Course After Graduation: હાલ નવા એડમીશન ની સીઝન ચાલી રહિ છે. વિદ્યાર્થીઓ સૌથી વધુ ચિંતીત ગ્રેજયુએશન પછી હોય છે કે ગ્રેજયુએશન પછી કયા કોર્સ કરવા ? B.A., B.COM, B.SC પછી પણ ઘણા સારા કોર્સ કરી શકાય છે. આવા કોર્સની સારી ડીમાન્ડ રહે છે. આવા કોર્સ કર્યા બાદ સારી જોબ પણ મેળવી શકાય છે. ગ્રેજયુએશન પછી કયા કયા સારા કોર્સ કરી શકાય તેની માહિતી મેળવીશુ.
Course After Graduation
ગ્રેજયુએશન એટલે કે કોલેજ નો અભ્યાસ પુરો કર્યા પછી ઘણા સારા કોર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે ગ્રેજયુએશન પછી સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી પણ કરી શકો છો. ગ્રેજયુએશન પછી કરી શકાય તેવા સારા કોર્સ નીચે મુજબ છે. જો તમે પણ કોઈ યુનિવર્સિટી કે કોલેજમાંથી ગ્રેજ્યુએશન નો અભ્યાસ પુરો કર્યો હોય અને તમને એ મુંઝવણ હોય કે આગળ શું કરવું, જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને અને સારી કારકિર્દી બનાવી શકો તો તમારી આ મૂંઝવણોને દૂર કરવા માટે, અમે અહીં તમને શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય તેવા કોર્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારું ભવિષ્ય સુધારી શકો છો. તેમજ સારો પગાર પણ મેળવી શકે છે.
આ પણ વાંચો: Gold Rate: સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય, ફરી આવી છે તેજી; જાણો શું છે લેટેસ્ટ ભાવ
માસ્ટર ડીગ્રી
ગ્રેજયુએશન પુરુ કર્યા બાદ તમે સબંધિત વિષયમા માસ્ટર ડીગ્રી એટલે કે M.A, M.COM M.SC. કરી શકો છો. માસ્ટર ડીગ્રી કર્યા બાદ તમે યુજીસી નેટ પરીક્ષા આપી શકો છો. ઉપરાંત પી.એચ.ડી. પણ કરી શકો છો. આ સિવાય તમે માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ વિવિધ જોબ માટે પણ એપ્લાય કરી શકો છો.
એલએલબી
એલએલબી કરી તમે વકીલાત નો વ્યવસાય કરી શકો છો. વકીલાત એક સારો વ્યવસાય છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ વિષયમાંથી ગ્રેજયુએશન કર્યા પછી વકીલાત કરી શકો છો. તમે દેશની નેશનલ લો કોલેજોમાં એડમીશન મેળવવા માટે CLAT પરીક્ષા પણ આપી શકો છો. જો તમે CLAT કોર્સ માં પ્રવેશ મેળવશો તો સારી કારકિર્દી બનાવી શકસો.
MBA
તમે ગ્રેજ્યુએશન પછી MBA નો કોર્સ પણ કરી શકો છો. આ માટે એ જરૂરી નથી કે ગ્રેજ્યુએશનમાં તમારો વિષય કોમર્સ જ હોય. હાલ દેશની ઘણી યુનિવર્સિટીઓમાંથી MBA કરી શકો છો. MBA મા એડમીશન માટે CAT એટલે કે કોમન એડમિશન ટેસ્ટ પણ આપી શકાય છે. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને IIM માં MBA માટે એડમીશન આપવામાં આવે છે. ઉપરાંત, અન્ય ઘણી કોલેજો દ્વારા આ સ્કોરના આધારે પ્રવેશ પણ આપવામાં આવે છે.
એમસીએ
જો BSC કર્યું હોય તો તમે NIIM ની પરીક્ષા આપીને MCA કરી શકો છો. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરે છે તેમને સમગ્ર દેશમાં NITsમાં MCAમાં એડમીશન આપવામાં આવે છે. આ સાથે પાસ આઉટ થયા બાદ સારું જોબ પ્લેસમેન્ટ પણ મળી જાય છે.
આ પણ વાંચો: Somnath Live Darshan: પવિત્ર શ્રાવન માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા
એચઆર કોર્સ
ગ્રેજ્યુએશન પછી તમે HR કોર્સ પન સારો છે. દેશની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા HR કોર્સ ઓફર કરવામાં આવી રહ્યો છે. આજના યુગમાં, એચઆરમાં કારકિર્દી તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઇ શકે છે.
TISS ની પરીક્ષા
સ્નાતક થયા પછી તમે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સની પરીક્ષા પણ આપી શકાય છે. આ ઇન્સ્ટિટ્યૂટ અહીં ઘણા સારા કોર્સ ચલાવવામાં આવે છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી અભ્યાસ કરવો એ દરેક વિદ્યાર્થીનું ડ્રીમ હોય છે. કારણ કે અહીંથી સારું જોબ પ્લેસમેન્ટ મળી રહે છે.
UPSC ની તૈયારી
સ્નાતક થયા પછી, તમે UPSC સિવિલ સર્વિસ માટે તૈયારી કરી શકો છો. કારણ કે સિવિલ સર્વિસ માટે ન્યૂનતમ લાયકાત ગ્રેજ્યુએશન જરૂરી છે. જો તમે સિવિલ સર્વિસમાં સિલેક્ટ થઈ જાઓ તો આનાથી સારી કોઈ કેરીયર વિકલ્પ ના હોઇ શકે. કારણ કે સિવિલ સર્વિસના ઉમેદવારોને જે માન અને પૈસા મળે છે તે અન્ય કોઈ સરકારી જોબમા મળતા નથી.
સ્ટાફ સીલેકશન કમીશન ની તૈયારી
કેંદ્રીય લેવલે વિવિધ વિભાગોમા ભરતી માટે સ્ટાફ સીલેકશન કમીશન કામ કરે છે. ગ્રેજયુએટ થયા પછી તમે SSC ની વિવિધ ભરતીઓ માટે તૈયારી કરી શકો છો. દર વર્ષે SSC દ્વારા CGL વગેરે જેવી પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં ગ્રેજયુએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આમાં, સારા પગારની સાથે પસંદગીના ઉમેદવારોને અન્ય લાભો આપવામાં આવે છે.
બેંકીંગ પરીક્ષાઓ
બેંકોમા ગ્રેજયુએટ યુવાનો માટે ઘણી નોકરીઓ બહાર પડતી હોય છે. ગ્રેજયુએટ થયા પછી તમે બેંકિંગ પરીક્ષાઓ માટે તૈયારી કરી શકો છો. ઓફીસર, ક્લાર્ક વગેરે લેવલની ભરતી માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. જો તમે એક વાર PO પરીક્ષા પાસ કરી લો તો બેંકીંગમા સારુ કેરીયર બનાવી શકો છો.
GPSC ની તૈયારી
GPSC દ્વારા અવારનવાર ઘણી ભરતીઓ બહાર પાડવામા આવે છે. GPSC ની ભરતીઓ મોટાભાગે ગ્રેજયુએશન બેઝ પર કરવામા આવે છે. GPSC ની ભરતી પરીક્ષાઓ પાસ કરી તમે ક્લાસ 1-2 ની નોકરી મેળવી શકો છો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1