GCAS PORTAL: કોલેજ મા એડમીશન માટે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ, જાણો પુરી પ્રોસેસ

GCAS PORTAL: ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકેસ) પોર્ટલ: નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ, એમબીએ એમ એ, એમ કોમ, એમ એ, પીએચડી વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી ની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. જેના માટે પહેલી એપ્રિલ થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

GCAS PORTAL

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેંસ) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ૧૪ સ૨કા૨ી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે.

  • આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી.એડ., તથા પી.એચ.ડી. જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર GCAS PORTAL ઉપર જ કરવાનું રહેશે.
  • GCAS PORTAL અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેકટ નંબર પર મોકલવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન ૧ એપ્રિલ ૨૦૨૪ થી શરુ થશે અને રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થી રેજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. રજીસ્ટ્રેશનની વધુ જાણકારી માટે: https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile)ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.
  • વિદ્યાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે. GCAS PORTAL ની રજીસ્ટ્રેશન ફી (Payment) ૨૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
  • ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ (Final Submit) કરવાની રહેશે.
  • પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયાની વધુ જાણકારી માટે: https://gcas.gujgov.edu.in/content/general-instructions-રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંબંધિત કોઈપણ સહાયતા માટે ઈ-મેઈલ: support-gcas@gujgov.edu.in

આ પણ વાંંચો: પોલીસ ભરતી: લોકરક્ષક ભરતી માટે આ રીતે કરો તૈયારી, મળશે 100 ટકા સફળતા

GCAS PORTAL પર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો

હાલ જે વિદ્યાર્થી GCAS પોર્ટલ પર જે કોઇ દસ્તાવેજ ઉપલબ્ધ હોય તેને અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે. બાકીના લાગુ પડતાં દસ્તાવેજો ફોર્મ લોક કરતાં સુધીમાં અપલોડ કરવાના રહેશે.

  1. પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  2. સહીનો નમૂનો
  3. ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE)
  4. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  5. પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ
  6. માઇગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો)
  7. ડોમિસાઇલ સર્ટિફિકેટ
  8. કેટેગરી સર્ટિફિકેટ
  9. પારિવારિક આવકનું પ્રમાણપત્ર
  10. ફ્રી શિપ સર્ટિફિકેટ
  11. વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર
  12. ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ)
  13. 10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે)
  14. અંડરગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ, માર્કશીટ
  15. અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રમાણપત્રો/ માર્કશીટ
  16. સફેદ બેકગ્રાઉંડ ધરાવતો અને બંને કાન જોઈ શકાય તેવા, વિદ્યાર્થીના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ jpeg અથવા jpg ફોર્મેટમાં)
  17. સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી/વાદળી શાહીથી કરેલ વિધાર્થીની સહી. (JPEG અથવા JPG ફોર્મેટમાં)

અગત્યની લીંક

GCAS PORTAL OFFICIAL WEBSITEઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

3 thoughts on “GCAS PORTAL: કોલેજ મા એડમીશન માટે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ, જાણો પુરી પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!