Okaya EV: Okaya EV Discount offer: Okaya EV thiland offer: હવેના સમયમા પેટ્રોલ ના ભાવ વધવાને લીધે ઈલેકટ્રીક સ્કૂટર તરફ લોકો વળ્યા છે. માર્કેટમા અનેક પ્રકારના ઈલેકટ્રીક સ્કૂટર મળે છે. ગ્રાહકોને આકર્ષવા ઈલેકટ્રીક સ્કૂટર કંપનીઓ અનેક પ્રકારની આકર્ષક ઓફરો આપતી રહે છે. ઈલેકટ્રીક સ્કૂટર માટે નામાંકિત કંપની Okaya EV પણ આવી જ એક સરસ ઓફર આપી રહિ છે. જેમાં સ્કૂટર ખરીદ્યા બાદ ગ્રાહકને થાઇલેન્ડ ફરવા જવાની ઓફર આપી રહિ છે. ચાલો જાણીએ આ ઓફર વિગતે.
Okaya EV સ્કૂટર
Okaya EV ઈલેકટ્રીક સ્કૂટર સેગમેંટ મા ખૂબ જ નામાંકિત કંપની છે. આ કંપની તેના પોર્ટફોલિયોમાં લો-સ્પીડ અને હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર બંને પ્રકારના સ્કૂટરનું વેચાણ કરે છે. હાલ Okaya EV કંપનીના મળતા સ્કૂટર ના મોડેલ નીચે મુજબ છે.
- Faast F4
- Faast F3
- Faast F2F
- ClassIQ+
- Freedum
- Faast F2B
આ પણ વાંચો; કોઇનો ફોન આવ્યે નામ અને નંબર બોલતી એપ. ડાઉનલોડ કરો
Okaya EV Cashback offer
ઇલેક્ટ્રિક વાહન બનવતી કંપની Okaya EV તેના ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારાઓ માટે હાલમા એક ખૂબ જ સારી ઑફર્સ લાવી છે. આ ઓફર હેઠળ, Okaya ઈલેક્ટ્રિક સ્કૂટર્સના ખરીદદારોને રૂ. 5,000 સુધીના કેશબેક સહિત અન્ય બહુવિધ ઈનામો જીતવાની તક મળે છે.
એટલું જ નહીં, આ સિવાય તેના લક્કી ડ્રો મા એક પસંદ થયેલ ગ્રાહકને થાઈલેન્ડની ત્રણ રાત અને ચાર દિવસ ફરવા જ્વાની ટ્રીપ જીતવાની તક પણ મળશે. કંપનીની કાર્નિવલ ઓફર બ્રાન્ડના તમામ ઇલેક્ટ્રિક સ્કૂટર પર આ ઓફર લાગુ છે અને આ ઓફર 31 માર્ચ સુધી માન્ય છે.
Okaya EV Models
ઈલેકટ્રીક સ્કૂટર બનાવતી Okaya EV કંપનીન હાલ અલગ અલગ સ્કૂટરના મોડેલ માર્કેટ મા ઉપલબ્ધ છે. જેવા કે Faast F4, Faast F3, Faast F2F, ClassIQ+, Freedum અને Faast F2B જેવા મોડલ મળે છે. કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટરને આકર્ષક 6 કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
- મેટાલિક બ્લેક,
- મેટાલિક સાયન,
- મેટ ગ્રીન,
- મેટાલિક ગ્રે,
- મેટાલિક સિલ્વર
- મેટાલિક વ્હાઇટ
- તમે સમગ્ર દેશ આવેલા તેના 550 થી વધુ Okaya ઇલેક્ટ્રિક વ્હીકલ આઉટલેટ્સ પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી શકો છો.
આ પણ વાંચો; જાણો સીમકાર્ડ નો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?
આ ઓફરનો કેવી રીતે લાભ લેવો ?
કંપનીની આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકો દેશભરમાં બ્રાન્ડના કોઈપણ ડીલર પાસેથી ઓકાયા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદીને તેના કાર્નિવલમાં ભાગ લઈ શકે છે. એકવાર ખરીદી પ્રોસેસ પૂર્ણ થઈ જાય, પછી ખરીદનારને કંંપની તરફથી રજિસ્ટર્ડ ફોન નંબર પર એક લિંક પ્રાપ્ત થશે. તેણે આ લિંક પર પોતાની જરૂરી માહિતી સબમિટ કરવાની રહેશે. આ પછી ગ્રાહકને સ્ક્રૅચ કાર્ડ મળશે, જે સ્ક્રેચ કર્યા પછી તેને લક્કી ડ્રો મા જીતેલું ઇનામ મળશે.

Okaya Fast F2F features
ઓકાયા કંપનીએ નવું સ્કૂટર લોન્ચ કર્યું – Okaya ઈલેક્ટ્રીકે તાજેતરમાં ભારતીય બજારમાં Fast F2F નામનું તદ્દન નવું ઇલેક્ટ્રિક સ્કૂટરનુ મોડેલ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 84,000 રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર મોડેલ વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સિંગલ ચાર્જ પર 70-80 કિલોમીટરની રેન્જ આપે છે. તથા ટોપ સ્પીડ 55 કિમી પ્રતિ કલાક છે.
- ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન
- સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક
- રીઅર શોક એબ્સોર્બર
- રિમોટ કી,
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર,
- DRL હેડલેમ્પ્સ
- એજ ટેલલેમ્પ્સ
આ ઇલેક્ટ્રિક સ્કૂટર 800W-BLDC-હબ મોટર દ્વારા સંચાલિત છે, જે 60V36Ah (2.2 kWh) લિથિયમ આયન – LFP બેટરી સાથે આવે છે અને બેટરી અને મોટર પર બે વર્ષની વોરંટી પણ આપવામા આવે છે.

અગત્યની લીંક
Okaya EV ના તમામ સ્કૂટરના ફીચર્સ | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |