અંબાલાલ પટેલ: ગુજરાતમા ફરી વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થશે, આજની અંબાલાલ પટેલની વરસાદની આગાહિ

અંબાલાલ પટેલ: વરસાદ ની આગાહિ: હવામાન વિભાગની વરસાદની આગાહિ: રાજ્યમા બિપોરજોય વાવાઝોડા બાદ વરસાદ ત્રણેય રાઉન્ડમા મુશળધાર વરસ્યો હતો. જુનાગઢ જેવા શહેરોમ આ તો જળબંંબાકાર વરસાદ પડયો હતો. અને તેને લીધે ઘણી જગ્યાએ પુરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જો કે ત્યારબાદ મેઘરાજાએ છેલ્લા એકાદ મહિનાથી આરામ લીહ્દો છે અને સારી વરાપ આપી છે. અનરાધાર વરસાદ બાદ વરાપ મળવાથી ખેડૂતમિત્રો એ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાલાલ પટેલ ની આગાહિ

આટલા દિવસ વરસાદે આરામ લીધો હોવાથી ખેડૂતમિત્રો હવે ફરી સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. એવામા ફરી વરસાદ નો રાઉન્ડ ક્યારથી શરૂ થશે તે અંગે હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાંતો જેવા કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ની આગાહિ સામે આવી છે.

આવતા 5 દિવસ કયા જિલ્લામા કેટલો વરસાદ પડશે ? તેની આગાહિ જોવા અહિં ક્લીક કરો

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને છુટાછવાયા સ્થળો એ હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે. અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદના ઝાંપટા પડી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ હતો અને ઝરમર વરસાદ પણ આવ્યો હતો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ ના ચોથા રાઉન્ડ અંગે આગાહી કરી છે.

વરસાદ ની આગાહિ

હવામન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડ અંગે આગાહિ કરતા જણાવ્યું છે કે, આજે સવારે ઝાકરી વરસાદ આવ્યો છે. ઝાકરી વરસાદ એટલે ઝરમર વરસાદ. જેના કારણે આવતા 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શકયતાઓ રહેલી છે. તેમજ 16 થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20 થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતાઓ રહેલી છે.

यह भी पढे:  અંબાલાલની વરસાદ આગાહિ: ક્યારે આવશે ચોમાસું, જુનમા આ તારીખો મા થશે ચોમાસુ [Update]

વરસાદની આગાહિ કરતા અંબાલાલે વધુમાં જણાવ્યુ કે, 20 થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપ સાગરનું વહન સક્રિય થતા વરસાદી ટ્રફની સ્થિતિ નજીક આવતા સારો વરસાદ થવાની શકયતા રહેલી છે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેતીના પાક માટે આ વરસાદી પાણી સારું ગણાય છે.

જળ રાશિ ચંદ્ર રાશિ વૃષભથી કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિ જોતા વરસાદી ઝાંપટા આવવાની શકયતાઓ છે. 20 ઓગસ્ટથી વરસાદ આવશે તે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેના કારણે વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, અત્યારે ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવુ અને 27 સપ્ટેમ્બર 10 ઓકટોબરમાં વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસું સમાપ્ત તરફ થઈ રહ્યું હોય તેવું ગણી શકાય. એટલે અત્યારે ઝાકરી વરસાદ આવી રહ્યો છે એટલે કે વરસાદનું જોર વધે તેવું ગણી શકાય.

પવન ફૂંકાવાની આગાહિ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે લગભગ વિરામ લીધો છે. ત્યારે ફરી એકવાર વરસાદના ચોથા રાઉન્ડ અંગે નવી આગાહિ સામે આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવન 45 થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. 

અંબાલાલની વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમા હળવો વરસાદ પડશે, જન્માષ્ટમીએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ મહિનાની અમાસથી ભાદરવા મહિના સુધી સામાન્ય વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની શકયતાઓ રહેલી છે.

यह भी पढे:  5 દિવસની વરસાદની આગાહિ: આવતા 5 દિવસ કયા જિલ્લાઓમા કેવો પડશે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ ની આગાહિ

વરસાદ ની આગાહિ 15 ઓગષ્ટ

15 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહિ પર નજર કરીએ તો ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વડોદરા, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહિ કરવામા આવેલી છે.

વરસાદ ની આગાહિ 16 ઓગષ્ટ

16 ઓગષ્ટે વરસાદ અંગે હવામાન વિભાગ ના બુલેટીન મુજબ જોઇએ તો ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓ જેવા કે વડોદરા,દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સૌરાષ્ટ્રમા પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહિ કરવામા આવેલી છે.

વરસાદ ની આગાહિ 17 ઓગષ્ટ

17 ઓગષ્ટની વરસાદની આગાહિ જોઇએ તો અમુક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમા વાતાવરણ શુષ્ક રહેવાની અને નહિવત વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલ

Leave a Comment

error: Content is protected !!