DA Hike 1 july: મોંઘવારી ભથ્થામા વધારો: કર્મચારીઓને હાલ 7મા પગારપંચ મુજબ પગાર ચૂકવવામા આવે છે. જેમા વધતી મોંઘવારી સામે કર્મચારીઓને બેઝીક પગારના અમુક ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામા આવતુ હોય છે. આ મોંઘવારી ભથ્થામા મોંઘવારીને ધ્યાને લઇને વર્ષમા 2 વખત વધારો કરવામા આવે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઇથી આ મોંઘવારી ભથ્થામા વધારો કરવામા આવે છે. હાલ કેંદ્રીય કર્મચારીઓને બેઝીક પગારના 42 % મોંઘવારી ભથ્થુ ચૂકવવામા આવે છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થામા વધારા બાબતે જલદી સરકાર તરફથી ખુશખબર આપવામાં આવી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરી વધારો થનાર છે. આ સાથે પગારમાં વધારા સહિત મોંઘવારી ભથ્થાનો વધારાનો પણ લાભ મળશે. જુલાઈ છમાસિક માટે તેના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.
DA Hike 1 july
1 જુલાઇથી થશે મોંઘવારી ભથ્થામાં વધારો.
કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો ને ભેટ મળશે. લેબર મિનિસ્ટ્રી દ્વારા એઆઈસીપીઆઈ આંકડા જારી કરવામાં આવ્યા છે. તે હેઠળ મોંઘવારી ભથ્થાનો દર 45.58% પર પહોંચી ગયો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળશે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ સાથે મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે. હાલમા કેન્દ્રીય કર્મચારીઓ ને બેઝીક પગારના 42 ટકા DA આપવામા આવે છે.
મોંઘવારી ભથ્થામા વધારો
મોંઘવારી ભથ્થા મા વધારા અંગે કેંદ્ર સરકાર દ્વારા કોઇ ઓફીસીયલ જાહેરાત કરવામા આવી નથી. પરંતુ હાલ મોંઘવારીના આંકડાઓ જોતા કેંદ્રીય કર્મચારીઓ ને મળતા મોંઘવારી ભથ્થા મા 4 % નો વધારો કરવામા આવે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.
આ પણ વાંચો: મોબાઇલ ટીપ્સ: વરસાદમા મોબાઇલમા પાણી ઉતરી જાય તો શુ કરવુ, ફોલો કરો આ આસાન ટીપ્સ
1 જુલાઇથી થનાર આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક કરોડ કર્મચારી અધિકારી સહિત પેન્શનરોને પણ મળશે. રક્ષાબંધનની આસપાસ મોંઘવારી ભથ્થાના આ વધારાની જાહેરાત કરવામાં આવી શકે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ મુદ્દે હજુ સરકાર દ્વારા ઓફીસીયલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્રીય કર્મચારીઓ ના મોંઘવારી ભથ્થાના દર મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સના આધારે નક્કી થાય છે. દર મહિનાના અંતે આ આંકડા જાહેર કરવામાં આવે છે. તેના આધારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો આપવામા આવે છે.
મે 2023 માટે એઆઈસીપીઆઈ એ આંકડા જાહેર કરી દિધા છે. જેમાં 0.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ સાથે ડીએનો આંકડો વધીને 45.58% થઈ ગયો છે. તો જૂનનો આંકડો હવે આવવાનો બાકી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામા આવે તેવી શકયતાઓ છે.
જો કોઈ સરકારી કર્મચારીનો બેસિક પગારરૂ. 30000 છે તો 42% લેખે તેને રૂ. 12600 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. તો મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે તો આવી સ્થિતિમાં કર્મચારીઓને રૂ.13800 મોંઘવારી ભથ્થુ મળૅશે. એટલે કે તેનો પગાર રૂ. 1200 વધી જશે. કર્મચારીને સાતમા પગારપંચ મુજબના બેઝીક પગાર પર મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામા આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
