શાળા પરિવહન યોજના: વિદ્યાર્થીઓ માટે એસ.ટી. મા ફ્રી મુસાફરી માટે યોજના અમલી, શાળાએ જવા કરી શકાસે ફ્રી મુસાફરી

શાળા પરિવહન યોજના: વિદ્યાર્થીઓ સારુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને કોઇપણ વિદ્યાર્થી શિક્ષણ થી વંચિત ન રહે તે માટે રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામા આવી છે. વિદ્યાર્થીઓ ને શાળાએ જવામા મુસાફરી માટે ખર્ચ ન કરવો પડે તે માટે શાળા પરિવહન યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે. આ યોજના અંતર્ગત ધ્રોઅણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને હવે એસ.ટી, મા ફ્રી મુસાફરી કરી શકસે.

શાળા પરિવહન યોજના

હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 9 થી 12 ના સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને પણ મફત પરિવહન સેવા યોજના નો લાભ આપવામાં આવશે. અત્યાર સુધી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ મળતો હતો. અને હવે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને પણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

જે વિદ્યાર્થીઓના રહેણાંક થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટરથી વધુ દૂર હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના માટે વિદ્યાર્થીદીઠ દર મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામા આવશે. આ યોજના થી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.9 થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીદીઠ માસિક રૂ.600 પ્રમાણે વાર્ષિક 6 હજાર રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ પ્રાર્થમક શિક્ષણના સાર્વત્રિક૨ણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત ક૨વાની ભલામણો કરેલ છે. સ૨કા૨ી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિધાર્થીઓ સ૨ળતાપૂર્વક સુરક્ષીત રીતે શાળા સુધી મુસાફરી કરી શકે તે માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજ૨ાત ૨ાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે .વધુમાં, સ૨કા૨ી પ્રાર્થામક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી શાળા સુધીના અંત૨ના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે યોજનાઓનો વ્યાપ વધારી સ૨કા૨ી તથા અંદુઆનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓ ધો૨ણ – ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી જઇ શકે તે માટે આ યોજના અમલી બનાવવામા આવી છે.

શિક્ષણ વિભાગ હેઠળ આવતી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ દૂર અંતરિયાળ વિસ્તારમાંથી અપ-ડાઉન કરતાં હોય તેમના માટે શાળા પરિવહન યોજના લાગૂ કરવામાં આવી છે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ પ્રમાણે વિદ્યાર્થી ના રહેણાંકથી 5 કિ.મી.ની ત્રિજ્યાથી દૂર હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અગત્યની લીંક

શાળા પરિવહન યોજના ઓફીસીયલ ઠરાવઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
શાળા પરિવહન યોજના
શાળા પરિવહન યોજના

1 thought on “શાળા પરિવહન યોજના: વિદ્યાર્થીઓ માટે એસ.ટી. મા ફ્રી મુસાફરી માટે યોજના અમલી, શાળાએ જવા કરી શકાસે ફ્રી મુસાફરી”

Leave a Comment

error: Content is protected !!