શિક્ષક ભરતી: રાજયમા પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જેને લીધે શિક્ષણમા પણ વિપરીત અસરો થ ઈ રહિ છે. અગાઉ પ્રાથમિક શાળાઓમા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામા આવતી હતી. પરંતુ હવેથી પ્રાથમિક શાળાઓમા ઘટતા શિક્ષકોની ઘટ પુરી કરવા માટે જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવા ન્યુઝ મળી રહ્યા છે.
શિક્ષક ભરતી
હાલ પ્રાથમિક શાળાઓમા મોટાપાયે શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેલી છે. જે પુરી કરવા માટે આગામી સમયમા 25000 જેટલા જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવામા આવશે તેવુ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ.
આ સાથે જ શાળાઓમા વિદ્યાર્થીઓને રમતગમત તથા શારીરિક શિક્ષણ મળી રહે તે માટે 5000 જેટલા ખેલસહાયક શિક્ષકોની પણ.ભરતી કરવામા આવનાર છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ શાળાઓમા પ્રવાસી શિક્ષકોની તદન હંગામી ધોરણે તાસદિઠ માનદવેતનથી ભરતી કરવામા આવતી હતી. હવે જોવાનુ એ છે કે આ જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કઈ રીતે કરવામા આવશે ? કાયમી ધોરણે કે પછી કોન્ટ્રાકટ બેઝ પર. તેનાથી પીટીસી/બી.એડ. કરેલા અને TET પાસ ઉમેદવારોને રોજગારી મળી રહેશે.
ભરતી માટે કેટલાક ફેરફારો કરવા વિચારણા ચિંતન શિબિરની ફળશ્રુતિ શિક્ષકોની ઘટ પૂરવા હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવા તૈયારી સહાયકોની ભરતી થશે.
જ્ઞાનસહાયક ભરતી
- પ્રાથમિક શાળા માટે પ્રવાસી શિક્ષકોને સ્થાને હવે જ્ઞાન સહાયકોને 21 હજારના ફિક્સ પગારથી કરાર આધારીત ભરતી કરવામા આવશે.
- પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પહેલાં વિકલ્પ અપાશે, જેથી હાજર નહીં થવાની સમસ્યા ઘટશે
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટને નિવારવા માટે ધનિષ્ઠ પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. વિશેષ કરીને ગયા મહિને સંપન્ન થયેલી ચિંતન શિબિરમાં ચર્ચાયેલા પાસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પર ભાર મૂકાયો હતો. આ સંદર્ભે હવે વિભાગ દ્વારા નવા જ્ઞાન સહાયકોની ભરતી કરવા વિચારી રહી છે. હાલ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી થાય છે એના સ્થાને જ્ઞાન ગુજરાત સરકારે ગત મહિને મળેલી દસમી ચિંતન શિબિરમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યના શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ માળખાકીય અને શહેરી માળખાકીય સુવિધાઓ તેમજ કર્મચારીઓની તાલીમ-કેપેસિટી બિલ્ડિંગ એમ પાંચ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે, તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની અંદાજે ૧૦ હજાર શિક્ષકોની ઘટ છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોની પણ લગભગ એટલી જ ઘટ છે. આ ઘટ નિવારવા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં કેટલાક નવા નિયમો ઘડાશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ એવી વિચારણા ચાલી રહી છે કે જ્ઞાન સહાયકોની ભરતીમાં ઉમેદવારોને પ્રથમ પોતાના વતન કે તેની આસપાસના વિસ્તારોમાં ખાલી જગા માટે વિકલ્પ અપાશે. જ્ઞાન સહાયકોને રૂ.૨૦,000ના ફિક્સ પગારથી ભરતી કરવામાં આવે તેવી શકયતાઓ છે.
શાળા સહાયક ભરતી
પ્રાથમિક શાળાઓમા શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી કરવી પડે છે તેવી ફરિયાદો અવારનવાર શિક્ષણ સાથે સંકળાયેલા લોકો કરતા હોય છે. પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને શિક્ષણ આપવામા પુરતો સમય ફાળવી શકે તે માટે પ્રાથમિક શાળાઓમા શાળા સહાયક ની અલગથી ભરતી કરવામ આવશે તેમ માન,શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ. 250 થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમા મલ્ટી પરપઝ ટીચર એટલે કે શાળા સહાયક ની ભરતી કરવામા આવશે. આ શાળા સહાયક શાળાની ઓનલાઇન કામગીરી અને અન્ય તમામ કામગીરીઓ કરશે.
જ્ઞાન સહાયક ભરતી પરિપત્ર
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા જ્ઞાન સહાયક ની ભરતી કરવા માટે વિગતવાર નિયમો ઠરાવ પ્રસિધ્ધ કરવામા આવેલ છે.
- પ્રાથમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને રૂ.21000 માસિક ફીક્સ પગાર આપવામા આવશે.
- માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને રૂ.24000 માસિક ફીક્સ પગાર આપવામા આવશે.
- ઉચ્ચતર માધ્યમિક શાળામા જ્ઞાન સહાયક શિક્ષકને રૂ.26000 માસિક ફીક્સ પગાર આપવામા આવશે.
આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળા મા માસિક રૂ.21000 ના ફીકસ પગારથી કરાર આધારીત ખેલ સહાયક શિક્ષકોની પન ભરતી કરવામા આવશે.
અગત્યની લીંક
જ્ઞાન સહાયક ભરતી તમામ ઠરાવ એક PDF | અહિંં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ ઠરાવ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Tet ke tat pass na hoy to pravasi ma rai sakase kai nai ?
આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી
હું ટેટ અને ટાટ બંને પરીક્ષા પાસ છું.
Congratulations
Pravasi nhi bharthi padvna che ?
Ama tet pass zaruri che
B.ed.,,,,m.ed
TET, કે TAT બન્ને માંથી કોઈપણ એક પાસ કરેલ હશે તો પણ જ્ઞાન સહાયક તરીકે પાત્ર ગણવામાં આવશે…
Tet 1 pass 2015 ni che te chalse
Tat, ke tet pass na karel hoy to bharti Thai sake
સર ખેલ સાથે કલા, સંગીત નું પણ મહત્વ છે તો તેનો ઉલ્લેખ કેમ નથી કલા, સંગીત ની પણ ભરતી કરો કલા નું ભલું કરો
tat bhrti ma age 42 chhe to OBC ma 5 years ni chhut make k nahi
2015.ma tat pass certificate chalse?