Home Loan Or Rent: મકાન લોન લઇ ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડા પર રહેવુ; સમજો ગણિત

Home Loan Or Rent: Home Loan Interest Rate: દરેક વ્યક્તિની ઇચ્છા એવી હોય છે કે તેની પાસે પોતાનુ ઘરનુ ઘર હોય. પરંતુ આજકાલ મોટા શહેરોમા વસ્તિગીચતા અને મોંઘવારીને કારણે એપાર્ટમેન્ટ મા ફ્લેટ કે ટેનામેન્ટ લેવુ ખૂબ જ મોંઘુ પડતુ હોય છે. લાખો રૂપીયાની લોન લીધા પછી તેના હપ્તા અને વ્યાજ લાંબેગાળે ખૂબ જ મોંઘા પડે છે. ત્યારે લોકો એવી ગણતરી કરતા હોય છે કે મકાન લોન પર ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડે રહેવુ સસ્તુ પડશે ? ચાલો સમજીએ મકાન ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડે રહેવુ ?

Home Loan Or Rent

પોતાનું ઘર લેવાનુ દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ આજકાલ ઘણા લોકો એવુ કહેતા હોય છે કે લોન પર ઘર લેવા કરતા રેન્ટ પર એટલે કે ભાડે રહેવામાં વધારે ફાયદો છે. એટલા માટે લોકો વચ્ચે હવે એ મુંઝવણ અને ગણતરી ઉભી થઈ ગઈ છે કે પોતાનું ઘર લેવુ જોઇએ કે પછી લોન લેવી જોઇએ કે ભાડે રહવું જોઇએ. એવામાં જો તમે પણ ઘર લેવાનું વિચારો છો તો તમને પણ કોઈએ કહ્યું હશે કે 20 વર્ષ સુધી લોનના હપ્તા અને વ્યાજ ભરવા અને લોનની મુળ રકમ કરતા વધુ વ્યાજ ભરવુ એના કરતા ભાડે રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ એવું નથી.

આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ… હવે વિચારી લો તમારે કોઈ ઘર ખરીદવા માંગો છો અને તેની કિંમત અંદાજે 50,00,000 જેટલી છે, પોતાનું ઘર લોન પર લો છો તો તમારે ઘરના 20 થી 25 ટકા જેટલુ ડાઉન પેમેન્ટ ભરવું પડશે કારણકે બેંક મકાનની કિંમતના 70 -75 ટકા જેટલી લોન આપતી હોય છે. એવામાં જો 35-40 લાખની લોન મળે તો 8.5 થી 9.5 ટકા વ્યાજનો દર ગણતા તમારે 35 હજારનો દર મહિને હપ્તો ભરવો પડે. તેની સામે એ જ ઘર તમને અંદાજે વાર્ષિક 1,80,000 એટલે કે મહિને 15 હજાર જેટલુ માસિક ભાડે થી મળી જશે. આ ગણિત જોઇને તો એમ જ લાગે કે ભાડે રહેવું વધારે સારું છે પણ આ અડધું સત્ય છે. ચાલો વધુ વિગતવાર ગણતરી સમજીએ.

આ પણ વાંચો: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ધોરણ 6 થી 12 મા મળશે 154000 શિષ્યવૃતિ

ધારો કે જો તમે ભાડે રહો છે તો દર વર્ષે ભાડું 8 થી 10 ટકા જેટલુ વધવાની શકય્તાઓ છે અને તેની સામે EMI તો એ જ રકમ જ રહેવાની છે. લાંબાગાળાની ગણતરી કરતા 10 વર્ષમાં બની શકે કે તમારું ભાડુ ડબલ જેટલુ થઈ જાય, પરંતુ EMIની રકમ 20 વર્ષ સુધી એ જ રહેવાની છે જે તમે લોન લેતા સમયે રાખેલી છે. અને 21મા વર્ષે એ ઘર તમારું પોતાનું માલીકીનુ થઈ શકે છે. પણ જો ભાડે રહેતા હશો તો 50 કે 60ની ઉંમર પણ ભાડુ ભરતા રહેવુ પડશે.

બીજી એક ગણતરી લોકો એવી પણ કરતા હોય છે કે જો તમે લોન નો 35 હજાર નો હપ્તો ભરો છો એના કરતા મકાનનુ 15 હજાર ભાડુ ભરો અને જે 20,હજાર ની રકમ વધે છે તેને SIP કે એવી કોઇ જગ્યાએ રોકવામા આવે તો માં ઈન્વેસ્ટ કરો તો 20 વર્ષેએ રકમ એટલી મોટી રકમ થઈ જશે કે જેનાથી તમે ઘર ખરીદી શકશો. જો કે આ વાત મા પણ બહુ દમ નથી. કારણ કે તમે ખરીદેલા મકાનની બજાર વેલ્યુ મા પણ વધારો તો થાય જ છે.

Home Loan Interest Rate

હોમ લોન પર અલગ અલગ બેંકમા અલગ અલગ વ્યાજદર હોય છે. અને તે તમારા સીબીલ સ્કોર પર આધારીત હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામા સીબીલ સ્કોર આધારીત 8.6 % થી 9.5 % જેટલો વ્યાજદર ચાલી રહ્યો છે. બેંક ઓફ બરોડા મા સીબીલ સ્કોર આધારીત 8.40 થી 10.60 ટકા જેટલો વ્યાજદર હોય છે. જો કે તમે જે બેંકમાથી લોન લેવા માંગતા હોય ત્યા રૂબરૂ તપાસ કરવાથી આ બાબતમા વધુ માહિતી મળી રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Home Loan Or Rent
Home Loan Or Rent
error: Content is protected !!