RTE Gujarat : RTE Admission Process: RTE DOCUMENT LIST: RTE Admision form: Right To Education અંતર્ગત ધોરણ 1 મા ફ્રી એડમીશન માટે વર્ષ 2025/26 માટે ફોર્મ ભરવાની જાહેરાત આવી ગયેલ છે. તથા RTE Admission Process અને સમગ્ર એડમીશન કાર્યક્રમ જાહેર કરવામા આવેલ છે. આ યોજના અંતર્ગત નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમા ધોરણ 1 મા ફ્રી એડમીશન આપવામા આવે છે. અને ધોરણ 8 સુધી ફ્રી અભ્યાસની સુવિધા આપવામા આવે છે.
ગુજરાત રાજ્યમાં શિક્ષણના અધિકાર (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા હેઠળ, આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગોના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક આપવામાં આવે છે.

અરજી કરવાની તારીખો
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 28/02/2025 થી શરૂ થઈ અને 12/03/2025 સુધી ચાલુ રહેશે.
પાત્રતા
- બાળકને તારીખ 1 જૂન 2025 ના રોજ છ વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ
- બાળક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 1,00,000થી ઓછી હોવી જોઈએ.
આવશ્યક દસ્તાવેજો
- જન્મ તારીખનો દાખલો (જન્મ પ્રમાણપત્ર)
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, પાણી બિલ વગેરે)
- જાતિ અથવા કેટેગરીનો દાખલો (જો લાગુ પડે)
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ આવકનો દાખલો
- બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજી કરવાની પ્રક્રિયા
- RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટ (https://rte.orpgujarat.com/) પર જાઓ.
- ‘ઓનલાઈન અરજી’ ટેબ પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરો અને ઉપરોક્ત દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
- અરજી સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટઆઉટ કાઢી રાખો.
RTE Admision form 2025/26 Link
| RTE Admision official website | click here |
| ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ | Click here |
| ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ | Click here |
| Home page | click here |
| jon whatsapp Group | click here |

અરજી કરતા પહેલા, વાલીઓએ તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે. વધુ માહિતી માટે, RTE ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
RTE Gujarat | RTE Form Online FAQ
RTE Form Online ભરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://rte.orpgujarat.com/
RTE Admision form ભરવાની તારીખ શું છે ?
28/02/2025 થી 12/03/2025 સુધી