AC Tips: ઉનાળામા એ.સી. કેટલા કલાક ચાલે તો કેટલુ બીલ આવે, સમજો ગણતરી

AC Tips: ઉનાળો આવતા જ કાળઝાળ અને અંગ દઝાડતી ગરમીઓ પડવાનુ શરૂ થઇ ગયુ છે. ગરમી થી રાહ્ત મેળવવા પંખા, કૂલર, એસી જેવા કૂલીંગ ગેજેટનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે. એસી થી ગરમી થી રાહત મળે છે અને ઠંડક મળે છે પરંતુ સામે વિજબીલ પણ વધુ આવે છે. જેને લીધે લોકો એસી હોવા છતા એ.સી. વાપરવાનુ ટાળતા હોય છે. ચાલો જાણીએ એ.સી. કેટલી કલાક વાપરીએ તો વિજબીલ કેટલુ આવે.

AC Tips

ઉનાળો આવતા જ એસી ની ડીમાન્ડ વધી જાય છે. પરંતુ એ.સી. વિજલી નો વપરાશ વધુ કરતુ હોવાથી લોકો એ.સી. નો ઉપયોગ કરકસર્પૂર્વક કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે એ.સી. નુ કૂલીંગ વધુ મેળવવા માટે રેગ્યુલર તેની સાફ સફાઇ અને સર્વિસ કરતા રહેવુ જોઇએ. ઉપરાંત એ.સી. ની સાથે પંખો ચાલુ રાખવાથી પન રૂમ ઝડપથી કૂલીંગ પકડી જશે અને પરિણામે લાઇટબીલ મા બચત થશે. ચાલો જાણીએ એ.સી. કેટલી કલાક વાપરીએ તો કેટલી વીજળી નો વપરાશ થાય.

મોટાભાગના લોકો દોઢ ટનનું એસી ખરીદવાનુ વધુ પસંદ કરતા હોય છે. કારણ કે ૧.૫ ટન નુ એ.સી. મધ્યમ કદના રૂમ માટે પૂરતું છે. જો કે, AC ખરીદતી વખતે લોકોમાં વીજળીનું બિલ એ એક મોટો પ્રશ્ન બને છે. ઘણા ઘરોમાં એસી હોય છે પરંતુ આવી ગરમીઓ મા પણ વીજબીલ ની ચિંતા ને લીધે એ.સી. નો કરકસરપૂર્વ્ક ઉપયોગ કરતા હોય છે.

આ પણ વાંચો: કેસર કેરીના ભાવ: બજારમા કેરીની આવક શરૂ, કેરીના ભાવમા થયો ઘટાડો; કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

આવી સ્થિતિમાં તમને એક સરળ ગણતરી જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી તમે સમજી શકશો કે જો તમારી પાસે દોઢ ટનનું એસી હોય અને દરરોજ 8 કલાક એસી ચાલુ રાખો છો તો મહિનાના અંતે કેટલું વિજબિલ આવી શકે છે.

ધારો કે, જો તમે દરરોજ 8 કલાક એસી ચાલુ રાખો છો. તો ઇન્વર્ટર ટેક્નોલોજી સાથે 1.5 ટનનું LG AC 80% ઉર્જા વપરાશ વિકલ્પ સાથે પ્રથમ કલાકમાં આશરે 700 વોટ પાવરનો વપરાશ થશે. આ પછી તે 4 કલાક માટે 500 વોટ વીજળી નો વપરાશ કરશે. તે પછી 3 કલાકમાં લગભગ 200 વોટ જેટલો વીજળીનો વપરાશ થશે. જો કે, આ વપરાશ બહાર કેટલુ તાપમાન છે અને તમે એસી નુ ટેમ્પરેચર કેટલુ રાખેલુ છે તેના પર આધાર રાખે છે. અહિં આપણે સરેરાશ તાપમાન ની ગણતરી દર્શાવી છે.

એટલે કે હાલ મળતા લેટેસ્ટ ટેકનોલોજી સાથે ના એસી 8 કલાકમા 3.5 થી 4 યુનીટ જેટલો વીજ વપરાશ કરે છે. આ ગણતરી આપણે સરેરાશ તાપમાન અને સારી લેટેસ્ટ ટેકનોલોજી સાથેના એસી મુજબ કરી છે. જો તમારી પાસે જુનૂ એસી હોય તો 8 કલાકમા 5 થી 15 યુનીટ સુધીનો વિજવપરાશ થઇ શકે છે.

એસી ના કૂલીંગ માટે શું ધ્યાનમા રાખશો ?

ઘણા લોકો પાસે સારી ટેકનોલોજી ના એસી હોવા છતા પુરતુ કૂલીંગ આપતા નથી. આ માટે નીચેના જેવી બાબતો ખાસ ધ્યાને લેવી જોઇએ.

  • ઉનાળો શરૂ થતા પહેલા કારીગર પાસે એસી ની જનરલ સર્વિસ કરાવવી જોઇએ.
  • દર 10-15 દિવસે એસી ના ફિલ્ટર મા જામેલો ધૂળ કચરો જાતે સાફ કરો.
  • એસી ની સાથે પંખો ચાલુ રાખવાથી રૂમ ઝડપથી કૂલીંગ પકડશે.
  • એસી નુ ગેસ લેવલ રેગ્યુલર અમુક સમયાંતરે ચેક કરાવવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
AC Tips
AC Tips
error: Content is protected !!