Jio Tag: Jio Tag Price : આપણે ઘણી વખત અમુક વસ્તુઓ ખોવાઇ જતી હોય અથવા ઘર મા જ ક્યાય મુકાઇ જતી હોય છે. ત્યારે આવી વસ્તુ શોધવા માટે આપણે કલાકો સુધી ફાફા મારવા પડતા હોય છે. આવી વસ્તુઓ શોધવા માટે જિયો એ નવુ ડીવાઇસ લોંચ કર્યુ છે. હવે અગત્યની ક્યાય મુકાઇ ગયેલી વસ્તુ શોધવા ફાફા નહિ મારવા પડે. જિયો ના આ નવા ડીવાઇસ Jio Tag થી ખોવાયેલી વસ્તુ સરળતાથી શોધી શકાસે. ચાલો જાણીએ આ જિયો ના નવા ડીવાઇસ ના ફીચર.
Jio Tag
રિલાયન્સ જિયોએ ભારતમાં નવું એક સરસ વસ્તુઓ માટેનુ ટ્રેકિંગ ગેજેટ JioTag લોન્ચ કર્યું છે. આ નવા ડિવાઇસની મદદથી લોકો પોતાની ખોવાયેલી વસ્તુઓ સરળતાથી શોધી શકે છે અને ટ્રેક કરી શકે છે. તે એપલના એરટેગનો સસ્તો ઓપ્શન છે. નવું JioTag બ્લૂટૂથની મદદથી કોઇપણ વસ્તુઓને ટ્રેક કરે છે. આવો જાણીએ આ ડીવાઇસના ફીચર વિશે અને તે ક્યાથી મળશે.
Jio Tag Price
ભારતમાં JioTag ની કિંમત હાલ 749 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. આ ડીવાઇસ ખરીદવા માટે રસ ધરાવતા ગ્રાહકો તેને જિયો કંપનીની વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદી શકે છે. જોકે, તેની MRP રૂ.2,199 જેટલી છે. ગ્રાહકો આ ડીવાઇસ ખરીદવા માટે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. પરંતુ, આ ઓપ્શન ફક્ત પસંદ કરેલા પિન કોડ માટે જ આપ્વામા આવે છે. તે જ સમયે, Appleના AirTagની કિંમત 3,490 રૂપિયા જેટલી છે. જેની સામે JioTag ની કિંમત ઘણી સસ્તી ગણી શકાય.
આ પણ વાંચો: ગોટલીનો મુખવાસ: ઘરે બનાવો આ રીતે કેરીની ગોટલીનો ટેસ્ટી મુખવાસ. રેસિપી
JioTag ના ઉપલબ્ધ ફીચર્સની વાત કરીએ તો આ ટ્રેકરમાં યુઝર્સને એક વર્ષ સુધીનું બેટરી બેકઅપ મળે છે. આ ગેજેટની મદદથી યુઝર્સ તેમની ખોવાયેલી વસ્તુઓ સરળતાથી શોધી શકશે. તેમજ ટેગ પર ડબલ ટેપ કરવાથી ફોનની રીંગ પણ વગાડી શકાય છે.
આ નવો જિયોટેગ લોકોને જો તેમનું પર્સ, ચાવી કે અન્ય કોઈ કનેક્ટેડ કરેલી અગત્યની વસ્તુ ખોવાઈ જાય તો તેને એલર્ટ પણ આપે છે. આ માટે તે વસ્તુનુ લોકેશન પણ જણાવે છે. આ ટ્રેકર ઇન્ડોરમાં 20 મીટર અને આઉટડોરમાં 50 મીટરની રેન્જ આપે છે. આમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.1 સપોર્ટ આપવામાં આવે છે.
આ ટેગમાં કોમ્યુનિટી ફાઇન્ડ નામનુ ફીચર પણ આપવામાં આવ્યું છે. આનાથી લોકો તે વસ્તુનુ છેલ્લું ટ્રૅક કરેલ સ્થાન જાણી શકે છે, પછી ભલે તે વસ્તુ ડિસ્કનેક્ટ હોય. હવે માનો કે જો જિયોટેગ જ ક્યાય મુકાઇ જાય અને ન મળે તો લોકો તેને પણ ટ્રેક કરી શકશે.
જિયોટેગને ટ્રૅક કરવા માટે, યુઝર્સે તેમના ડીવાઇસને JioThings એપ્લિકેશનમાં ખોવાઈ ગયાની જાણ કરવી પડશે. પછી Jio Community Find ફિચર તેનું લોકેશન શોધવામાં હેલ્પ કરશે. વપરાશકર્તાઓને બૉક્સમાં વધારાની બેટરી અને લેનયાર્ડ કેબલ આપવામા આવે છે .
આ પણ વાંચો: pass.gsrtc.in: ખુશખબર એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે શરૂ થઇ નવી સુવિધા
Jio Tag ફીચર
- JioTag નો ઉપયોગ કરીને તમે તમારી અગત્યની વસ્તુઓ શોધી શકો છો.
- બ્લૂટૂથ ના ઉપયોગથી વસ્તુ ટ્રેક કરવામા આવે છે.
- આ ડીવાઇસથી વસ્તુઓને ટૅગ કરો અને તમારા તમામ સામાનને સરળતાથી શોધો
- Jio કોમ્યુનિટી ફાઇન્ડ નેટવર્ક સાથે તમારી ખોવાયેલી વસ્તુઓને શોધો
- આ ડીવાઇસમા બદલી શકાય તેવી બેટરી આપવામા આવી છે.
- મફત વધારાની બેટરી અને લેનયાર્ડ કેબલ આપવામા આવે છે.
અગત્યની લીંક
Jio Tag ફીચર જુઓ ઓફીસીયલ સાઇટ પર | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહીં ક્લિક કરો |
Jio Tag Price શું છે ?
રૂ.749