વાવાઝોડુ હમૂન: તેજ બાદ હવે વાવાઝોડા હમૂન નો ખતરો, કયા થશે અસર; કેટલી હશે પવનની સ્પીડ

વાવાઝોડુ હમૂન: cyclone Hamoon: અરબ સાગર મા સર્જાયેલા લો પ્રેશર ને લીધે રાજયમા તેજ વાવાઝોડુ સર્જાયુ હતુ. જો કે આ તેજ વાવાઝોડા નો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે અને આ તેજ વાવાઝોડુ ઓમાન અને યમન તરફ ફંટાઇ ગયુ છે. ત્યારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમા વધુ એક વાવાઝોડુ સર્જાઇ રહ્યુ છે. આ વાવાઝોડાને હમૂન નામ આપવામા આવ્યુ છે. વાવાઝોડુ હમૂન ની અસર કયા થશે ? પવનની ગતિ કેટલી હશે ? આ માહિતી મેળવીએ.

વાવાઝોડુ હમૂન

  • બંગાળની ખાડી મા સર્જાયેલુ ડીપ પ્રેશર ચક્રવાતમાં ફેરવાયુ છે
  • ચક્રવાત ‘હામૂન’ અંગે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપ્યું છે.
  • ઓડિશા સહિત ના રાજ્યોમાં વરસાદની આગાહિ કરવામા આવી છે.
  • વાવાઝોડુ હમૂન 25 ઓકટોબરે બાંગ્લાદેશ પહોંચે તેવી આગાહિ કરવામા આવી છે.

વધુ એક વાવાઝોડાને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. હવે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાવાથી સાયકલોન સક્રિય થયુ છે. આ વાવાઝોડાને હમૂન નામ આપવામા આવ્યુ છે. વાવાઝોડું, ‘તેજ’ બાદ હવે ‘હમૂન’ વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે આજે રાતે બંગાળની ખાડીમાં બનશે ‘હમૂન’ ચક્રવાત.

આ પણ વાંચો: વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ: સાયક્લોન તેજ કયા ટકરાશે, પવનની ઝડપ શું છે; ગુજરાત પર અસર થશે કે નહી, જાણો લેટેસ્ટ અપડેટ

અરબી સમુદ્રમાં તેજ વાવાઝોડું સર્જાયું હતુ, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનવાની શકયતાઓ દેખાઇ રહી છે. તેજ બાદ હવે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું બની રહ્યું છે. ‘તેજ’ બાદ ‘હમૂન’ ચક્રવાત નો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે રાતે બંગાળની ખાડીમાં ‘હમૂન’ વાવાઝોડુ સક્રિય બનશે. જ્યારે અરબ સાગરમાં બનેલું ‘તેજ’ વધુ ઘાતક બની રહ્યુ છે. ‘તેજ’ અત્યંત ગંભીર કેટેગરીનું વાવાઝોડું બન્યું છે. ‘તેજ’ની ગતિ પવનેની ગતિ 195 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે. હાલ 13 કિમીની ઝડપથી ‘તેજ’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે.

cyclone Hamoon

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સોમવારે સાંજે અથવા રાત સુધીમાં ચક્રવાત બનવાની સંભાવનાઓ રહેલી છે. જો આ ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિણશે તો તેનું નામ ‘હમૂન’ આપવામા આવશે. ચક્રવાતનુ આ નામ ઇરાન દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે ચક્રવાત ‘તેજ’નું નામ ભારત દ્વારા રાખવામાં આવ્યું હતું.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અંગે ડીટેઇલ વિગતો જોઇએ તો રવિવારે રાત્રે ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યા પછી સિસ્ટમ હાલ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં સ્થિર છે. તે ઓડિશાના પારાદીપથી 400 કિમી અને પશ્ચિમ બંગાળમાં દિધાથી 550 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં સમુદ્ર મા કેન્દ્રિત છે.

આગામી 12 કલાકમાં આ ચક્રવાત વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. આ વાવાજોડુ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને 25 ઓક્ટોબરની સાંજે ડીપ ડિપ્રેશન તરીકે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શકયતાઓ હાલ દેખાઇ રહી છે.

બીજી બાજુ, ચક્રવાતને પગલે ઓડિશા સરકારે જિલ્લાના વહીવટી તંત્રને તૈયાર રહેવા જણાવ્યું છે. ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા વહીવટી તંત્રને નિર્દેશ આપવામા આવ્યો છે. ચક્રવાત ઓડિશાના કિનારેથી 200 કિમી આસપાસ સમુદ્રમાં આગળ વધે તેવી શકયતાઓ છે. જેના લીધે સોમવારે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ લાઇવ સ્ટેટસ જુઓ મેપ પરઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!