વરસાદ ચોથો રાઉન્ડ: અંબાલાલ વરસાદ આગાહિ: રાજયમા આગળના ત્રણેય રાઉન્ડમા મેઘરાજાએ ધમધમાટી બોલાવી હતી. એમ અપણ ત્રીજા રાઉન્ડ મા તો વરસાદે ત્રાહીમામ કરી દિધા હતા. જુનાગઢમા વરસાદે તારાજી સર્જી હતી. એવામા મેઘરાજાએ થોડા દિવસથી વિરામ આપ્યો છે. થોડા દિવસ વરાપ નિકળવાથી ધરતીપુત્રો ને રાહત મળી હતી. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોને પાકમા નુકશાન જવાની ભીતી હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલે વરસાદના ચોથા રાઉન્ડ અને પવન ફૂંકાવા અંગે આગાહિ કરી છે.
વરસાદ ચોથો રાઉન્ડ
આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. ગુરુવારે 100 તાલુકામાં સારો વરસાદ પડયો હતો.. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહિ છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ વરસવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી પણ આગાહિ કરવામા આવી છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા સ્થથળોએએ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.
વરસાદ અને વાવાઝોડા અંગે સચોટ આગાહિ કરનાર ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે વરસાદઆગાહી કરવામાં આવી છે. 27 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની આગાહિ કરવામા આવી છે. તેની પાછળનું કારણ એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ડીપ્રેશન સર્જાવાની શકયતાઓ રહેલી છે. દરિયાની અંદર પવન ફૂંકાવાની સંભાવના દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહીનાની શરૂઆત થી જ વરસાદનો એક આક્રમક રાઉન્ડ થાય એવી શક્યતા છે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદ ઓછો ઓછો થતો જશે. 23 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે એવી આગાહી પણ કરવામાં આવી છે.
વરસાદનાં બીજા અને ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મા ધોધમાર વરસાદ પડયા બાદ બાદ હવે મેઘરાજા ચોથા રાઉન્ડમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ વરસાદ આગાહિ
જો કે અરબ સાગરમાં જોવા મળતી હલચલનાં કારણે સૌરાષ્ટ્ર મા સારો વરસાદ પડશે. સમુદ્રમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 48-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 27 જુલાઇથી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા ના વિસ્તારોમા વરસાદ પડે તેવી શકયતાઓ છે. 28 અને 29 તારીખે ઓછો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
‘આખો બંગાળનો ઉપસાગર જાણે વલોવાતો હોય એવી સ્થિતિ સર્જાવાની શકયતાઓ છે. આવી આગાહિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વુકત કરવામા આવી હતી. અરબ સાગરમાં પણ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પ્રવાસી શિક્ષક ભરતી: શિક્ષકોની ઘટ પુરી કરવા સરકારનો મોતો નિર્ણય, પ્રવાસી શિક્ષક યોજના ચાલુ રહેશે
દક્ષિણ ગુજરાતમાં 27 તારીખે વરસાદ પડશે. આ દરમિયાન ભાવનગર અને ખંભાત જેવા વિસ્તારોમાં નહિવત વરસાદ જોવા મળી શકે છે.
વરસાદની આગાહિ
અંબાલાલે જુલાઇનાં અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનાં ચોથો રાઉન્ડ આવવાની આગાહી કરી છે જેમાં ભેજ વધારે જોવા મળે તેવી શક્યતા જણાવી છે. તેમણે ધંધુકા ધોળકા જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સિવાય અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર ઓગસ્ટનાં મધ્યભાગ એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ત્યાર પછી વરસાદનું જોર ઓછું થતુ જશે. જો કે આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમા સિઝનનો સરેરાશ 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
તાજેતરમાં જ ગુજરાતમાં જુનાગઢ, અમરેલી, નવસારી સહિત ના જિલ્લઓમા ભારે વરસાદ ખાબક્યો હતો. હવેનાં રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને ખાસ તો મહેસાણામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં તાજેતરમાં અમુક વિસ્તારોમાં 5 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબકી જતાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઇ હતી. જો કે અમદાવાદીઓએ ચોથા રાઉન્ડમાં પણ વરસાદનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે કારણ કે હજુ તેમના પર વરસાદનાં સંકટનાં વાદળો હટયા નથી. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહિ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

2 thoughts on “વરસાદ ચોથો રાઉન્ડ: દરિયામા ફૂંકાશે 100 કીમી ની ઝડપે પવન, આ વિસ્તારો મા થશે અસર; ધોધમાર પડશે વરસાદ”