LPG ભાવ ઘટાડો: સામન્ય જનતા ને સૌથી વધુ રાંધણગેસ ના બાટલા ના ભાવ મોંઘા પડત હોય છે. રાંધણગેસ LPG ના ઉંચા ભાવને લીધે સામાન્ય જનતાનુ બજેટ ખોરવાઇ જતુ હોય છે. સરકારે સામાન્ય જનતા ને રાહત મળે તેવી જાહેરાત કરી છે. રાંધણ ગેસ ના ભાવમા 200 રૂ. નો ઘટાડો જાહેર કર્યો છે. તહેવાર ટાણે જ સરકારે આ રાહત આપતા સામાન્ય જનતા ને મોટી રાહત મળી છે.
LPG ભાવ ઘટાડો
- રાંધણગેસના બાટલાના મોંઘવારીમાંથી જનતાને મળી રાહત
- મોદી સરકારે રાંધણ ગેસના ભાવમાં કર્યો 200 રુપિયાનો ઘટાડો
- 2024ની ચૂંટણી પહેલા સોંઘવારીની દિશાનું પહેલું મોટું પગલું
2024ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર કરવામા આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો કરવામા આવ્યો છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને મળનાર છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રુપિયાના ઘટાડાને લીલીઝંડી આપવામા આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરીષદમાં આ માહિતી આપી હતી.
200 રુપિયાના ઘટાડાનો લાભ તમામ લોકોને મળશે હાલમાં 1100 રુપિયામાં રાંંધણગેસનો એક બાટલો ગેસનો બાટલો મળી રહ્યો છે. જેમા હવે 200 રુપિયાનો ઘટાડો થયો છે આ હવે એક સિલિન્ડર 900 રુપિયાની આજુબાજુ લોકોને મળી રહેશે.
15 ઓગસ્ટે ભાષણમા પીએમ મોદીએ મોઁઘવારીમાંથી રાહતની વાત કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત આપવા માટે પગલા લેવાની વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આના દ્વારા સરકાર મોંઘવારી સહન કરી રહેલા સામનય જનતા ને રાહ્ત આપશે.કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષે સિલિન્ડર મોંઘવારીના મુદ્દાને મુદ્દો બનાવી દીધો હતો અને તેની અસર પણ જોવા મળી હતી.
આવી સ્થિતિમાં આવી રહેલી ચૂંટણીઓને જોતા સરકાર મોંઘવારીથી મોટી રાહત આપવાની તૈયારી કરી ચૂકી છે. મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમે ફુગાવાને અંકુશમાં લેવા માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ અમે ત્યાં રોકાવાના નથી. આ અંગે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. પીએમ મોદીએ મોંઘવારીને રોકવાના ઉપાયો વિશે કહ્યુ હતુ કે આપણી સ્થિતિ દુનિયા ના અન્ય દેશોથી ઘણી સારી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
1 thought on “LPG ભાવ ઘટાડો: સરકારની મોટી જાહેરાત, રાંધણગેસ LPG બાટલાના ભાવમા 200 રૂ, નો ઘટાડો”