ભારતીય ન્યાય સંહિતા: IPC ની જગ્યાએ આવ્યો નવો કાયદો, હવે થશે આવી સજા; જાણો કયા કાયદામા શું ફેરફાર થયો

ભારતીય ન્યાય સંહિતા: ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023: ભારતીય પુરાવા અધિનિયમ 2023: લોકસભામાં શુક્રવારે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ભારતીય દંડ સંહિતા (IPC) ને બદલે નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા બિલ-2023 રજૂ કરવામા આવ્યો હતો. અંગ્રેજો ના સમયથી ચાલ્યા આવતા કાયદાઓમા ધ્રમૂળથી ફેરફાર લાવવા માટે આ નવા કાયદાઓ અમલમા આવશે. આ નવા કાયદાઓમા બદનક્ષી, દારૂ પીધા પછી ગેરવર્તન જેવા ગુનાઓ માટે સજા તરીકે સમુદાય સેવાની જોગવાઈ છે. અમિત શાહે સંસદના નીચલા ગૃહમાં ત્રણ બિલ રજૂ કર્યા જે અંગ્રેજ્ના સમયથી ચાલ્યા આવતા જુના ત્રણ કાયદાનું સ્થાન લેશે.

ભારતીય ન્યાય સંહિતા

IPC, CRPC અને એવિડેન્સ એક્ટને બદલે લોકસભામાં 3 બિલ રજૂ

  • IPC ને બદલે ભારતીય ન્યાયતંત્ર સંહિતા 2023
  • CrPC ને બદલે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023
  • ભારતીય પુરાવા અધિનિયમને બદલે ભારતીય પુરાવા અધિનિયમ 2023

અમિત શાહે રજૂ કરેલ બિલમાં ઇન્ડિયન પીનલ કોડ-1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ-1898 અને ઇન્ડિયન એવિડન્સ કોડ-1872 ને બદલે નવા કાયદાઓ અમલમા લાવવા નો સમાવેશ થાય છે. અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા બિલોમાં ભારતીય ન્યાય સંહિતા બિલ-2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ-2023 અને ભારતીય પુરાવા બિલ-2023 રજૂ કરવામા આવ્યા છે.

આ અંગે ખાસ ઉલ્લેખનીય કે, આ પહેલા આઈ.પી.સી તેમાં મૃત્યુ, આજીવન કેદ, સખત કેદ, સાદી કેદ, સંપત્તિ જપ્ત કરવા અને દંડના રૂપમાં સજા વગેરે જેવી જોગવાઇ કરવામા આવી હતી. હવે આ યાદીમાં ‘સમુદાય સેવા’નો પણ ઉમેરો કાવામા આવ્યો છે. પ્રસ્તાવિત કાયદો આત્મહત્યાના પ્રયાસ, ગેરકાયદેસર વેપારમાં રોકાયેલા જાહેર સેવકો, 5,000 રૂપિયાથી ઓછી સંપત્તિની ચોરી, જાહેરમાં નશો અને બદનક્ષીના કિસ્સામાં સમુદાય સેવા વગેરે જેવા ગુનાઓમા સજાની જોગવાઇ સૂચવે છે.

यह भी पढे:  અંબાલાલની આગાહિ: ખેડૂતો સાચવજો, આ તારીખો મા થશે ફરી કમોસમી વરસાદ; કયા જિલ્લાઓમા થશે માવઠુ ?

સમુદાય સેવાના ઉદાહરણો

આ કાયદાની વિગતો મુજબ સમુદાય સેવાના સૌથી સાદા ઉદાહરણો સફાઈ નોકરીઓ છે. જાહેર સ્થળોએ કચરો એકઠો કરવો, દિવાલોની સફાઈ કરવી અથવા જાહેર સુવિધાઓની જાળવણી વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ સામાજિક સેવાઓ સ્થાનિક સમુદાયોમાં નોંધપાત્ર યોગદાન આપે છે જ્યારે કથિત સામાજિક વળતર દ્વારા ગુનેગારોનું પુનર્વસન કરે છે.

આ અંગે નોંધનીય છે કે, પશ્ચિમી દેશોમાં ખાસ કરીને યુએસ ન્યાય પ્રણાલીમાં સમુદાય સેવા એ સામાન્ય સજા ગણવામા આવે છે. આ બિન-કસ્ટોડિયલ સજા ઘણીવાર જેલની સજાના વિકલ્પ તરીકે ઉપયોગમા લેવામા આવે છે. આમાં દંડાત્મક પગલા તરીકે સમુદાયને દોષિત વ્યક્તિના મજૂરીનો લાભ લેવાની તક વગેરે જેવી જોગ્વાઇઓ નો સમાવેશ થાય છે. કોર્ટ દ્વારા આદેશિત સમુદાય સેવાના ઘણાં વિવિધ પ્રકારો દર્શાવવામા આવ્યા છે, જે વિવિધ પ્રકારની સેવા અને ગુનાઓ નો સમાવેશ થાય છે. સામુદાયિક સેવા નાગરિકોમાં પ્રાયશ્ચિતની ટેવ તેમજ જવાબદારી કેળવવાનો પ્રયાસ જેની સાથે સંબંધિત છે.

શૈક્ષણિક અથવા જાગૃતિ કાર્યક્રમો

અન્ય વારંવાર ઓફર કરવામાં આવતી સેવા શૈક્ષણિક અથવા જાગૃતિ કાર્યક્રમો ને લગતી છે. અપરાધીઓએ ડ્રગ અથવા આલ્કોહોલ શિક્ષણ, ક્રોધ નિયંત્રણ અથવા સલામત ડ્રાઇવિંગ વર્ગોમાં હાજરી આપવી જરૂરી બને છે. આ ઉપરાંત સમાજ સેવામાં ચેરિટી વર્કનો પણ સમાવેશ કરવામા આવે છે. આ બેઘર આશ્રયસ્થાનો અથવા ખાદ્ય બેંકોમાં સ્વયંસેવીથી લઈને હોસ્પિટલો અથવા ધર્મશાળાઓમાં મદદ કરવા સુધીની હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ક્ષેત્રમાં કુશળ ગુનાશાસ્ત્રીઓને જાહેર લાભ માટે તેમની કુશળતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

IPCમાં 511ને બદલે 356 કલમો

ભારતીય ન્યાયિક સંહિતામાં IPCની 511 કલમોને બદલે હવે 356 કલમો હશે, જેમાંથી 175માં સુધારો કરવામાં આવનાર છે. સરકારે કહ્યું કે, આઠ નવા વિભાગો ઉમેરવામાં આવી રહ્યા છે અને 22ને રદ કરવામાં આવેલ છે. લગભગ 40 વર્ષ જૂની ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC) ને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દ્વારા બદલવામાં આવશે.

यह भी पढे:  LPG ભાવ ઘટાડો: સરકારની મોટી જાહેરાત, રાંધણગેસ LPG બાટલાના ભાવમા 200 રૂ, નો ઘટાડો

અગત્યની લીંક

ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 કાયદો PDFઅહિં ક્લીક કરો
ભારતીય ન્યાયતંત્ર સંહિતા 2023 કાયદો PDFઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

IPC ને બદલે કયો કાયદો અમલમા આવશે ?

ભારતીય ન્યાયતંત્ર સંહિતા 2023

CrPC ને બદલે કયો કાયદો અમલમા આવશે ?

ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023

ભારતીય પુરાવા અધિનિયમને બદલે કયો કાયદો અમલમા આવશે ?

ભારતીય પુરાવા અધિનિયમ 2023

Leave a Comment

error: Content is protected !!