વેકેશન હોમ વર્ક: Vacation Home work: હાલ પ્રાથમિક શાળાઓમા વેકેશન પડી ગયુ છે અને બાળકો વેકેશન નો આનંદ માણી રહ્યા છે. પરંતુ સાથે બાળકો શીખેલુ ભુલી ન જાય તે પણ વાલી તરીક ધ્યાન રાખવુ જરૂરી છે. માટે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ઘરે થોડી વાર કરાવી શકાય તેવુ હોમ વર્ક ની PDF મુકેલી છે. જેનાથી આપના બાળકોને શીખેલુ પ્રેકટીસ થશે અને મોબાઇલ ટીવી વધુ પડતા વાપરવાને બદલે સમયનો સદુપયોગ થશે.
વેકેશન હોમવર્ક
આપણું બાળક લગભગ દસ જેટલા મહિના શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પુરો કરેલ છે. હવે તમારી પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેવાનુ છે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી માહિતી આપી છે જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ……
- દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમવુ જોઇએ અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપવી જોઇએ અને અનાજ નો બગાડ ના કરવો જોઇએ તે તે પ્રેમથી સમજાવવુ
- પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી આપનુ બાળક શ્રમ નું મહત્ત્વ સમજે.
- બાળક ઘરે રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
- તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવવા અને તેની નોંધ કરાવવી.
- તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવતા શીખવજો
- જો દાદા દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે બાળક સમય વિતાવે તેવુ કરજો.તેમની જોડે selfi લેજો.
- તેને તમારા ધંધા વ્યવસાયની જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
- તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેવા અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવવુ.
- તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ સમજાવવુ.
- તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
- તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળ નું મહત્વ સમજાવજો
આ પણ વાંચો: બાળકોને વાંચન શીખવવા માટે ગુગલની રીડ અલોંગ એપ.
વેકેશન હોમવર્ક
- તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપવી જોઇએ.
- બની શકે તો હોસ્પિટલ અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જવા જોઇએ
- તેને કરકસરનું મહત્વ અચૂક સમજાવવુ જોઇએ
- મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપવી જોઇએ અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરવા જોઇએ.
- મોબાઈલ નો ઉપાયોગ ઓછા મા ઓછો કરે તે જોવુ
- તેને નવી નવી રમતો શીખવવી જોઇએ.
- ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને શીખવો
- મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
- ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ વાંચવા આપો
- તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો….
જનરલ નોલેજ
ઉનાળુ વેકેશનમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવો.વાલી,
વિદ્યાર્થી, શિક્ષકોને ઉપયોગી. (રાજ્યની માહિતી)
- ગુજરાત રાજ્યની સ્થાપના તારીખ-1 લી મે,1960
- ગુજરાત રાજ્યનું પાટનગર – ગાંધીનગર
- ગુજરાતની મુખ્ય ભાષા -ગુજરાતી
- ગુજરાતનુ ક્ષેત્રફળ -1, 96, 024 ચોરસ કિલોમીટર
- ગુજરાત રાજ્યના કુલ જિલ્લા – 33
- ગુજરાત રાજ્યના કુલ તાલુકા – 250
- જંગલ વિસ્તાર – 18, 84, 600 હેકટર
- કુલ શહેર -264 અને ગામડા -18, 225 પ્રથમ મુખ્ય મંત્રી – ડૉ. જીવરાજ મહેતા
- ગુજરાતના પ્રથમ રાજ્યપાલ – શ્રી મહેંદી નવાઝ જંગ
- હાલમાં મુખ્યમંત્રી – ભુપેન્દ્રભાઈ પટેલ.
- હાલમા રાજ્યપાલશ્રી – આચાર્ય દેવવ્રતજી
- વિધાનસભાના અધ્યક્ષ- શંકરભાઇ ચૌધરી
- વિધાનસભાના દંડક – બાલકૃષ્ણ શુક્લ
- ગુજરાતનો દરિયાઈ કિનારો- 1600 કિમી
- યુનિવર્સિટી – 42 અને કોલેજ – 402 પ્રા.શાળા – 39, 064- મા.શાળા -5, 611
- ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો – 182
- લોકસભાની બેઠકો -26,રાજ્ય સભાની-11
- નગરપાલિકા-169, મહા નગરપાલિકા- 8
- જિલ્લા પંચાયતો-33, તાલુકા પંચાયતો-250
- ગ્રામ પંચાયતો- 13, 685, અભ્યારણ્યો- 21
- સૌથી ઊંચો ડુંગર – ગિરનાર (જૂનાગઢ)
- ગુજરાતનું ગિરિમથક – સાપુતારા જિ. ડાંગ
- ગુજરાતની સૌથી મોટી નદી – નર્મદા (નર્મદા, ભરૂચ)
- ગુજરાતનુ સૌથી મોટું બંદર – કંડલા બંદર (કચ્છ)
- સૌથી મોટી મૂર્તિ – સરદાર પટેલની (નર્મદા)
- મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક-(અમદાવાદ)
- સૌથી મોટી હોસ્પિટલ -સિવિલ (અમદાવાદ)
- સૌથી મોટું શહેર-વસ્તી-વિસ્તાર (અમદાવાદ)
- પડોસી રાજ્ય-રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર
વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 3 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
ધોરણ 4 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
ધોરણ 5 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
ધોરણ 6 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
ધોરણ 7 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
ધોરણ 8 વેકેશન હોમ વર્ક PDF | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે વોટસઅપ ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

ઉનાળુ વેકેશન ક્યાથી ક્યા સુધી છે ?
તા. 1-5-2023 થી તા. 4-6-2023