ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક: વાર્તા પરથી યાદ રાખો ગુજરાતના તમામ જિલ્લા, આપના બાળકોને આ વિડીયો જરૂર બતાવો

ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક: નિશાળમા બાળકનુ સાચુ ઘડતર થાય છે. મા જેટલુ જેનુ સ્તર છે એ માસ્તર. શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને અઘરા મુદ્દાઓ શીખવવા કઇક ને કઇક નવી ટ્રીક શોધતા હોય છે. અને કોઇને કોઇ રીતે અઘરા મા અઘરા મુદ્દાઓ પણ વિદ્યાર્થીઓને સરળતાથી શીખવી દે છે. એટલે જ આપણે ત્યા બાળક ના ઘડતર માટે મા પછી નુ સ્થાન ગૂરુ એટલે કે શિક્ષકને આપવામા આવ્યુ છે. હાલ સોશીયલ મીડીયામા વાયરલ થયેલા એક વિડીયોમા એક શિક્ષકશ્રી વાર્તા ની મદદથી વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ જિલ્લાઓના નામ સરળતાથી શીખવી દે છે.

ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક

હાલ સોશીયલ મીડીયામા એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક શિક્ષકશ્રી વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ જિલ્લાના નામ શીખવતા જોવા મળે છે. આ ગુરુજીની શીખવવાની રીત એટલી સરસ છે કે બાળકો ગુજરાતમા જિલ્લાઓના નામ કળકળાટ બોલી જાય છે. ગુજરાતમા કુલ 33 જિલ્લા આવેલા છે. આ 33 જિલ્લાઓના નામ યાદ રાખવા એટલે મોટાઓને પણ અઘરૂ પડી જાય. પરંતુ આ ગુરુજીએ વાર્તાની મદદથી વિદ્યાર્થીઓને એટલુ સરસ શીખવાડયુ છે કે વર્ગના તમામ વિદ્યાર્થીઓ કળકળાટ નામ બોલી જાય છે.

આ પણ વાંચો: Key Board Pattern: કી બોર્ડમા કેમ સીધી ક્રમમા એબીસીડી લખેલી નથી હોતી, આના પાછળ છે ખાસ કારણ

ચાલો આપણે પણ જોઇએ આ ટ્રીક…

એક હતા સાસુ. તેને ભાવે મમરા. કોઇએ આવીને ચાલુ કરી દીધો પંખો. બધા મમરા ઉડી ગયા પછી તેને મોબ થી સાફ કર્યા. મોબથી સાફ ન થયા એટલે પોછો માર્યો. સાફ ન થયા એટલે સાસુ થઇ ગયા ગાંડા. એ ભાગી ગયા વનમા. ત્યા ઘણા બધા પાન હતા. આંબો પણ હતો. અચાનક ત્યા આવી ગયા દેવ. અને કીધુ કે ભાગીજા. સાસુ ગભરાઇ ગયા અને જુદા જઇને સુતા. અને કેવી રીતે સુતા…..અ….અ…અ..ભ..ક

ચાલો હવે જોઇએ આ વાર્તા પરથી જિલ્લાઓના નામ કઇ રીતે યાદ રાખવા…

આ વાર્તામા જ્યા અક્ષરો ઘાટા(બોલ્ડ) કરેલા છે ત્યા જિલ્લાઓના નામ આવેલા છે. જે નીચે મુજબ છે.

 • સાસુ: સાબરકાંંઠા અને સુરેન્દ્રનગર
 • મમરા: મહિસાગર,મહેસાણા અને રાજકોટ
 • પંખો: પંચમહાલ અને ખેડા
 • મોબ: મોરબી અને બનાસકાંઠા
 • પોછો: પોરબંદર અને છોટા ઉદેપુર
 • ગાંડા: ગાંધીનગર અને ડાંગ
 • વનમા: વડોદરા અને નર્મદા
 • આંબો: આણંદ અને બોટાદ
 • દેવ: દેવભુમિ દ્વારકા અને વલસાડ
 • ભાગીજા: ભાવનગર , ગીર સોમનાથ અને જામનગર
 • જુદા: જુનાગઢ અને દાહોદ
 • સુતા: સુરત અને તાપી
 • અ….અ…અ..ભ..ક: અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ અને કચ્છ

ગુજરાતના જિલ્લાઓ ના નામ યાદ રાખવા માટે ની આ ટ્રીક ખુબ જ સરળ છે. એક વખત આ રીતે નામ યાદ રહી જાય તો વિદ્યાર્થીઓ ક્યારેય ભુલે નહી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ ખુબ જ ઉપયોગી બનશે.

અગત્યની લીંક

જિલ્લાઓના નામ યાદ રાખવાનો વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક
ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક

3 thoughts on “ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક: વાર્તા પરથી યાદ રાખો ગુજરાતના તમામ જિલ્લા, આપના બાળકોને આ વિડીયો જરૂર બતાવો”

Leave a Comment

error: Content is protected !!