અંબાલાલ ની આગાહિ: મે મહિનામા માવઠા સાથે વાવાઝોડાની શકયતા, જાણો કયા જિલ્લામા ક્યારે પડશે વરસાદ

अपने दोस्तों के साथ शेयर करें

અંબાલાલ ની આગાહિ: અંબાલાલ ની હવામાન આગાહિ: અંબાલાલ ની વાવાઝોડુ આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: અંબાલાલ પટેલ ગુજરાતના હવામાન નિષ્ણાંત છે અને વરસાદ, વાવાઝોડુ જેવી હવામાન ને લગતી તેમની આગાહિઓ ઘણે ખરે અંશે સાચી પડતી હોય છે. રાજયમા છેલ્લા 1 મહિનાથી કમોસમી વરસાદ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યો ત્યારે અંબાલાલ પટેલે વધુ 1 ચોંકાવનારી આગાહિ કરી છે. તેમના મત અનુસાર મે મહિનામા વાવાઝોડુ, ચક્રવાત સાથે વરસાદ આવી શકે છે. ચાલો જાણીએ આ વખતે અંબાલાલે વરસાદ અને વાવાઝોડા અંગે શુ આગાહિ કરી છે ?

અંબાલાલ ની આગાહિ

આજે વાતાવરણમા પલતો આવ્યો હતો અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમા વરસાદ આવ્યો હતો.

  • મે મહિનામાં પણ કમોસમી વરસાદની પડવાની આગાહી કરવામા આવી છે.
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ચક્રવાતની આગાહી કરી છે.
  • દરિયા કિનારાના વિસ્તારમાં આવશે કમોસમી વરસાદ

માર્ચ અને એપ્રીલ મહિનામાં જ્યાં કાળઝાળ ગરમી પડતો ઉનાળો હોવો જોઇએ તેને બદલે હાલ ઘણા જિલ્લાઓમા ચોમાસા જેવો માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો એપ્રિલ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં મે મહિનામાં પણ વાતાવરણમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આ પણ વાંચો: વેકેશનમા ફરવા જવા માટે બેસ્ટ સ્થળો

અંબાલાલ ની વરસાદ આગાહિ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ પડવાની પુરી સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે . મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ રહેલી છે.

यह भी पढे:  અંબાલાલ ની આગાહિ: 17 જૂન બાદ વધી શકે સાપ કરડવાના બનાવો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ જેવા જિલ્લાઓમા માં વરસાદ પડવાની આગાહી છે.

અંબાલાલ વાવાઝોડુ આગાહિ:

અરબ સાગરમાં સર્જાશે ચક્રવાત.
આ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10 થી 18 મે વચ્ચે ચક્રવાત આવે તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. તો 25 મે થી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવે તેવી શ્કયતાઓ રહેલી છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હવામાનની હલચલ વધવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: 1963 થી અત્યાર સુધીનો સોના નો ભાવ

કેવુ રહેશે ચોમાસુ ?

અંબાલાલ પટેલે અખાત્રીજના પવન ના વરતારા પરથી ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન કર્યુ છે. જ્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જાર પરથી વરસાદનો વરતારો કાઢતા જણાવ્યુ હતુ કે, ચોમાસું એકંદરે સારું રહેશે. વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતાઓ છે. સાથે અખાત્રીજના દિવસે પણ પવન જોવાતા ચોમાસું સમધારણ રહેવાની શક્યતાઓ છે. આ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેલી છે.

હાલ રાજયના ઘણા જિલ્લાઓમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. અને ઉનાળામા ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે હજુ મે મહિનામા પણ કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહિ કરવામા આવી છે.

હવામાન વિભાગ દ્વારા પણ મે મહિનામા ચક્રવાત વાવાઝોડુ આવવાની આગાહિ કરવામા આવી છે. આ ચક્રવાતને મોચા નામ આપવામા આવ્યુ છે. જેની ઓડીસા પર અસર થવાની શકયતાઓ રહેલી છે.

यह भी पढे:  Rain Forecast: અંબાલાલ ની વરસાદ અને ચક્રવાત ની આગાહિ, આવતા 5 દિવસ છે ભારે

Mocha cyclone

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ Mocha cyclone અંગે જણાવ્યું હતું કે, 9 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની અને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શકયતાઓ છે. IMD વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હવામાન સીસ્ટમ ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે અને મંગળવાર અથવા બુધવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ Mocha cyclone આગળ વધશે.

અગત્યની લીંક

અંબાલાલ હવામાન આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
અંબાલાલ ની આગાહિ
અંબાલાલ ની આગાહિ

અરબ સાગર મા ચક્રવાત ક્યારે આવવાની શકયતાઓ રહેલી છે ?

25 મે થી 10 જૂન

ચોમાસાની આગાહિ શેના પરથી કરવામા આવે છે ?

હોળીની જાર અને અખાત્રીજના પવન પરથી

વાવાઝોડાનુ નામ શું આપવામા આવ્યુ છે ?

મોચા


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “અંબાલાલ ની આગાહિ: મે મહિનામા માવઠા સાથે વાવાઝોડાની શકયતા, જાણો કયા જિલ્લામા ક્યારે પડશે વરસાદ”

Leave a Comment

error: Content is protected !!