા પહેલા ખરાઇ અચૂક કરો.
  • +91 સિવાયના નંબર પરથી આવતા ફોન કે મેસેજ નો ક્યારેય વિશ્વાસ ન કરો. અને આવા ફોન કે મેસેજનો રીપ્લાય આપવાનુ ટાળો.
  • સોશીયલ મીડિયામાં પર્સનલ ફોટોસ શેર કરવાનુ ટાળો.
  • પ્રોફાઈલ પિક્ચર પબ્લિક સર્ચ થી બ્લોક રાખો.
  • કોઈપણ અજાણી વ્યક્તિની રિકવેસ્ટ ક્યારેય એકસેપ્ટ ન કરો.
  • અજાણ્યા વ્યક્તિઓના વિડીયો કોલ નો જવાબ આપવાનુ ટાળો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “Cyber Fraud: અચાનક ખાતામા 1000 જમા થશે અને છોકરી ફોન કરશે તે પરત કરવા, ચેતજો ખાતુ થઇ જશે ખાલી; સાયબર ફ્રોડ થી કેવી રીતે બચશો”

Leave a Comment

error: Content is protected !!