કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ધોરણ 6 થી 12 મા મળશે 154000 શિષ્યવૃતિ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025: જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ આપવા માટે અનેક યોજનઓ ચલાવવામા આવે છે. જેમા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 નુ જાહેરનામુ બહાર પડયુ છે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ પરીક્ષા લીધા બાદ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, મોડેલ સ્કુલ અને રક્ષાશક્તિ સ્કુલ મા પ્રવેશ આપવામા આવે છે. જેમા ધોરણ 6 થી 12 સુધીનુ શિક્ષણ સંપૂર્ણ ફ્રી મળે છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025

યોજનાનુ નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025
CET 2025
ફોર્મ ભરવાની તારીખ07-2-2025 થી 19-2-2025
પરીક્ષા ફીનિ:શુલ્ક
પરીક્ષા તારીખ22-3-2025
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org

CET 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અન્વયે પરીક્ષા બાદ મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે.

  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
  • જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
  • મોડેલ સ્કુલ
  • રક્ષાશક્તિ સ્કુલ

યોગ્યતા

  • સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ યોજનાઓ માટે પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.
  • જયારે ખાનગી શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કુલ અને મોડેલ સ્કુલ માટે જ પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.

આ પણ વાંચો: Padma Awards 2024: પદ્મ એવોર્ડની જાહેરાત, 110 વ્યક્તિઓને સન્માનવામા આવશે પદ્મશ્રી એવોર્ડથી; જાણો ગુજરાતમાથી કોનો થયો સમાવેશ

કસોટીનુ માળખુ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.

  • બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
  • કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય હોય છે.
  • કસોટીનુ માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા મા હોય છે.
  • ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર હોય છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.
ક્રમવિષયપ્રશ્નોગુણભાર
તાર્કીક ક્ષમતા3030
ગણિત સજ્જતા3030
પર્યાવરણ2020
ગુજરાતી2020
અંગ્રેજી-હિન્દી2020
કુલ૧૨૦૧૨૦

પરીક્ષા કેન્દ્ર

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.

પરીણામ અને મેરીટ લીસ્ટ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રોસેસ માથી પસાર થવાનુ હોય છે.

આ પણ વાંચો: Prakriti Malla Handwriting: નેપાળની આ છોકરીના અક્ષર છે દુનિયામા નંબર 1, કોમ્પ્યુટર મા લખેલા હોય તેવુ લાગશે

cet exam 2024
cet exam 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 ઓનલાઇન ફોર્મ

  • આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ ભરવાનુ રહેશે.
  • પરીક્ષા સંબંધી તમામ માહિતી માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેવુ.
  • સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી ફોર્મ ઓંલાઇઅન ભરવાના રહેશે.
  • ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ https://www.sebexam.org/ વેબસાઇટ પરથી ભરવાના રહેશે.
  • પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ થી જાણ કરવામા આવશે ઉપરાંત ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

અગત્યની લીંક

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 રીઝલ્ટ જોવા માટેઅહિં ક્લીક કરો
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 કોલ લેટર ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.sebexam.org

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?

07-2-2025 થી 19-2-2025

29 thoughts on “કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ધોરણ 6 થી 12 મા મળશે 154000 શિષ્યવૃતિ”

  1. What will be the situation of student who is in 7th std.and will be in 8th by Feb end who are studying in CBSC,How to apply for scholarship,this is for all India student or restricted to Gujrat state only.

    Reply

Leave a Comment

error: Content is protected !!